પાંડવ જ્યારે જુ ગારમાં રાજપાટ હારી ગયા પછી બાર વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષે ગુપ્ત રહેવાનું. લોકવાયકા અનુસાર એ સમયે ધોળકા એ વૈરાટનગરી હતી. ગુજરાતમાં ઘણાંબધા તીર્થસ્થળો છે જે વનવાસ દરમ્યાન પાંડવ આવ્યા હોય અથવા તો મહાદેવના શિવલીંગનુ સ્થપન કર્યુ હોય કે પુજન કર્યુ હોય. જેમકે ભીમનાથ મહાદેવ, ભાવનગરની પાસે નિષ્કલંક મહાદેવ કોળીયાક એવા અલગ અલગ સ્થાનના દર્શન થાય છે
ગુપ્ત રહેવા માટે પાંડવોએ વિરાટનગર જવા નિકળ્યા ત્યારે હાલમાં જે જગ્યા વાળીનાથ મહાદેવ તરીકે ઓળખાય છે ત્યાં રાતવાસો કર્યો હતો, અને શિવલીંગનુ સ્થાપન કરી પુજન કર્યુ હતુ એવી અહીના લોકોની માન્યતા છે. જે સાણંદ પાસે કાણેટી ગામથી થોડે દુર ભગવાન વાળીનાથ મહાદેવ તરીકે ઓળખાય છે. સ્થાનીક લોકોની માન્યતા પ્રમાણે આ સ્થળ પાંડવકાલીન માનવામાં આવે છે. શ્રાવણમાસ કે શિવરાત્રી દરમ્યાન આજબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવે છે.
કથા :- મહાભારત કાળમાં પાંડવો જયારે અજ્ઞાતવાસમાં વિરાટનગરી (હાલનું ધોળકા)માં હતા ત્યારે દુર્યોધનને વાતની જાણ થતા દુર્યોધને ગાયોનું હરણ કરવા લ શ્કર મોકલ્યું, કેમ કે તે માનતો હતો કે પાંડવો હશે તો ગાયોની વહારે ચઢશે. વિરાટ રાજાએ પોતાના લ શ્કરથી સામનો કર્યો પણ પરાજીત થયા. ભીમે કૌરવોના માણસોને હરાવીને રાજાને છોડાવ્યા પણ કૌરવોના માણસો ઉતર દરવાજેથી ગાયોનું હરણ કરી ચાલતા થયા ત્યારે કુંવર ઓત્રકુમાર ગાયોની વહારે ચઢયો અને અર્જુન વ્યંઢળવેશે તેનો સારથી બન્યો.
ત્યારે કુમારે કહ્યું કૌરવોના લશ્કરને જીતવાની મારી તાકાત નથી તેને પાંડવો વિના કોઇ ના જીતી શકે. જેથી અર્જુને તેને હિંમત આપવા પોતાની અને પાંચેય પાંડવોની ઓળખ આપી અને કૌરવોના લશ્કરને સાણંદના સીમાડે હરાવ્યું અને ગાયો પાછી વાળી.
પાંડુ પુત્રો શિવભકત હતા. દરરોજ સૂર્યોદયે શિવપૂજનનો નિયમ હોવાથી અર્જુને વગડામાં માટીનું શિવલિંગ બનાવી શિવપૂજન કર્યું. ઓગ કુમારે ત્વરીત અર્જુનને કહ્યું કે શિવલિંગનું નામ કરણ કરો, અર્જુને કહ્યું કે આપણે અહીંથી ગાયોને વાળી છે જેથી આને વાળીનાથ મહાદેવ કહીશું. કહેવાય છે કે શિવલિંગ વર્ષો સુધી અજ્ઞાત રહ્યું. વખત જતા મહારાષ્ટ્ર તરફના મસ્તરામ નામે સંત મહાત્મા આવ્યા તેમણે બિલીના વૃક્ષો વાવ્યા અને નાનું મંદિર બનાવ્યું. સંત મસ્તરામ બાપુએ ત્યાં સમાધી લીધી હોવાનું મનાય છે.
