પતિનું ઘર અને દુનિયા આજથી તારી બની જાશે
હવે કન્યા મટી તું એક સન્નારી બની જાશે
પતિ સેવાને સાચો ધર્મ સમજીને અદા કરજે
કુટુબે પ્રેમ દર્શાવી બધા દિલમાં જગા કરજે
પરાયા ઘરને પોતાનું કરી શોભાવવાનું છે
દયાનું હેતનું ઝરણું તને વર્ષાવવાનું છે
સલામી લે અમારી યાદ હૈયે સંઘરીને જા
દુઆઅઓ આ કવિની તારા પાલવમાં ભરીને જા
– કુતૂબ આઝાદ
– સાભાર હસમુખ ગોહિલ (અમર કથાઓ ગ્રુપ)