વેવાઈનો દહેજ બાબતે ફોન આવ્યો તો કન્યાના પિતાની વધી ગઈ ચિંતા, પછી જે થયું તે જાણવા – સમજવા જેવું છે

0
1690

“દેવા વાળી લક્ષ્મી”

15 વર્ષના એક ભાઈએ તેના પિતાને કહ્યું, પપ્પા પપ્પા, બહેનના ભાવિ સસરા અને સાસુ કાલે આપણા ઘરે આવી રહ્યા છે. હમણાં જ જીજાજીએ ફોન પર કહ્યું. તેમની મોટી બહેનની સગાઈ થોડા દિવસ પહેલા જ સારા ઘરમાં નક્કી થઈ છે.

દીનદયાળ ભાઈ પહેલેથી જ ઉદાસ બેઠા હતા અને હળવેથી બોલ્યા, હા દીકરા, ગઈ કાલે તેમનો ફોન આવ્યો હતો કે તેઓ એક-બે દિવસમાં દહેજ વિશે વાત કરવા આવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, મારે તમારી સાથે દહેજ વિશે જરૂરી વાત કરવી છે.

બહુ મુશ્કેલીથી આટલો સારો છોકરો મળ્યો છે. અને જો કાલે તેમની દહેજની માંગ એટલી વધી જાય કે હું તેને પુરી ન કરી શકું તો? આટલું કહેતાં તેમની આંખો ભરાઈ આવી.

ઘરના દરેક સભ્યોના મન અને ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. છોકરી પણ ઉદાસ થઈ ગઈ.

બીજે દિવસે વેવાઈ-વેવાણ આવ્યા. તેમનું ખૂબ સારી રીતે સ્વાગત અને સેવા કરવામાં આવી.

થોડીવાર બેઠા પછી છોકરાના પિતાએ છોકરીના પિતાને કહ્યું, દીનદયાળ ભાઈ, હવે કામની વાત કરીએ.

દીનદયાળ ભાઈના ધબકારા વધી ગયા. બોલ્યા, હા હા, વેવાઈ જેવો તમારો આદેશ.

છોકરાના પિતાએ ધીમેથી પોતાની ખુરશી દીનદયાળ ભાઈની પાસે ખસેડી અને તેમના કાનમાં હળવેથી બોલ્યા, દીનદયાળ ભાઈ મારે દહેજ વિશે વાત કરવી છે!

દીનદયાળ ભાઈએ હાથ જોડીને આંખોમાં પાણી સાથે કહ્યું, વેવાઈ તમને જે યોગ્ય લાગે તે. હું મારાથી થાય એટલા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ.

વેવાઈએ દીનદયાળ ભાઈનો હાથ પોતાના હાથે હળવેથી દબાવ્યો અને એટલું જ કહ્યું, કન્યાદાનમાં તમે કંઈ આપો કે ન આપો, થોડું આપો કે વધુ આપો, તે મને સ્વીકાર છે. પણ તમે દેવું કે ઉધાર લઈને એક રૂપિયો પણ અમને ન આપતા, તે મને સ્વીકાર નથી.

કારણ કે જે દીકરી પોતાના પિતાને દેવામાં ડૂબાડી દે તે “દેવા વાળી લક્ષ્મી” મને સ્વીકાર્ય નથી. મારે દેવા વગરની વહુ જોઈએ છે, જે મારે ત્યાં આવીને મારી સંપત્તિ બમણી કરે.

દીનદયાળ ભાઈ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને ભેટીને બોલ્યા, વેવાઈ તમે કહેશો એવું જ થશે.

બોધ : લગ્ન મંડપમાંથી દેવા વાળી લક્ષ્મીને કોઈએ વિદાય ના આપવી અને કોઈએ સ્વીકારવી પણ નહીં.