થોડા વર્ષો ઉપરાંત ભાવિકોએ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. અહીં આઠે પહોર પૂજાર કરવામાં આવે છે. શ્રાવણ માસે ભકતોની મોટી મેદની પૂજા કરવા આવે છે. છેલ્લા વીસ વરસથી છત્રસિંહ જોરૂભા વાઘેલા (કાણેટી) નિત્યક્રમથી સેવા-પૂજા કરે છે. ગત વર્ષે કાણેટીના જીતેન્દ્રસિંહ વાઘેલા (એપીએમસી ચેરમેન) શિવમંદિરનો જીણોદ્ધાર કરી પવિત્ર સ્થાનકને સુંદર રળીયામણું બનાવ્યું છે.
ઉર્વશી નો શાપ :- ઇંદ્રલોકમાં ગાળેલા સમય દરમ્યાન ઉર્વશી નામની અપ્સરા અર્જુન પ્રત્યે આકર્ષિત થઇ અને અર્જુન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભૂતકાળમાં ઉર્વશી ના લગ્ન પૌરવ નામના રાજા સાથે થયાં હતાં અને તેના દ્વારા તેમને આયુશ નામે એક પુત્ર હતો જે અર્જુનનો દૂરનો પિતરાઇ થતો હતો. આ સંબંધ અનુસાર તે ઉર્વશીને માતા સમાન જોતો હતો. આમ જણાવી તેણે ઉર્વશીના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો.
એક અન્ય મત અનુસાર ઉર્વશી અર્જુનના પિતા ઇંદ્રના દરબારની અપ્સરા હોવાથી તેને તે અમુક હદે માતા સમાન નિહાળતો હતો. પોતાનો અસ્વીકાર ઉર્વશીને અપમાન સમાન લાગ્યો. તેણે અર્જુનને સમજાવ્યું કે પૃથ્વીના કોઇ સંબંધો સ્વર્ગની અપ્સરાને બંધનકારી નથી. તેમ છતાં અર્જુન પોતાની વિચાર બંધન માંથી બહાર ન આવી શક્યો અને ઉર્વશીને કહ્યું, હું તો આપની સમક્ષ એક બાળક છું. આ ઉત્તર સાંભળી ઉર્વશીએ અર્જુનને નંપુસકતાનો શાપ આપ્યો.
ઇંદ્રએ તેને શાપ ઘટાડવાનો કહ્યું આથી તેણે શાપની અવધી એક વર્ષ કરી અને પોતાના જીવનનો કોઇપણ એક વર્ષ તે પસંદ કરી વ્યંઢળ બની શકે તેવી જોગવાઇ રાખી. આ શાપ અર્જુન માટે વરદાન સાબિત થયો અને તેને તેણે ખૂબ જ અસર કારાક રીતે વનવાસના છેલ્લાં વર્ષ દરમ્યાન કર્યો જ્યારે તેમણે ગુપ્તાવાસમાં રહેવાનું હતું. કૌરવ સાથેના કરાર અનુસાર તે અને ૧૨ વર્ષ દેશવટો સહી તેરમા વર્ષે ગુપ્તાવાસમાં રહેવાનુ હતું. આ વર્ષ તેમણે વિરાટ રાજ્યમાં ગાળ્યો.
અર્જુને આ વર્ષે ઉર્વશીના શાપનો ઉપયોગ કરી વ્યંઢળ તરીકે ગાળ્યો. તેને બ્રિહનાલ નામ લીધું. તે વર્ષના અંતે અર્જુને એકલે હાથે વિરાટ પર ચડી આવેલી કૌરવ સેનાને હરાવી હતી. તેની તે બહાદુરીના બદલા સ્વરૂપે અને પાંડવોની ખરી ઓળખ મેળવતા વિરાટ રાજે પોતાની કન્યા ઉત્તરાને અર્જુન સાથે પરણવાનો પ્રસ્તાવ મુક્યો. ઉંમરના અંતર ઉપરાંત વ્યંઢળ સ્વરૂપે નૃત્ય અને સંગીતનો પ્રશિક્ષક હોવાથી અર્જુને ઉત્તરાને કન્યા સમાન ગણી હોવાથી મૂંઝવણ વ્યક્ત કરી. અને જણાવ્યું કે ઉત્તરાના વિવાહ તેના પુત્ર અભિમન્યુ સાથે કરવામાં આવે. આ વિવાહ થકી જન્મેલ બાળક કુરુ કુળનો એક માત્ર વારસ જીવીત રહેવા પામ્યો. અને તે પરિક્ષિત રાજા.
હર હર મહાદેવ.
– સાભાર તુષાર પ્રજાપતિ (અમર કથાઓ ગ્રુપ)