કન્યાનું વાર્ષિક શનિ રાશિફળ : આ વર્ષે તમારા કામની પ્રશંસા થશે, બોસ પણ ખુશ રહેશે.

0
1829

કન્યા રાશિ વાળા માટે કેવું રહેશે 2022, જાણો શનિ ગ્રહ કન્યા રાશિ ઉપર કેવી અસર કરશે.

માન્યતા છે કે શનિ દેવને કાળી વસ્તુ જ પસંદ છે, એટલા માટે તેમની પૂજામાં ખાસ કરીને કાળી વસ્તુનો જ ઉપયોગ થાય છે કે કાળી વસ્તુનું જ દાન કરવામાં આવે છે. જોકે શનિ દેવ ભગવાન સૂર્યના પુત્ર છે, જે સ્વયં શ્વેત રૂપ છે અને આખા સંસારને પ્રકાશિત કરે છે, પણ તેમના પુત્ર શનિદેવને કાળી વસ્તુઓ જ પ્રિય છે.

કાળા રંગની વસ્તુઓ લોખંડ, ઉન, તેલ, ગેસ, કોલસો, કાર્બન માંથી બનેલી વસ્તુઓ, ચામડું, મશીનોના પાર્ટ્સ, પેટ્રોલ, પથ્થર, તલ અને રંગનો વેપાર શનિ સાથે જોડાયેલા લોકોને ફાયદો આપવા વાળા હોય છે. પટાવાળાની નોકરી, ડ્રાઈવર, સમાજ કલ્યાણની નોકરી, નગર પાલિકા વાળા કામ, જજ, વકીલ, રાજદૂત વગેરે પદ શનિની નોકરીમાં આવે છે. આવો જાણીએ વર્ષ 2022 માં શનિ ગ્રહ કન્યા રાશિ ઉપર કેવી અસર કરશે.

કન્યા રાશિ : વર્ષ 2022 માં શનિ તમારી રાશિમાંથી પાંચમાં સ્થાન ઉપર ગતિશાળી રહેશે. અને 29 એપ્રિલથી 12 જુલાઈ વચ્ચે શનિ વક્ર કાળમાં છઠ્ઠા સ્થાન ઉપર રહેશે. આ વર્ષે કન્યા રાશિના વિદ્યાર્થીઓને મનપસંદ પરિણામ પ્રાપ્ત થશે. આ રાશિના વિદ્યાર્થી ઘણું ધ્યાન આપીને અભ્યાસ કરશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે. સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર પણ તમને આ વર્ષે સાંભળવા મળશે.

આ વર્ષ તમારે કામમાં ગંભીરતા લાવવી પડશે, નાની એવી બેદરકારી પણ ભારે પડી શકે છે. બિઝનેસમાં કરવામાં આવેલા નવા નવા પ્રયોગ સફળતા અપાવશે પણ આશા મુજબ પરિણામ નહિ મળી શકે. નોકરીમાં બોસ તમારી ઉપર મહેરબાન રહેશે. બધા લોકો તમારા કામની પ્રશંસા કરશે.

વાહન સાવચેતી પૂર્વક ચલાવો તો સારું રહેશે. રૂપિયા પૈસા સાથે જોડાયેલી બાબતોમાં આંખ બંધ કરીને કોઈ પણ ઉપર વિશ્વાસ ન કરો. આ વર્ષે તમે જમીન, મકાન અને વાહન વગેરે ઉપર ખર્ચ કરશો, તે ભવિષ્યમાં તમને ફાયદો પહોંચાડશે.

ઉપાય : શનિદેવની પૂજામાં હંમેશા લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. શનિવારના રોજ ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે મીઠી પૂરી અને કાળી અડદ દાળની ખીચડીનો ભોગ લગાવવામાં આવે છે. શનિદેવને મીઠી પૂરી અને કાળી અડદ દાળની ખીચડીનો ભોગ સૌથી વધુ પસંદ છે. ધ્યાન રાખો કે તેમાં ચોખા નહિ દલીયાં ભેળવીને જ ખીચડી બનાવો. તે ઉપરાંત દર શનિવારે શનિના 12 નામોના જાપ કરવા જોઈએ. તેનાથી પણ શનિદેવની કૃપા ભક્તો ઉપર જળવાઈ રહે છે.