વિદેશ જવાની ઈચ્છા ધરાવનાર ભક્તોની મનોકામના આ મંદિરમાં થાય છે પુરી.

0
689

ભક્તોની વિદેશ જવાની ઈચ્છા પુરી કરનાર આ મંદિરમાં નથી કોઈ દાનપાત્ર, વાંચો આ મંદિરની રોચક કથા. તમે તમારી તકલીફો દુર કરવા માટે ભગવાન પાસે માનતાઓ તો માંગી હશે. તમે માનતા પૂરી થવાથી મંદિરમાં પણ ગયા હશો. દરેક માણસ બસ એવું ઈચ્છે છે કે તેના જીવનમાં સુખ સમૃદ્ધી જળવાઈ રહે, તેના સંબંધીઓને કોઈ તકલીફ ન પડે. એટલા માટે મંદિરોમાં જઈને માનતાઓ માંગે છે. પરંતુ આજે જે મંદિર વિષે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે મંદિરમાં લોકો વિદેશ જવાની ઈચ્છાથી પણ આવે છે.

આ મંદિર હૈદરાબાદથી 40 કી.મી. દુર ઉસ્માન સાગર તળાવના કાઠા ઉપર આવેલું છે. આ મંદિરને ચિલ્કર બાલાજીના નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિર લગભગ 500 વર્ષ જુનું છે. આ મંદિરમાં લોકો વિદેશ જવાની ઈચ્છા સાથે તો આવે જ છે, સાથે જ કારકિર્દી સાથે જોડાયેલી તકલીફો દુર કરવા માટે પણ લોકો અહિયાં માનતાઓ માંગે છે. કહેવામાં આવે છે કે વિદેશ જવાની ઈચ્છા ધરાવતા જો આ મંદિરમાં આવે, તો તેને વિદેશોના વીજા મળી જાય છે. આ મંદિરની વેબસાઈટ ઉપર લોકો દ્વારા દાવા કરવામાં આવે છે કે આ મંદિરમાં ગયા પછી તેનો વીજા લાગી ગયો. તેની સાથે જ બાલાજીનું આ મંદિર કારીગરી માટે પણ ઓળખવામાં આવે છે.

આ મંદિર સાથે જોડાયેલી રોચક કથા : આ કથા મુજબ જ્યાં આજે મંદિર આવેલું છે ત્યાં એક સમયે પણ ભગવાન વેંકટેશ બાલાજીના ભક્ત રહેતા હતા. બાલાજીના આ ભક્ત દરરોજ બાલાજીના દર્શન કરવા માટે ઘણા માઈલો પગપાળા ચાલતા હતા. બાલાજીમાં આ ભક્તની આસ્થા અતુટ હતી. પરંતુ એક વખત જ્યારે ભક્તની તબિયત ખરાબ થઇ ગઈ અને તે બાલાજીના દર્શન કરવા ન જઈ શક્યા, તો રાત્રે સપનામાં બાલાજીએ ભક્તને દર્શન આપ્યા અને તેને જણાવ્યું કે, મારા દર્શન કરવા માટે આટલે દુર આવવાની જરૂર નથી હું તારી પાસે જ છું.

બાલાજીએ સપનામાં ભક્ત પાસે જ છે જંગલની એક જગ્યા બતાવી. સવારના સમય બાલાજીના ભક્ત તે સ્થળ ઉપર ગયા જેનું વર્ણન સપનામાં બાલાજીએ કર્યું હતું. ત્યાં જમીનનો થોડો ભાગ બહાર તરફ નીકળેલો હતો. જયારે તે જગ્યાનું ખોદકામ કરવામાં આવ્યું, તો ત્યાંથી લોહી નીકળવા લાગ્યું અને તે સમયે એવી આકાશવાણી થઇ કે દૂધથી સ્નાન કરાવીને અહિયાં એક મૂર્તિની સ્થાપના કરાવવામાં આવે. કહેવામાં આવે છે કે જયારે દુધનો અભિષેક ચાલી રહ્યો હતો તે દરમિયાન જમીન માંથી ભૂદેવી અને શ્રીદેવીની મંત્રીઓ પણ અવતરીત થઇ ગઈ. આ ત્રણે મૂર્તિઓને ત્યાં સ્થાપિત કરી દેવામાં આવી અને પાછળથી ત્યાં એક મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું.

આ મંદિરમાં નથી ચડતો ચડાવો.: આ મંદિરની ખાસ વાત એ પણ છે કે તેમાં કોઈ પણ પ્રકારનો ચડાવો નથી ચડતો. એ કારણ છે કે આ મંદિરમાં દાનપાત્ર પણ નથી. આ મંદિર વિધાર્થી-વિદ્યાર્થીનીઓ વચ્ચે ઘણું લોકપ્રિય છે. વિદ્યાર્થી માને છે કે અહિયાં માનતા માગવાથી તેને પરીક્ષા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામની પાપ્તી થાય છે.

આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.