વેદવ્યાસના જન્મની કથા, જે આજ સુધી તમે નહિ વાંચી હોય.

0
519

આવી રીતે જન્મ્યા હતા વેદવ્યાસ, ઘણી રોચક છે વેદવ્યાસના જન્મની કથા. પ્રાચીન કાળમાં સુધન્વા નામના એક રાજા હતા. તે એક દિવસ આખેટ માટે વનમાં ગયા. તેના ગયા પછી જ તેની પત્ની રજસ્વલા થઇ ગઈ. તેણે આ સમાચાર તેના શિકારી પક્ષીના માધ્યમથી રાજા પાસે મોકલાવ્યા. સમાચાર મેળવીને મહારાજા સુધન્વાએ એક દાણામાં પોતાનું વીર્ય કાઢીને પક્ષીને આપી દીધું.

પક્ષી તે દાણાને રાજાની પત્ની પાસે પહોચાડવા આકાશમાં ઉડી નીકળ્યા, રસ્તામાં તે શિકારી પક્ષીને એક બીજુ શિકારી પક્ષી મળી ગયું. બંને પક્ષીઓમાં યુદ્ધ થવા લાગ્યું. યુદ્ધ દરમિયાન તે બંને પક્ષીના પંજા માંથી છૂટીને યમુનામાં જઈને પડ્યું. યમુનામાં બ્રહ્માના શ્રાપથી માછલી બનેલી એક અપ્સરા રહેતી હતી. માછલી રૂપી અપ્સરા વહેતા વીર્યને ગળી ગઈ અને તેની અસરથી તે ગર્ભવતી થઇ ગઈ.

ગર્ભ પૂર્ણ થવાથી એક દિવસ નિષાદે તે માછલીને તેની જાળમાં ફસાવી લીધી. નિશાદે જયારે માછલીને ચીરી તો તેના પેટમાંથી એક બાળક અને એક બાળકી નીકળી નિષાદ તે શિશુઓને લઈને મહારાજ સુધન્વા પાસે આવ્યા. મહારાજ સુધન્વાને પુત્ર ન હોવાને કારણે તેમણે બાળકને પોતાની પાસે રાખી લીધો, જેનું નામ મત્સ્યરાજ પડ્યું.

બાળકી નિષાદ પાસે જ રહી ગઈ અને તેનું નામ મત્સ્યગંધા રાખવામાં આવ્યું કેમ કે તેના અંગો માંથી માછલીની ગંધ નીકળતી હતી. તે કન્યાને સત્યવતીના નામથી પણ ઓળખવામાં આવે છે. મોટી થયા પછી તે નાવ ચલાવવાનું કામ કરવા લાગી એક વખત પારાશર મુનીને તેની નાવમાં બેસાડીને યમુના પાર કરાવતી હતી.

પારાશર મુની સત્યવતી રૂપ સોંદર્ય ઉપર આફરીન થઇ ગયા અને કહ્યું, દેવી, હું તારી સાથે સહવાસ કરવા માગું છું, સત્યવતીએ કહ્યું, મુનીવર, તમે બ્રહ્મજ્ઞાની છો અને હું નિષાદ કન્યા. આપણો સહવાસ સંભવ નથી. ત્યારે પરાશર મુની બોલ્યા, તું ચિંતા ન કર. પ્રસુતિ થયા પછી પણ તું કુંવારી જ રહીશ. એટલું કહીને તેમણે પોતાના યોગબળથી ચારે તરફ એક અંધારાની જાળ બિછાવી દીધી અને સત્યવતી સાથે ભોગ કર્યો. ત્યાર પછી તેને આશીર્વાદ આપતા કહ્યું, તારા શરીર માંથી જે માછલીની ગંધ નીકળે છે, તે સુગંધમાં પરિવર્તિત થઇ જશે.

સમય આવ્યો એટલે સત્યવતી ગર્ભથી વેદ વેદાંગોમાં પારંગત એક પુત્ર થયો. જન્મ થતા જ તે બાળક મોટો થઇ ગયો અને તેની માતાને કહ્યું, માતા, તું જયારે પણ મુશ્કેલીમાં મને યાદ કરીશ, હું ઉપસ્થિત થઇ જઈશ. એટલું કહીને તે તપસ્યા કરવા લાગ્યા દવૈપાયન દ્વીપ જતા રહ્યા. દવૈપાયન દ્વીપમાં તપસ્યા કરવાથી અને તેના શરીરનો રંગ કાળો હોવાને કારણે તેને કૃષ્ણ દવૈપાયન કહેવામાં આવવા લાગ્યા. આગળ જતા વેદોંનો ભાષ્ય કરવાને કારણે તે વેદવ્યાસના નામથી પ્રસિદ્ધ થયા.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.