વીર ભૂમિના વીરો માટે બનાવેલી આ રચના તમને જરૂર પસંદ આવશે.

0
403

વીર ભૂમિ પર ભુલાય ગય ઈ

વીર રસની વાતો,

ગામ પાદર ની પાળે પથરાય

ગ્યો ઈ પાળિયો.

ઉજાગર કોરો ઈ શુરવીરોની

વીર રસની વાતો ને,

સુતાં ન ફરે ઈ શુરવીરો એક

વાર પડકારી તો જો.

વીર રસની વાતો ઘણી ઈ

વીરોનાં પગ જાલી જો,

ધરબાઈ ગયાં ઈ પાળિયાઓ

સિંદુર તો ચડાવી જો.

વીર રસના પાને પાને ઈ

શૌર્ય ગાથાઓ વાંચી જો,

‘જયંતિ’ નહીં જડે ઈ વીરોનાં

બલીદાન માપી તો જો.

– રચના અને ટાઈપીંગ કણબી ની કટારી એથી.

(જયંતિ પટેલ)

(ફોટા પ્રતીકાત્મક છે.)