વિક્રમ વેતાળ ભાગ 13 : બ્રાહ્મણનો ગુનેગાર કોણ, સાપ, બાજ કે બીજા બ્રાહ્મણની પત્ની, સ્ટોરી વાંચી જવાબ આપો.

0
558

ઝાડ પર ઊંધા લટકેલા વેતાળને ઉપાડીને જ્યારે રાજા વિક્રમાદિત્ય સ્મશાન તરફ ચાલવા લાગ્યા ત્યારે ફરી એકવાર વેતાળે એક નવી વાર્તા શરૂ કરી. વેતાળે કહ્યું….

એક સમયે બનારસમાં હરિસ્વામી નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્ની ખૂબ જ સુંદર હતી અને તેનું નામ લાવણ્યવતી હતું. લાવણ્યવતીનું રૂપ એટલું સુંદર હતું કે કોઈ પણ પુરુષ તેના પર મોહિત થઈ જાય. એક દિવસ લાવણ્યાવતી તેના ઘરની છત પર સૂતી હતી. મધ્યરાત્રિ થતાં જ એક ગંધર્વ કુમાર આકાશમાં ઉડીને જઈ રહ્યો હતો. જ્યારે તેની નજર લાવણ્યાવતી પર પડી ત્યારે તે તેના તરફ આકર્ષાયો. ગાંધર્વ કુમાર લાવણ્યાવતીને ઉઠાવીને લઈ ગયો. હરિસ્વામી સવારે ઉઠ્યા અને જોયું કે તેમની પત્ની ગાયબ હતી.

હરિસ્વામી માટે આ ખૂબ જ દુઃખની વાત હતી. પત્નીના હરણથી તે એટલો દુ:ખી હતો કે તેણે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ હરિસ્વામીને સમજાવ્યું કે તેમણે તીર્થયાત્રા કરવી જોઈએ. તીર્થયાત્રાથી બધાં પાપ દૂર થઈ જશે અને તમારી પત્ની તમને પરત મળશે. હરિસ્વામી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, તેથી તેઓ તીર્થયાત્રા માટે ઘર છોડી નીકળી ગયો.

હરિસ્વામી એક ગામમાંથી પસાર થતો હતો ત્યારે તેમને ભૂખ લાગી. તે એક બ્રાહ્મણના ઘરે પહોંચ્યો. બ્રાહ્મણની પત્નીએ હરિસ્વામીને ખીર ખાવા માટે આપી. હરિસ્વામી તે ખીર લઈને એક તળાવના કિનારે પહોંચ્યા, જેથી હાથપગ મોં ધોઈને ખાઈ શકે અને તરસ લાગે ત્યારે પાણી પણ પી શકે.

એક ઝાડ નીચે ખીરનો વાટકો રાખીને હરિસ્વામી હાથ-પગ ધોવા લાગ્યો. ત્યારે એક બાજ આવીને તે ઝાડ પર બેસી ગયું. બાજના મોંમાં સાપ હતો અને તે તેને ખાઈ રહ્યો હતો. હરિસ્વામીની ખીરમાં સાપનું ઝે-ર-ટપક્યું. ભૂખ્યા હરિસ્વામીએ ફટાફટ ખીર ખાઈ લીધી. તેને ખબર પણ ન હતી કે ખીરમાં ઝે-ર-છે.

હરિસ્વામીના શરીરમાં ઝે-ર ફેલાઈ ગયું અને તેની હાલત ખરાબ થવા લાગી. હરિસ્વામી તરત બ્રાહ્મણની પત્ની પાસે દોડયો અને કહ્યું કે, તમે મને ઝે-ર કેમ આપ્યું અને આમ કહીને તે મ-રી-ગ-યો. જ્યારે બ્રાહ્મણે આ જોયું તો તેણે તેની પત્નીની એક વાત પણ ન માની, અને તેના પર બ્રાહ્મણની હ-ત્યા-નો આરોપ લગાવીને તેને ઘરની બહાર કાઢી મૂકી.

આ વાર્તા સંભળાવ્યા પછી વેતાળે રાજા વિક્રમાદિત્યને પૂછ્યું, “રાજન, મને કહે કે આ વાર્તામાં ગુનેગાર કોણ છે, સાપ, બાજ કે બ્રાહ્મણની પત્ની?

રાજાએ જવાબ આપ્યો, “આ વાર્તામાં કોઈ ગુનેગાર નથી, કારણ કે સાપ તેના દુશ્મન બાજના નિયંત્રણમાં હતો, તે કંઈ પણ કરી શકતો ન હતો. બાજે જાણી જોઈને ખીરમાં ઝે-ર ભેળવ્યું ન હતું, પણ તે શાંતિથી પોતાનો ખોરાક ખાઈ રહ્યો હતો. બ્રાહ્મણની પત્નીએ મહેમાનનું સ્વાગત કર્યું, તેણે તો ભોજન આપ્યું હતું. જે આ ત્રણેયને દોષિ કહેશે, તે પોતે જ દોષિ ગણાશે. આ વાર્તામાં જો કોઈ ગુનેગાર હોય તો તે બ્રાહ્મણ છે, જેણે પોતાની નિર્દોષ પત્નીને વિચાર્યા વિના અને સત્ય જાણ્યા વિના ઘરમાંથી કાઢી મૂકી હતી.”

વેતાળે કહ્યું, “રાજન, તેં આ વખતે પણ સાચો જવાબ આપ્યો છે.” આટલું કહીને વેતાળ ફરી ઊડીને ઝાડ પર લટકી ગયો. રાજા વિક્રમાદિત્ય તેને પકડવા તેની પાછળ દોડયા.

વાર્તામાંથી બોધ : તપાસ કર્યા વિના કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ.