વીર મેહુરજી કુંવરજી પરમારની વીરતાની સ્ટોરી, એકવાર જરુંર વાંચજો રાજપૂતનો ઈતિહાસ.

0
1607

વીર મેહુરજી કુંવરજી પરમાર (ઈ.સ.૧૨૯૬ સંવત ૧૩૫૨)

મહા સુદ બીજને બુધવાર, રાજપૂતનો ઈતિહાસ.

વીર મેહુરજી(મહાસુરસિંહજી) પિતાજીનું નામ કુંવરજી હતુ. દાદાજીનુ નામ કાળુજી હતુ. પરમાર કુળના રાજપૂત હતા. જગદેવસિંહ પરમારની સાતમી પેઢીએ વીર મેહુરજીનો જન્મ થયો હતો…

આ બધુ ગામ ભાતિગોળના બારોટજીના ચોપડે ઈતિહાસ છે. વીર મેહુરજી એક પરાક્રમી રાજા હતા. લોકો માટે આદર્શ હતા. બીજાના માટે પોતાનુલો હીરેડી દીધું એવા દાતાર. વીર મેહુરજીના વંશજો રાજસ્થાનની ધરતી છોડીને ગુજરાતમા વસવાટ કર્યો હતો.

ગુજરાતના ભરુચમાં વીર મેહુરજીનુ નાનુ રજવાડું હતુ તેમા તેઓ રાજ કરતા હતા. ઘણા વર્ષો સુધી રાજ કર્યુ. ત્યારે ગુજરાતમાં સોલંકી વંશનું રાજ હતું.

તે સમયે રાજા કરણ વાઘેલા રાજ કરતાં હતા. એક દિવસ દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીએ ભરુચ ને જીતવા ભરુચ ઘેરી લીધુ. એમણે વીર મેહુરજી પાસે તેમના બહેન કુંવરબા(સતી કુંવરબા તેમના પતિ માલદેવ ચૌહાણ) તથા અનેક દીકરીઓ ની માંગણી કરી હતી. પણ વીર મેહુરજી એ હિંદુ ધર્મ બચાવા માટે અને બેન દિકરીઓની લા જ બચાવવા માટે અન્ય રાજપુતો સાથે વીર મેહુરજી પરમાર, માલદેવ ચૌહાણ, વિસાજી મકવાણા, ભીમજી ગોપાલ સરવૈયા, સતાજી સોલંકી, ગોપાલજી રાઠોડ ,સરતાનજી ભટ્ટી(ભાટી) એ છેવટે ભરુચના પાદરમા મુઘલો સામે ધીંગાણું કયુઁ.

જેણે માં ભોમ કાજે પોતાનામો તને વહાલું કર્યું તે રાજપૂતો અને તેમની જનેતા ધન્યવાદને પાત્ર છે. તે મહાન છે કે જેણે ધર્મ માટે, અબળાના રક્ષણ માટે, ગૌમાતા ના વહારે પોતાની જન્મભૂમિ માટે પોતાનામા થાવા ઢીને દઇ દિધા પણ પાછી પાની ન કરી. માટે જ ઈતિહાસમાં પરમાર અગ્નિવંશી શાખાની રાજપૂતોની કિર્તી અજર-અમર ગવાય છે. તેની કિર્તી ને અનુરૂપ તેને બિરદાવતો દુહો છે,

“પ્રથમ પદ પરમાર પૃથ્વી પરમારો તણી, જેના ધરા ઉજ્જૈન ને ધાર આબુગઢ જેના બેસણા.”

“શિશ પડતાં ધડ લડ્યુ, હુવો ત્યાં હાહા કાર

વાગભટ્ટ વદત હૈ, રંગ છે વીર મેહુરજી પરમાર.”

હે વીર મેહુરજી પરમાર તમારુંધ ડ લડ્યુ ને રણસં ગ્રામે હાહા કાર મચાવ્યો. દુશ્મનોને ભાગવા પણ ન દિધા. આ રીતે વાઘજી બારોટ વીર મેહુરજીને બિરદાવે છે પછી બારોટ પોતે રણસં ગ્રામે લ ડવૈયા બનીને સુરતા દાખવી ત્યારે વીર મેહુરજીનું ધડ પડ્યું.

“પરમાર ઉતબંગ પડતાં ધડ ધરાર,

ધીંગાણે ધુમ મચાવી રંગ છે વીર મેહુરજી પરમાર.”

જ્યારે રણસં ગ્રામે બારોટ ધીંગાણે ચડ્યા ત્યારે વીર મેહુરજી પરમારનુંધ ડબંને હાથમાં તર વાર લઈને લ ડવા લાગ્યું ત્યારે વીર મેહુરજી તમે ખરેખર મહાન વીર પુરુષ છો, ધન્ય છે. ધીંગાણામાં અનેક રાજપૂતો વીર ગતિ પામ્યા હતા અને કેટલાય મુઘલો મ રાણા હતા. છેવટે રાજપૂતોની સંખ્યા ઓછી થવા લાગી હતી.

વીર મેહુરજી વીર ગતિને પામ્યા અને છેવટે ભરુચમાં ભંગાણ પડયું. ભરુચ લુ ટાણુ. કુંવરબા સહીત બીજી પરિણિત સ્ત્રીઓ પોતાના પતિ પાછળ સતી થયા.

“સંવંત ૧૩૫૨ મહાસુદ બીજ ને બુધવાર,

તવ પડ્યો પરમાર મસ્તક મેહુર ભારત મેહુરીયા.”

