કુંભ રાશિફળ 2022 : આ વર્ષે કુંભ રાશિવાળાને કારકિર્દીમાં અપાર સફળતા મળશે, લગ્નના પણ યોગ છે.

0
2026

તમારી રાશિ છે કુંભ તો જાણો કેવું રહેશે વર્ષ 2022, કેટલો થશે લાભ અને કઈ બાબતમાં રહેવું સાવચેત.

કુંભ રાશિફળ 2022 :

6 જાન્યુઆરીએ મંગળનું ધનુ રાશિમાં ગોચર થશે. અહિયાં મંગળ તમને આર્થિક લાભ આપવાનું કાર્ય કરશે. કારકિર્દીમાં પણ અપાર સફળતા મળશે. નોકરી ધંધા વાળા બઢતી મેળવશે. વેપારી પણ મંગળની શુભ સ્થિતિથી સારો નફો ક્માઈ શકશે. જાન્યુઆરી માસમાં આરોગ્ય બગડી શકે છે. ફેબ્રુઆરીથી મે સુધી ઘણા ગ્રહોની પ્રતિકુળ ચાલથી શારીરિક સમસ્યા ઉભી થઇ શકે છે.

ત્યાર પછી 26 ફેબ્રુઆરીથી મંગળ નિશ્ચિત રીતે વિદ્યાર્થીઓને વધુ મહેનત કરાવવાનો છે. સાથે જ આ સમય દરમિયાન તમે તમારી ઈચ્છાઓની પુરતી માટે થોડું ધન ખર્ચ પણ કરશો.

માર્ચની શરુઆતમાં ચાર મુખ્ય ગ્રહ (શનિ, મંગળ, બુધ અને શુક્ર) એક સાથે મકર રાશિમાં ભેગા થશે (યુતિ કરશે). તેનાથી તમે તમારા પ્રયત્નોથી સફળતા પ્રાપ્ત કરશો, ધન લાભ મળી શકશે. આ સમય દરમિયાન સંભાવના છે કે તમે કેટલાક મહત્વના નિર્ણય સમજ્યા વિચાર્યા વગર ઉતાવળમાં લેશો. રાહુનું ગોચર તમારા ભાઈ બહેનોને પણ, આરોગ્ય સંબધી તકલીફ આપશે.

વર્ષ 2022 કુંભ રાશિના નોકરી ધંધા કરતા અને વેપાર કરતા લોકોને સફળતા આપવામાં મદદરૂપ સાબિત થશે. એપ્રિલ માસમાં શનિ આળસમાં વૃદ્ધી લઈને આવી શકે છે. સપ્ટેમ્બરથી નવેમ્બર 2022 સુધી, ગ્રહોની ફેરબદલ થવાથી, તમારે તમારા બોસ સાથે માથાકૂટ થશે પણ પાછળથી સ્થિતિ સુધરી પણ જશે.

આ વર્ષે કુંવારા લોકો માટે એપ્રિલ મહિનામાં લગ્નના સુંદર યોગ ઉભા થઇ રહ્યા છે. જો તમે પરણિત છો તો, આ વર્ષની શરુઆતમાં થોડી મુશ્કેલી શક્ય છે. પણ વર્ષના બીજા ભાગમાં પરિસ્થિતિ સારી થતી જોવા મળશે.