વર્ષો જૂની આ આગમવાણી વર્તમાન સમયમાં સાચી પડતી દેખાય છે, જાણો આપણા પૂર્વજોએ શું કહ્યું હતું.

0
1114

(ખાસ નોંધ : આ વર્ષો પહેલા કરવામાં આવેલી આગમવાણી છે. આ પોસ્ટ દ્વારા સ્ત્રીઓના હકને લઈને કે સ્ત્રીઓ સાથે જોડાયેલી કોઈ પણ બાબતને લઈને ખોટી વાતો ફેલાવવા કે તેમનું માન ભંગ કરવાના હેતુ સર મુકવામાં આવી નથી. આ પોસ્ટ વર્ષો પહેલા કહેવાયેલી વાતો જે પેઢી દર પેઢી સાંભળવા મળે છે, તે લોકો સુધી પહોંચાડવા માટે છે.)

બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ

માવતર જણયા મેલશે, ભૂપ લેશે ના ભાળ

ભૂપ લેશે ના ભાળ, માણ સ માણસ ને ખા શે

સત્ય છુપાશે સુતલ, જૂઠા જગ વખણાશે

જીવતા જોશે લાખણા, પાપીના ચડશે પાળ

બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ !

ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત

કજીયા ખોરી કામિની , ઘણી જ ઓરશે ઘાત

ઘણી જ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે

એક કહો તાં તેર ,સુણાવશે હોલે હોલે

જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત

ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !

વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ

ધરતી રહેશે તરસતી નદિયુ સુકાશે નવાણ

નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે

મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે

જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ

વાદળિયું વહેતી થશે પવને કરી પલાણ !

વણિક જુ દ્ધે જજુમશે, ખેલશે ખાંડ ની ધાર

ચાકર ચોરી કરશે તેદી ન્યાયાધીશ હશે લાચાર

ન્યાયાધીશ હશે લાચાર, કલમ નાણે કરમાશે

વકિલ શાખ જૂઠ જાર, સર્વે સરખાજ લેખાશે

જીવતા જોશે લાખણા, તરક બાજીની તર વાર

વણિક જુ દ્ધે જજુમશે, ખેલશે ખાંડા ની ધાર !

ભાગવતે જે ભાખિયા પંડિત ધીરા ના પ્રમાણ

કવિ સંતો કહિ ગયા દુજા મુંજા અનુમાન

દુજા મુંજા અનુમાન કથુ છુ છકળિયે કાંઈ

સાચી લગેસ રાખવી ઓરડો છડી ભાઈ

લાખન કહે લખિયા બને, ગાવ ગોવિંદરા ગાન

ભાગવતે જે ભાખિયા પંડિત ધીરા ના પ્રમાણ !

હિમાળો ઓગળી હાલશે, તપસે ભારી ભાણ

ઓતર ધ્રુવના ઓગળશે, પાણીમાં તરે પાખાણ

પાણીમાં તરે પાખાણ, બરફના થરજ બાજે

દરિયે હલે ન વહાણ, જોખમ વધશે જહાજે

જીવતા જોશે લાખણા, પર્વત આગની ખાણ

હિમાળો ઓગળી હાલશે, ભારી તપસે ભાણ !

જૂઠા ને માનશે જગત, સત નો છોડશે સાથ

સાચી કડવી લાગશે વળી ખોટી લાગશે ગાથ

ખોટી લાગશે ગાથ , ગેલા મળી ગીતડાં ગાવે

ભેળા થઈ ને કાગ , હંસો ની હાંસી ઉડાવે

જીવતા જોશે લાખણા, ધનપતિ ટુંકે હાથ

જૂઠા ને માનશે જગત, સત્ય નો છોડશે સાથ !

નગર નોધારા થશે, ફરી વધી જશે વનરાઈ

પાખાણ યુગ પ્રગટશે, ભૂતાવળ જાગે ભાઈ

ભૂતાવળ જાગે ભાઈ, મા નવ મા નવ ને ખા શે

જનાવર ભેળો જાય, માનવ પામર કહેવાશે

જીવતા જોશે લાખણા, નહીં રંક નહીં રાય

નગર નોધારા થશે ફરી વધી જશે વનરાઈ !

કાળ કરવટ બદલશે, જલ થલ પલટશે પાટ

મુરખ ની મમતા થકી, બધા ઘાટ થશે અઘાટ

બધા ઘાટ થશે અઘાટ, પીલશે પોષણ હારો

નહીં હોય ભાન કે શાન, ખલક ને ખૂંદશે ગારો

જીવતા જોશે લાખણા, નહીં તન ઢાંકવા ટાટ

કાળ કરવટ બદલશે,જલ થલ પલટશે પાટ !

