વાસુદેવ, દેવકી અને કંસના આ પ્રસંગ પરથી સમજો ઘર પરિવારમાં સંબંધને કેવી વૃત્તિ સાથે ના નિભાવવા જોઈએ

0
830

વાસુદેવજીના લગ્ન દેવકી સાથે થયા હતા. દેવકી કંસની પિતરાઈ બહેન હતી. કંસ પોતાની બહેનના લગ્નથી ખૂબ જ ખુશ હતો. તેણે જાહેરાત કરી હતી કે હું દેવકીના દહેજનો સામાન મારા રથ પર રાખીશ અને બહેન અને બનેવીને વિદાય આપીશ.

લગ્ન પછી કંસ, દેવકી અને વાસુદેવ રથ પર બેસીને ચાલી નીકળ્યા. કંસ ખુશી ખુશી બહેન બનેવીને મુકવા જતો હતો. તે જ સમયે, રસ્તામાં એક આકાશવાણી થઇ કે જે બહેનના લગ્નથી તું આટલો ખુશ છે, તે બહેનનું આઠમું સંતાન તારા મ-રુ-ત્યુનું કારણ બનશે.

કંસ રાક્ષસી વૃત્તિનો માણસ હતો. તેણે જેવી આકાશવાણી સાંભળી કે તરત તેની અંદર રહેલો રાક્ષસ જાગી ગયો. નવી પરણેલી પોતાની બહેનના વાળ પકડીને તેને નીચે ફેં-કી દીધી. કંસે ત-લ-વા-ર કાઢીને દેવકીને મા-ર-વા-જ-તો હતો, ત્યારે વાસુદેવે સામે આવીને કહ્યું, ‘તમે તેને કેમ મા-રી રહ્યા છો?

તમે જ્ઞાની છો, એક આકાશવાણી થઇ છે કે તેનું આઠમું સંતાન તમારા મ-રુ-ત્યુ-નું કારણ બનશે, તમારી બહેન તો નહીને. અમે વચન આપીએ છીએ કે, અમે અમારા આઠે આઠ બાળકો તમને સોંપી દઈશું.’

આ સાંભળીને કંસે તેમને કારાવાસમાં નાખી દીધા.

બોધ : જે લોકો સંબંધોના ઊંડાણને સમજી શકતા નથી, તેઓ કંસની જેમ વર્તે છે. થોડા સમય પહેલા કંસ જે પોતાની બહેનના લગ્નથી ખુશ હતો, તે થોડા સમય પછી તેને મા-રી નાખવા માંગતો હતો.

જ્યારે આસુરી વૃત્તિ, સ્વાર્થ અને લોભ જેવા દુષણો ઘર-પરિવારમાં પ્રવેશ કરે છે, ત્યારે સંબંધ આપવા લેવાનું, નફો-નુકસાનના આધારે નિભાવમાં આવે છે. આપણે સંબંધ કંસ વૃત્તિ સાથે ના નિભાવવા જોઈએ. કૃષ્ણ વૃત્તિ સાથે નિભાવો, જેમાં પ્રેમ અને પ્રેમ જ છે, આપવું અને આપવું હોય.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.