વાલ્મીકિ રામાયણનાં આ સુંદર સુવાક્યો આપણને ઘણું બધું શીખવી જાય છે, જાણો આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ.

0
651

(૧) નિરંતર સાથે રહેવાથી માણસોમાં સ્નેહ જળવાઈ રહે છે.

(૨) પાણી વહી ગયા પછી પાળ બાંધવી વ્યર્થ છે.

(૩) મમત્વવાળા મનુષ્યો ક્યારેય સુખી નથી થતા.

(૪) સત્ય એ જ ધર્મનું મૂળ છે.

(૫) સમય આવ્યા વિના ક્યારેય કોઈ પ્રાણીનું મૃત્યુ થતું નથી.

(૬) જેનો સ્વભાવ નમ્ર હોય છે તેનો સૌ કોઈ તિરસ્કાર કરે છે.

(૭) જે પુત્રથી પિતાને દુ:ખ થાય તે પુત્રનો જન્મ જ વ્યર્થ છે.

(૮) લીમડામાંથી કદી પણ મધ ઝરતું નથી

(૯) આપણે જેનું ક્ષેમકુશળ ઇચ્છતા હોઈએ તેને ઘણે દૂર સુધી વળાવવા જવું નહિ.

(૧૦) મનુષ્યો જેવાં કર્મો કરે છે તેવાં જ ફળ મળે છે.

(૧૧) પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓ અંગે સંદેહ કરવાનું કોઇે કારણ નથી.

(૧૨) એકાંતમાં બે જણ વાત કરતા હોય ત્યારે ત્રીજાએ ક્યારેય માથુ મારવું નહિ.

(૧૩) કોઈ પણ આપત્તિ આવે કે તુરત બુદ્ધિમાને તેનો ઉપાય તાત્કાલીક કરવો.

(૧૪) તેજસ્વીઓમાં સૂર્ય, પર્વતોમાં હિમાલય, પ્રાણીમાં સિંહ અને મનુષ્યોમાં રામ શ્રેષ્ઠ છે.

(૧૬) જે સમયેજે કાર્ય કરવું ઉચિત હોય તે સમયેે કાર્ય કરવું જ ઉચિત છે.

(૧૭) મૈત્રી બાંધવી સહેલી છે પણ નિભાવવી કઠિન છે.

(૧૮) ધર્મ અને અર્થની સિદ્ધિ ઇચ્છનારે ક્યારેય મદ્યપાન કરવું નહિ.

(૧૯) સતત પુરુષાર્થ કરનારને ઇચ્છિત ફળ મળે છે.

(૨૦) કોઈએ ઉપકાર કર્યો હોય તેનો પ્રત્યુપકાર કરવો એ સનાતન ધર્મ છે.

(૨૧) સુખ પ્રાપ્ત કરવાનું ખરું સાધન ઉત્સાહ છે.

(૨૨) કાળનું અતિક્રમણ કરવું બહુ દુષ્કર છે.

(૨૩) જીવતા મનુષ્યને સો વર્ષે પણ આનંદ પામવાનો અવસર તો મળે જ છે.

(૨૪) અગ્નિની ઉપેક્ષા ક્યારેય કરવી નહિ.

(૨૫) પાપીનો અંત કરવો એમાં કોઈ પણ પાપ નથી.

(૨૬) ક્રોધમાં માણસને સારા નરસાનું કોઈ ભાન રહેતું નથી.

(૨૭) સામ દાન અને ભેદથી કાર્ય ન થાય તો જ દંડનો ઉપયોગ કરવો.

(૨૮) પ્રથમ કરવાના કામ પછી અને પછીથી કરવાના કામ પહેલા કરે તેને મૂર્ખ જાણજો.

(૨૯) ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં માણસ મનોભાવો છૂપાવી શકતો નથી.

– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)