બંદા ખેલ ખલકરા, અગમ અગોચર અજાણ

જીવન ચખ પલકરા, ખરી ચોરાસી ખાણ

ખરી ચોરાસી ખાણ, જીવે જનમે મર જાતા

જરા મારે જદ બાણ, સૌવ મોત મૂખે સમાતા

લાખન જાતા આવતા, ઘુમરે પીલાતા ઘાણ

બંદા ખેલ ખલકરા અગમ અગોચર અજાણ !

વિધવા શણગાર સજસે સુહાગણ વિધવા વેશ

સુંદરી મુંડન કરાવશે હશે નર ને લાંબા કેશ

નર ને લાંબા કેશ વળી ચાલશે છટકા કરતો

બેઠી બાઇ બાકડે પુરુષ પાણીલા ભરતો

જીવતા જોશે લાખણા આ દેશ થશે પરદેશ

વિધવા શણગાર સજસે સુહાગણ વિધવા વેશ !

દરિયો ડુંગર ચડશે ડુંગર થય જાશે ધાર

જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર

વસ્તિનો થાશે વિસ્તાર વનચર નગર વસશે

તસુ ધરા ને કાજ બેટા બાપ ને મારવા ધસશે

જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર

દરિયો ડુંગર ચડશે ડુંગર થય જાશે ધાર !

ધરણ ધાન સંઘરશે પાણી નો થશે પોકાર

સત્ય ચડશે ચાકડે , મા રશે ધીં ગા મા ર

મા રશે ધીં ગા મા ર , વૈદ્ય તો વેરી થાશે

ઘરના ઘાતકી હોય, નુગરા થી નગર લૂ ટાશે

જીવતા જોશે લાખણા, જાર ના જાજા યાર

ધરણ ધાન સંઘરશે પાણી નો થશે પોકાર !

રૈયત લૂ ટાશે રાત દિ, હરિ નય ઝાલે હાથ

પૂજારી ગણિકા પરણશે, સૌ જન દેશે સાથ

સૌ જન દેશે સાથ, ધરમ તો ધરણ દટાસે

મંદિર મંડી સમાન , પ્રસાદ પૈસે વહેંચાશે

જીવતા જોશે લાખણા, હીરના ભાવે કાથ

રૈયત લૂ ટાશે રાત દિ, હરિ નય જાલે હાથ !

કાળ પીડસે કારમો , ભલા જન ભૂલશે ભાન

વિદુ વિવેક વિસરશે, સજ્જન ખોશે શાન

સજ્જન ખોશે શાન, વિચારી વલખા લેશે

આતમ પિડશે એને, કરમને દોષ જ દેશે

જીવતા જોશે લાખણા, છોડશે નિજનું સ્થાન

કાળ પિડશે કારમો, ભલા જન ભૂલશે ભાન !

સુરજ સામે ચંદર ચડાવી બેસશે બાંય

સિંહનુ મા રણ શ્વાનડા, જોરે ઝુંટવી જાય

જોરે ઝુંટવી જાય કો’થી ના કાંઇ કેવાશે

ગાય ભાંભરશે ભુખી ખુટિયા ખળતાળી ખાશે

જીવતા જોશે લાખણા કાગા હંસા કેવાય

સુરજ સામે ચંદર ચડાવી બેસશે બાંય !

પોતાના થાશે પરા, પારકા આવશે પાસ

અણધારી આફતમા નાણાનો થશે નાસ

નાણાનો થશે નાસ નાશસે પ્રાણ પિયારી

મુંડ મુંડાવી મહંત બની બેસશે ભીખારી

જીવતા જોશે લાખણા લુટશે લોકો લાશ

પોતાના થાશે પરા પારકા આવશે પાસ !

કવિ કપટિ થૈ કુડા દોલત ના થશે દાસ

મા સ મ દિરા ભ્રખિ વાણી નો કરશે વિલાસ

વાણી નો કરશે વિલાસ સુમ ને કરણ કેશે

વ્યભિચારી ને ભિષ્મ કહિ આશિષો દેશે

જીવતા જોશે લાખણા ગધાને જાજો ગરાસ

કવિ કપટિ થૈ કુડા દોલત નાં થશે દાસ !

દેશે ના દોલતવાન ,કહી દેવાનું દાન

નિચ ઘર જાશે જાચવા મેલી પોતાનું માન

મેલી પોતાનું માન, સાવજ ખડ ભરખશે

ઝવેરી થાશે જીરણ હરામી હિર પરખશે

લાખન જોશે જીવિત વૈખરી વાણીના ગાન

દેશે ના દોલત વાન કહી દેવાનું દાન !

