આ વસંત પંચમી પર વિદ્યાર્થીઓ આ શુભ યોગમાં કરે માં સરસ્વતીની પૂજા, મળશે વિશેષ ફળ.

0
266

વસંત પંચમી પર આ વર્ષે બની રહ્યા છે બે ખાસ યોગ, જાણો કયા મુહુર્તમાં સરસ્વતી પૂજા કરવાથી મળશે લાભ.

મહા માસના સુદ પખવાડિયાની પાંચમ તિથીના રોજ વસંત પંચમીનું પર્વ આનંદપૂર્વક ઉજવવામાં આવે છે. આ તિથી ઉપર દેવી સરસ્વતીની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. માન્યતા છે કે વસંત પંચમી તિથી ઉપર માં સરસ્વતીની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. વસંત પંચમીના તહેવારને સરસ્વતી પૂજા, વાગીશ્વરી જયંતી, વસંત ઉત્સવ વગેરે ઘણા નામોથી ઓળખવા અને ઉજવવામાં આવે છે. આ વખતે આ ઉત્સવ 5 ફેબ્રુઆરી, શનિવારે ઉજવવામાં આવશે.

માન્યતા છે કે વસંત પંચમીના દિવસે જ બુદ્ધી, જ્ઞાન અને વિવેકની જનની માતા સરસ્વતી પ્રગટ થયા હતા. એ કારણથી દર વર્ષે ઉત્સાહ સાથે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા વિશેષ ફળ આપવા વાળી માનવામાં આવે છે. આવો જાણીએ કે કયા શુભ યોગમાં સરસ્વતી માં ની આરાધના કરવાથી શુભ ફળ પ્રદાન થશે.

વસંત પંચમી સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ : ધાર્મિક ગ્રંથો મુજબ બ્રહ્માંડમાં કાર્ય અને જ્ઞાન વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે માતા સરસ્વતીનો ઉદ્દભવ થયો. બીજી એક કથા મુજબ બ્રહ્માજીની મુક રચના અવાજ વગર ઉદાસ થઇ ગઈ હતી. તેથી વસંત પંચમીના દિવસે બ્રહ્માજીએ દેવી વાગેશ્વરીના દર્શન કર્યા અને દેવીએ તેમની વીણાના સ્વરથી સૃષ્ટિને મધુર વાણીથી પરિપૂર્ણ કરી દીધી.

વસંત પંચમી ઉપર થઇ રહ્યું છે બે શુભ યોગનું નિર્માણ : વસંત પંચમીના દિવસે ઘણા બધા શુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. વસંત પંચમીના દિવસે પહેલો યોગ સિદ્ધ નામનો શુભ યોગ છે જે દેવી સરસ્વતીના ઉપાસકોને સિદ્ધી અને ઈચ્છા મુજબ ફળ આપે છે. તેની સાથે જ સરસ્વતી પૂજાના દિવસે રવિ નામનો યોગ પણ બની રહ્યો છે, જે તમામ અશુભ યોગોની અસરને દુર કરવા વાળો માનવામાં આવે છે. આ બંને યોગ વિદ્યાર્થીઓ અને વિદ્યા માટે લાભદાયક સિદ્ધ થશે.

આ શુભ યોગમાં વિદ્યાર્થી કરે સરસ્વતી પૂજા : વસંત પંચમીના દિવસે સિદ્ધ કે રવિ શુભ યોગોમાં વિદ્યાર્થી જો પૂરી શ્રદ્ધા સાથે માં સરસ્વતીની પૂજા કરે તો તેમને માં સરસ્વતીની કૃપા પ્રાપ્ત થશે. વિદ્યાર્થી સવારે 07:07 વાગ્યાથી લઈને બપોરે 12:35 વાગ્યાની વચ્ચે દેવી સરસ્વતીની આરાધના કરી શકે છે. આ શુભ યોગમાં સંતાનનું શિક્ષણ શરુ કરવું પણ શુભ રહેશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.