વાસુદેવ – દેવકી અને નારદમુનિનો આ પ્રસંગ વૃદ્ધવસ્થામાં ઉપયોગી શીખ આપે છે.

0
708

ભગવાન કૃષ્ણના માતા-પિતા વાસુદેવ અને દેવકી તેમના મહેલમાં એકલા બેઠા હતા. ત્યારે દ્વારપાલે આવીને કહ્યું – મહારાજ, તમે ભગવાન નારદમુનિને આમંત્રણ મોકલવાનો આદેશ આપ્યો હતો, એ મુજબ અમે તેમને આમંત્રણ મોકલ્યું હતું અને નારદમુનિ મહેલમાં પધારી ચુક્યા છે.

આ સાંભળી વાસુદેવ આનંદથી ઝૂમી ઉઠ્યા. તેમણે નારદજીનું સ્વાગત કર્યું. બધી ઔપચારિકતાઓ પુરી કર્યા પછી, જ્યારે વાસુદેવ-દેવકી નારદજી પાસે બેઠા ત્યારે તેમણે પૂછ્યું – કહો, મહારાજ વાસુદેવ, તમે મને કેમ યાદ કર્યા?

ત્યારે વાસુદેવે કહ્યું – મુનિશ્રેષ્ઠ, અમારો પરિવાર ખૂબ સમૃદ્ધ છે. અમારા બાળકો પણ ખૂબ સારા છે. તેઓ પરિવાર અને સમાજની સેવામાં વ્યસ્ત રહે છે. કૃષ્ણના બાળકોની વાત જ જુદી છે. બધા એકથી એક ચડિયાતા છે. પરંતુ, હાલના દિવસોમાં હું અને દેવકી બંને ખૂબ જ એકલતા અનુભવી રહ્યા છીએ.

નારદજીએ પૂછ્યું – મહારાજ વાસુદેવ આવું કેમ?

પછી વાસુદેવે કહ્યું – એવું એટલા માટે છે કારણ કે બધા સંતાનો અને તેમના બાળકો પોતપોતાની જવાબદારીઓને પુરી કરવામાં વ્યસ્ત છે. અમે બંને વૃદ્ધ છીએ, તેથી મહેલમાં વધુ સમય પસાર થઈ રહ્યા છીએ, તેથી આ એકલતા અમને પરેશાન કરી રહી છે. તમે મને કહો, અમારે શું કરવું જોઈએ?

નારદજીએ જવાબ આપ્યો – તમારે સત્સંગ કરવો જોઈએ. તેનાથી તમારી માનસિક ઉદાસીનતા દૂર થશે અને તમારી એકલતા પણ દૂર થશે.

ત્યારે વાસુદેવે કહ્યું – તો અમે તમારી સાથે જ સત્સંગ કરીએ. તમારા કરતાં વધુ સારા જ્ઞાની અમને ક્યાં મળશે?

એ પછી નારદજીએ વાસુદેવ અને દેવકી સાથે સત્સંગ કર્યો. તેમને ઘણી વિશિષ્ટ બાબતો સમજાવી. તેમને ભક્તિ અને જ્ઞાન સંબંધિત ઘણી વાર્તાઓ કહી. આ બધું સાંભળીને વાસુદેવ અને દેવકીની માનસિક ઉદાસીનતા દૂર થઈ ગઈ. તેમને પહેલા કરતાં સારો અનુભવ થવા લાગ્યો. તેમની માનસિક પીડા દૂર થઈ ગઈ.

પાઠ : દરેક માનવીના જીવનમાં વૃદ્ધાવસ્થા આવશે એ નક્કી છે. નવી પેઢી પોતાની જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત રહેશે. આવી સ્થિતિમાં આપણે સમયનો સદુપયોગ કરવો જોઈએ. આ સદુપયોગ એટલે સત્સંગ. એવા લોકો સાથે જેઓ આપણી શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો કરી શકે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.