પાણી પાણી ના પોકાર થાશે દસેય દિશ

વિણ બાણે વ્યાધ મા રશે વિસો વીસ

મા રશે વીસો વીસ વૈદ્યડા વિવેક વિસારે

બંધુ બંધુ મા વેર માનુની માહુરે મા રે

લાખન જોશે જીવિત પોઢી જાશે ઈશ

પાણી પાણી ના પોકાર થાશે દસેય દિશ !

ગગન ગોખથી તારા ધૃજાવશે આવી ધરણ

ભુખ દુખ ને રોગ થી માનવના થાશે મરણ

માનવના થાશે મરણ શોક ના હશે લગારે

દય દય કર પર તાલ સ્મશાને ઠિઠાઇ ઉલારે

લાખન જોશે જીવિત નહીં વરણા વરણ

ગગન ગોખથી તારા ધૃજાવશે આવી ધરણ !

વકતા ને વાણી તણો વાલા નહીં હોય વિવેક

ખોટા પંડિત ના પાન તરકી સાસતર અનેક

તરકી શાસ્ત્ર અનેક કવિઓ ઘર ઘર થાશે

વિના વ્યાકરણરી વાણી ગળા ફાળીને ગાશે

જોશે લાખન જીવીત ભલા વેદ વાંચશે ભેક

વકતા ને વાણી તણો વાલા નહીં હોય વિવેક !

પરહરિ જાશે પુન્ય પ્રથી પર વધશે પાપ

જનની થશે જમરાજ બેટા મા રશે બા પ

બેટાને મા રશે બા પ ભાઇ ભગિની રે’શે ભેળા

નાગરવેલ પર ફળ થાશે થોરમા કાંઇ કેળા

જોશે લાખન જીવિત અવની પિડા અમાપ

પરહરિ જાશે પુન્ય પ્રથી પર વધશે પાપ !

ડુંગર ધારડિયુ થશે ,પરે ચડશે દરિયો દેવ

શ્રીમંત તજી નિજ નેમ નિચની કરશે સેવ

નિચની કરશે સેવ હરામી હદ જ છાડે

વેરિ કુ કરશે વ્હાલા ભાઇ ભાઇ ને ભાંડે

જોશે લાખન જીવિત બાવાના બગડે બેવ

ડુંગર ધારડિયુ થશે પરે ચડશે દરિયો દેવ !

લારાળા ની લારસુ લાંકાળા ધૃજશે લખ

દાદુર સભા ડોલાવશે કોકિલ મા રશે ઝખ

કોકિલ મા રશે ઝખ પાણી ના તરસ બુઝાવે

અન્ને ભાંગે નહીં ભૂખ રવી વીર ટાઢા થાવે

જીવતા જોશે લાખણા આગે કલિ ના દખ

લારાળા ની લારસુ લાંકાળા ધૃજશે લખ !

અગન રાખરા આભથી, મહા વરસશે મેહ

પશુ મનુષ પર્વત તણા, ઠિંગણા થાશે દેહ

ઠિંગણા થાશે દેહ , નમાલા નર જ પાકે

લટકા કરતા લબાડ હેરી હેરી ને જાકે

જીવતા જોશે લાખણા ગોખલ જેડા ગેહ

અગન રાખરા આભથી મહા વરસશે મેહ !

ધણી વીના ના ધણ રખડશે જય ને રાન

વાડય ચિભડા ગળશે, ધરણ ગળશે દાન

ગાવહૂકળા ગળ્યા થશે, મિઠા હશે ના મધ

ધન હશે પણ અન્ન નહીં ફરશે ઉઘાડા અધ

જીવતા જોશે લાખણા ભુખ્યા ભુલશે ભાન

ધણી વીના ના ધણ રખડશે જય ને રાન !

ધરણ દટાશે ધરમ સૌવ કરશે કુડા કામ

પુન્ય જાશે પાતાળ રદયમા નહિ હોય રામ

રદયમા નહીં હોય રામ , દયા ને ડાકણ ખાશે

વાયુ થાશે વેરી , ઝેરી જ વંટોળિયા વાશે

જીવતા જોશે લાખણા, ઉજળ થાશે ગામ

ધરણ દટાશે ધરમ સૌવ કરશે કુડા કામ !

કલીની કાલી નાગિણિ એક નર ને નવ નાર

બાપ બેટિ ના સંબંધ ને ભુમિ ન જીલે ભાર

ભુમિ ન જીલે ભાર વાવેલા વણસી જાશે

કમૌસમી ના મેઘ વરસી ને વેરી થાશે

જીવતા જોશે લાખણા નહીં હોય કોઈ નિજાર

કલીની કાલી નાગિણિ એક નર ને નવ નાર !

– સાભાર એમડી પરમાર (અમર કથાઓ ગ્રુપ)