અંક જ્યોતિષ : આજે વેપારમાં મોટી તક મળી શકે છે, ઉચ્ચ અધિકારીઓના સહયોગથી નોકરીમાં પ્રગતિ થાય.

0
680

આજનું અંકફળ, 23 માર્ચ 2022 : 23 ની સંયુક્ત સંખ્યા એ ચંદ્ર અને ગુરુની શુભ અસરોની સંખ્યા છે. આ અદ્ભુત સંખ્યા ખૂબ જ શુભ છે. કેટલીકવાર આ સંખ્યા ઘણી જહેમત બાદ સફળતા આપતી હોય તેવું લાગે છે. આ કીર્તિ અને ખ્યાતિની સંખ્યા છે. આ સિંગલ ડિજિટ 05 જેવું કામ કરશે. આજે 23-03-2022 નો ભાગ્ય અંક 05 રહેશે. 05 નો સ્વામી બુધ છે અને તેના મિત્ર અંકો 04, 06 અને 08 છે. તમારા જન્મ અંક અનુસાર, તમે આજે તમારો સ્કોર જોઈ શકો છો.

જો તમારી જન્મ તારીખ 15 છે તો તમારો જન્મ અંક (મૂળાંક) 1 + 5 = 6 થશે, એજ રીતે તમારી જન્મ તારીખ 29 છે તો 2 + 9 = 11 અને તેમાંથી 1 + 1 = 2 એટલે કે 29 તારીખ વાળાનો જન્મ અંક (મૂળાંક) 2 થશે.

અંક રાશિફળ – જન્મ અંક 01 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – 03 અને 07 અંકની મદદથી નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. 05 અંકના ઓફિસર તમને નોકરીમાં પ્રમોશન આપી શકે છે.

સ્વાસ્થ્ય – શનિ અને બુધના કારણે શ્વાસ સંબંધી બીમારીઓ પરેશાન કરી શકે છે. તલનું દાન કરો.

અંક રાશિફળ – જન્મ અંક 02 :

લકી નંબર – 03

નોકરી અને વ્યવસાય – વેપારમાં પ્રગતિ થશે. જન્મ અંક 02 અને 06 ના ઉચ્ચ અધિકારી નોકરીમાં લાભ આપી શકે છે.

સ્વાસ્થ્ય – આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 03 :

લકી નંબર – 09

નોકરી અને વ્યવસાય – આજના અંકનો સ્વામી બુધ અને ભાગ્યનો સ્વામી પણ બુધ છે અને આ અંકનો સ્વામી ગુરુ છે. ગુરુ અને બુધ વેપારમાં મોટી તક આપી શકે છે. ઉચ્ચ અધિકારીઓના સહયોગથી નોકરીમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – આંખના રોગોથી મુશ્કેલી વધી શકે છે.

અંક રાશિફળ – જન્મ અંક 04 :

લકી નંબર – 06

નોકરી અને વ્યવસાય – ભાગ્ય અંક 05 આઈટી, બેંકિંગ અને મીડિયા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને અપેક્ષિત સફળતા અપાવશે. અંક 04 અને 05 થી વેપારમાં શુભ લાભ થશે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે.

અંક રાશિફળ – જન્મ અંક 05 :

લકી નંબર – 08

નોકરી અને વ્યવસાય – વ્યવસાયમાં તમને જન્મ અંક 04 અને 06 થી લાભ મળશે. નોકરીમાં પ્રમોશનના સંકેતો છે. કોઈ અટકેલા કામમાં પ્રગતિ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 06 :

લકી નંબર – 07

નોકરી અને વ્યવસાય – આજનો દિવસ બિઝનેસમાં કંઈક નવું કરવાનો છે. નોકરીમાં ભાગ્ય અંક 05 નો સહયોગ તમને મળશે.

સ્વાસ્થ્ય – બીપી અને શુગરના દર્દીઓએ સાવચેત રહેવું.

અંક રાશિફળ – જન્મ અંક 07 :

લકી નંબર – 04

નોકરી અને વ્યવસાય – નોકરીમાં અંક 05 ના ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. વેપારમાં પ્રગતિ થાય.

સ્વાસ્થ્ય – આરોગ્યમાં આંખના દર્દીઓએ સાવચેતી રાખવી.

અંક રાશિફળ – જન્મ અંક 08 :

લકી નંબર – 9

નોકરી અને વ્યવસાય – આ અંકનો સ્વામી શનિ છે અને આજનો ભાગ્ય સ્વામી બુધ છે. શનિ અને બુધ મિત્ર છે. આજનો દિવસ નોકરીમાં પ્રમોશનની દિશામાં પ્રયત્ન કરવાનો છે. બુધ અને શનિ ખૂબ જ જલ્દી બિઝનેસમાં મોટી સફળતા અપાવી શકે છે.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સુખ સારું રહેશે.

અંક રાશિફળ – જન્મ અંક 09 :

લકી નંબર – 02

નોકરી અને વ્યવસાય – નોકરી અને વ્યવસાયમાં બુધ અને મંગળનો સહયોગ મળશે. નોકરીમાં અંક 05 અને 06 ના ઉચ્ચ અધિકારીઓના મદદરૂપ વર્તનથી ખુશ રહેશો.

સ્વાસ્થ્ય – સ્વાસ્થ્ય સારું રહે. મંગળના દ્રવ્ય મસુર અને લાલ વસ્ત્રોનું દાન કરો.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો આને લાઈક અને શેયર કરી અમને નવા આર્ટિકલ બનાવવા માટે પ્રેરણા આપતા રહો.