વિક્રમ સંવત ૧૩૫૨ (તેર સો બાવન) મહાસુદ બીજ ને બુધવાર ઈ. સ. ૧૨૯૬ (બાર સો છન્નું) ની સાલમાં વીર મેહુરજી પરમાર વીર ગતિને પામ્યા. વીર મેહુરજીના સાથીદાર રાજપૂતોની રણખાંભી ની સ્થાપના કાકરીયે કોઠે કરી જેમાં વીર મેહુરજીના બહેન સતી કુંવરબા પોતાના પતિ પાછળ સતી થયા તેથી સતીનો પાળિયો સાથે બેસાડ્યો.

આ પ્રસંગે વાઘજી બારોટ ને તેમના દિકરા તેમજ રાજપૂત સર્વ પંચની રૂબરૂમાં વાઘજી બારોટ મરણિયા દેહે કસુંબો સર્વેને મીઠો કરીને પાયો ને સ્થાપના કરાવી. તે જ સમયે બારોટનો દેહ ઘાયલ થયેલો જે વીર મેહુરજીના વચન મુજબ ત્યાં દે હ છોડ્યો ત્યારે વાઘજી બારોટના દિકરા નાગજી બારોટ લખે છે,

“કસુંબો કર્યો સ્તુતિ કરી સહુને કર્યા પ્રણામ,

પરમાર વીર મેહુરજી મરતાં વાઘજીએ છોડ્યા પ્રાણ.”

રણસંગ્રા મે માથા વગરનાધ ડ બંને હા થમાં તર વાર લઈને જે શૂરવીરતા દાખવી ત્યારે વાઘજી બારોટને આપેલા વચન પ્રમાણે મસ્તક વગરના ધડે અમદાવાદ કસુંબો બારોટના હાથે લીધાં પછીધ ડ શાંત થયું ને વાઘજી બારોટે પ્રાણ છોડ્યા. તેમની ખાંભી પણ પંચ સમક્ષ ત્યાં સાથે બેસાડી.

વીર મેહુરજીના દીકરા દિલોજી પરમાર અને માલદેવ ચૌહાણના દિકરા મુળજી ચૌહાણ સહીત રાજયના ઘણા રાજપૂતો અને નાગજી બારોટ(મેહુરજી સમયના રાજ બારોટ) મહુવા આવીને મહુવાની બાજુમાં, બગદાણા નજીક ખારી-ગળથર ગામે નદીના કાંઠે જેવી ભરુચમાં છે તેવી, એક મંદિર બનાવી વીર મેહુરજીની, સતી કુંવરબા અને નીચે સાત ખાંભીની પ્રાણપ્રતિષ્ઠા કરીને સ્થાપના કરી.

આવી શૂર વીરતા દાખવવા છતાં જેને ધર્મ મા ટેમા થા દઇ દિધા છતાં તેની નોંધ ગુજરાતના ઈતિહાસમાં નથી કારણ કે તે ભરૂચ રાજ્ય પાટણ તાબે હોવાથી તેનો ઉલ્લેખ નથી પરંતુ બારોટના ચોપડે નોંધાયેલ છે.

લોકવાયકાના આધારે વીર મેહુરજી (ભરૂચ)ની સખાતે જે તે સમયે યુ ધદરમિયાન વીર ગતિ વહોરી તેવા સાત વીર પુરુષના પાળિયા હાલ ખારી-ગળથર ગામ વચ્ચે જે મંદિર આવેલું છે ત્યાં સાથે પુજાય છે અને ઉપરોક્ત બાબતની સાક્ષી પૂરે છે.

ભાંગ્યું તૂટ્યું તોય ભરૂચ એ લોકવાયકા વીર મેહુરજી અને યો ધાઓની વીરગતિ તથા સતી કુંવરબા અને બીજા રાણીઓએ ભરૂચ ગઢમાં કરેલ જૌહરના કારણે જ એ લોકવાયકા પડી છે કે આખું ભરૂચ ભાંગી ગયું.. તૂટી ગયું.. વેરવિખેર થઇ ગયું તેમ છતાં મુઘલો સામે શરણાગતિ નહોતી સ્વીકારી. ત્યારબાદ વીર મેહુરજીના વંશજો ભરૂચ છોડીને મહુવા અને સૌરાષ્ટ્ર વગેરે સ્થળોએ સ્થાનાંતરણ કરીને વસવાટ કરવા લાગ્યા.

આપણી સંસ્કૃતિ ભુલાઈ ના જાય તે માટે લગ્ન પ્રસંગે દિકરીની વિદાય વખતે વીર મેહુરજીનો કસુંબલ ડાયરો કરવો એવું બંધારણ કર્યું જે આજે પણ જોવા મળે છે. આ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે. આવું કસુંબો કરવાનું રાજપૂતી સંસ્કૃતિ હોય તો જ શક્ય બને. આખા સમાજના પ્રાણ દાતા વીર મેહુરજી બન્યાં એટલે તેમને ઈષ્ટદેવની પદવી આપવામાં આવી. કોઈ મનુષ્ય દેહધારીને આવી પદવી મળે નહીં પણ અહીં તે શક્ય બન્યું છે.

વીર મેહુરજી પરમાર આજે ઈષ્ટદેવ તરીકે પુજાય છે.

જય માં ભવાની

જય સમરવીર મેહુરજી,

જય માં સતી કુંવરબા.

– સાભાર વીર મેહુરજી પરમાર વંશજ (અમર કથાઓ ગ્રુપ)