આ છોડ વાસ્તુ દોષોને દૂર કરીને ઘરમાં સંપત્તિ અને વૈભવ લાવવામાં કરે છે મદદ, જાણો તેના વિષે વિસ્તારથી.

0
585

પૈસાને આકર્ષે છે આ છોડ, તેની સાથે આવે છે સારું નસીબ અને અઢળક ધન, જાણો તેના અન્ય લાભ.

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા છોડને ચમત્કારિક છોડનો દરજ્જો આપવામાં આવ્યો છે. વાસ્તુ અનુસાર, આ છોડ વાસ્તુ દોષોને દૂર કરીને પરિવારમાં સકારાત્મકતા લાવે છે અને ઘરની સંપત્તિના કારક પણ બને છે. આજે આપણે એવા જ એક છોડ વિશે વાત કરીશું, જેનું નામ લક્ષ્મણા છે.

હા, માતા લક્ષ્મીને પ્રિય આ છોડને ઘરમાં લગાવવામાં આવે તો ઘરમાં ધનનો પ્રવાહ વધે છે અને પરિવારની આવકમાં પણ ખુબ સારી વૃદ્ધિ થાય છે. આ છોડ ઘરના વાસ્તુ દોષોને દૂર કરે છે, જેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

આ છોડ વિશે વાત કરીએ તો તે વેલા જેવો દેખાય છે. આ છોડના પાન સોપારી અને પીપળાના પાનની જેમ પહોળા હોય છે.

ઘણી જગ્યાએ તેને ગુમા કહેવામાં આવે છે અને આયુર્વેદમાં તેને લક્ષ્મણ બૂટી નામ આપવામાં આવ્યું છે.

વાસ્તુમાં લક્ષ્મણા છોડને ધન અને લક્ષ્મીને આકર્ષનાર છોડ તરીકે વર્ણવવામાં આવ્યો છે, તેને ઘરમાં લગાવવાથી પરિવારના લોકોની આર્થિક સમસ્યાઓનો અંત આવે છે અને ઘરમાં પૈસા આવવા લાગે છે. કૌટુંબિક આવક વધે છે અને ઘરમાં સુખ-શાંતિની સાથે ઘરનું વાતાવરણ પણ સારું રહે છે.

હિમાલયના પ્રદેશમાં જોવા મળતો આ છોડ વાસ્તુ દોષોને દૂર કરીને ઘરમાં સંપત્તિ અને વૈભવ લાવવામાં મદદ કરે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.