વાત જયારે મહિલાની આબરૂની હોય તો વનરાજનેય જમીન દોસ્ત કરે, વાંચો સ્ત્રીની સુઝબુઝની સ્ટોરી.

0
441

મોટાભાગની નારી પ્રધાન વાર્તાઓ , ગુજરાતી નારી જીવનના જુદા જુદા અંગો અને વ્યક્તિત્વના સ્વરુપોને સ્પર્ષે છે.. થોડો આદર્શવાદ છે.. પણ તે વ્યવહારુ છે.. જો નારી ઈચ્છે તો એ આદર્શ એટલે અંશે અપનાવી શકે.. હવે કોઈ વિષય ક્ષેત્ર બાકી લાગતું નથી.. એટલે કદાચ કલમ વિરામ લેશે.. ઘણી બહેનોએ આ વાર્તાઓ વાંચીને ભાવુક થઈ આંખો લુછી છે.. અને ખરા દિલથી કોમેન્ટ અને લાઈક આપી છે.. આ વાર્તા એ બહેનોને સમર્પિત કરું છું..

માની સદ્ગતિ :

વનરાજ એટલે ગામનો મુખ્ય માણસ.. સરપંચ તો ખરો, ઉપરાંત ગામશેઠ, દાનવીર, ગું ડો.. જે ગણો તે.. કોઈ પુછે કે , “ગામમાં સારામાં સારો માણસ કોણ?” તો નાનું છોકરુંય ફટાક કરતું કહી દે કે.. “વનરાજ ”.. ને ના કહે તો ધોકા ખાય.. એની ખેતી મોટી.. દુઝાણું ઘણું.. ઘી દુધની નદી વહે.. ને ભેગી ડા રુની છોળો પણ ઉડે.. તાલુકાના અપલખણા અધિકારીઓ એના ભાઈબંધ.. ના કરવાના ધંધા જલ્સા વનરાજની વાડીએ થાય..

જુવાનડો વાળંદ ખુશાલ રોજ એની દાઢી કરવા જાય.. એ હમણાં જ પરણેલો.. વનરાજે એને પાંચ હજાર ચાંદલામાં આપ્યા હતા.. એક દિવસ વનરાજે કહ્યું..

” તારી વહુને વાડીએ મોકલ.. તને ન્યાલ કરી દઈશ.. નકર શું થાય એની તો તને ખબર છે..”

ખુશાલે ઘરે આવીને પોતાની મા વજીને રોતા રોતા વાત કરી.. બિચારી વહુ તો ધ્રુજી ગઈ.. એ પણ રોઈ.. મા પણ રોઈ , પણ પછી એણે બેયને છાના રાખ્યા..

વનરાજના બાપનું નામ હેમરાજ અને માનું નામ વિલાસ હતું.. એના જીવતાં વજી એના ઘરકામ માટે જતી.. એટલે એના ઘરના ખુણે ખુણા , ચીજ વસ્તુની માહિતગાર હતી.. વિલાસના કાઢી નાખેલ કપડાં પહેરવા કે ગોદડાં કરવા લાવતી..

એકવાર વિલાસે માતાજી તેડ્યા હતા , પણ એ આગલે દિવસે અકસ્માતમાં મ રીગઈ હતી.. માતાજીનું કામ અધુરું રહી ગયું હતું..

વજીએ વહુને હીંમત આપી.. ધુણવાનું નાટક શીખવ્યું.. વિલાસની બધી નાની મોટી ટેવો ઝીણવટથી સમજાવી.. એના કપડાના ટુકડા ગોદડામાં બતાવી , એ શું ક્યારે ઓઢતી પહેરતી એ પણ સમજાવ્યું.. વહુ આવડતવાળી હતી.. શીખતાં વાર ના લાગી.. અરે.. એ તો આબેહુબ વિલાસની જેમ લટકાથી બોલવાનું પણ શીખી ગઈ..

વહુએ ધુણવાનું ચાલુ કર્યું.. ” હું વિલાસ.. મારો જીવ ભટકે છે.. મારું માતાજી તેડવાનું અધુરું છે.. કામ પુરું કરાવો… નકર સુખે જીવવા નહીં દઉં..”

વાત વનરાજના ઘર સુધી પહોંચી.. ઘરમાં કોઈક તો સાજુ માંદુ થયા કરતું હોય.. વનરાજની વહુના મનમાં વહેમ ભરાયો.. બે ચાર બાઈઓને લઈ એ તપાસ કરવા આવી.. ખુશાલની વહુએ , જે કંઈ પુછ્યું એના સાવ સાચા જવાબ ધુણતાં ધુણતાં આપ્યા..એટલે એને લાગ્યું કે મારા સાસુ અવગતે ગયા લાગે છે.. તોય પાકી ખાતરી કરવા પુછ્યું.. ” પણ બા.. તમે આ પારકી બાઈને ખોળીએ કેમ આવ્યા?”

વહુ ધુણતાં ધુણતાં બોલી.. “ તારો સાસરો રખડુ હતો.. આ બાઈની મા સાથે એને આડો વહેવાર હતો.. આ એની દિકરી છે.. પારકી નથી..”

વનરાજે ગોરને બોલાવીને કહ્યું.. ” બાપાની આબરુનો સવાલ છે.. કંઈક જલ્દી કરો.. ને આ વાત બહુ ફેલાવતા નહીં..”

ગોરે આડું સવળું ટીપણું ફેરવ્યું ને કહ્યું ” તમને ભગવાને ઘણું દીધું છે.. બાના આત્માની મુક્તિની વાત છે.. માતાજીના એકાવન લોટા તેડાવો.. ને ગામની બધી બાયુંને ગોરણી નોતરો..”

અને થોડા દિવસ પછી ગામમાં નોતરું દેવાયું.. નાની દિકરીઓથી લઈ , ઘરડી ડોશીઓ સહિત જમણવાર થયો..

ખુશાલની વહુએ ધુણીને કહ્યું.. “ સાબાશ દિકરા.. હવે મારા જીવને સદ્ગતિ થશે..”

વનરાજ મનમાં શરમાતો હતો.. “ આ તો મારી બહેન નિકળી..”

– જયંતીલાલ ચૌહાણ ૧૮-૬-૨૧