વિક્રમ વેતાળ ભાગ 14 : રાજે ચોરને ફાં-સી આપી છતાં ભગવાને તેને પાછો જીવતો કેમ કર્યો, જાણો કારણ

0
381

ફરી એકવાર રાજા વિક્રમાદિત્ય, વેતાળને ઝાડ પરથી ઉતારીને પોતાના ખભા પર લઈને યોગી તરફ આગળ વધવા માંડે છે. આ દરમિયાન વેતાળ ફરીથી રાજાને એક નવી વાર્તા સંભળાવે છે અને શરત એ જ હોય ​​છે કે જો રાજા મોઢું ખોલશે, તો તે ઉડી જશે અને જો તેને જવાબ ખબર હોવા છતાં પણ ના આપ્યો તો ગરદનને ધડથી અલગ કરી દેશે. વેતાળ રાજાને વાર્તા સંભળાવે છે.

ઘણા વર્ષો પહેલા અયોધ્યા નગરીમાં વીરકેતુ નામનો રાજા રાજ કરતો હતો. આ જ રાજ્યમાં એક શાહુકાર પણ રહેતો હતો. શ્રીમંત શાહુકારનું નામ હતું રત્નદત્ત. તેમને એક જ સુંદર પુત્રી હતી, રત્નાવતી. રત્નાવતી માટે ઘણા સંબંધો આવ્યા, પરંતુ તે કોઈની સાથે લગ્ન કરવા રાજી ન થઈ. જેના કારણે તેના પિતા ખૂબ જ પરેશાન રહેતા હતા. રત્નાવતીને માત્ર સુંદર અને ધનવાન જ નહીં પરંતુ બુદ્ધિશાળી અને બળશાળી વર જોઈતો હતો.

એકબાજુ રત્નાવતીના પિતા તેમની પુત્રીથી પરેશાન હતા. બીજી તરફ, નગરમાં ચોરી થવા લાગી હતી, જેના કારણે રત્નદત્તને હંમેશા ડર રહેતો હતો કે ક્યાંક ચોર તેમના ઘરમાંથી બધા પૈસા લઈને ના જતો રહે. આ દરમિયાન, રત્નાવતીની મુલાકાત અનાયાસે ચોર સાથે થઈ જાય છે. રત્નાવતીને લોકોના ઘરેથી ફળો તોડીને ખાવામાં ખૂબ આનંદ આવતો હતો. તે ચોર રત્નાવતીને કેરીઓ ચોરતા શીખવે છે. તે છોકરી તેનાથી ખૂબ જ પ્રભાવિત થાય છે અને દરરોજ તેને મળવા લાગે છે. સમય જતાં, તેને ચોર સાથે પ્રેમ થઈ જાય છે.

આ બાજુ ચોર રોજ રત્નાવતીને મળ્યા પછી ચોરી કરવા નીકળી જતો હતો. બીજી બાજુ, અયોધ્યામાં વધી રહેલી ચોરીઓથી પરેશાન રાજાએ તમામ મંત્રીઓ અને રક્ષકોને ઠપકો આપતા કહ્યું કે, નગરમાં દરરોજ ચોરીની ઘટનાઓ બની રહી છે, પરંતુ ન તો રક્ષક તેને પકડી શકવા સક્ષમ છે કે ન તો કોઈ મંત્રી તેને પકડવાની યોજના બનાવી શક્યા છે.” આ પછી રાજાએ પોતે જ ચોરને પકડવાનું નક્કી કર્યું. ચોરને પકડવા માટે રાજા રોજ રાત્રે વેશ બદલીને નગરમાં ફરવા લાગ્યા.

એક દિવસ રાજાએ રાત્રે કોઈને એક ઘરમાં કૂદતા જોયા. રાજાને શંકા જતાં તે પણ તેની પાછળ ગયો. રાજા ત્યાં પહોંચતા જ ચોરે તેને જોયો અને કહ્યું, “અરે! મને લાગ્યું કે અહીં હું જ માત્ર ચોર છું. તું પણ અહીં ચોરી કરવાના ઇરાદે આવ્યો છે.” રાજા કંઈ બોલતા નથી. આ પછી ચોર કહે છે કે તું પણ ચોરી કરવાના ઈરાદે આવ્યો છે અને હું પણ. તેથી તારે મારાથી ડરવાની જરૂર નથી. તું એક રીતે મારો મિત્ર થયો.” પછી ચોર રાજા વીરકેતુને તેના ઘરે આવવા આમંત્રણ આપે છે. ચોરની વિનંતી સાંભળીને રાજા તેની સાથે જાય છે.

ચોર તેમને પોતાની ગુફામાં લઈ જાય છે, જ્યાં તેણે ચોરીનું બધું ધન સંતાડી રાખ્યું હતું. ગુફામાં આટલી બધી સંપત્તિ અને સુખ સુવિધાઓ જોઈને રાજા વીરકેતુ આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર પછી રાજાએ ચોરને પૂછ્યું, “તેં આટલા પૈસા ભેગા કર્યા છે. તને ચોરી કરતા ડર નથી લાગતો?”

ચોર મોટેથી હસે છે અને કહે છે, “રાજાના સૈન્યમાં કોઈ સાહસી નથી કે નથી તેઓ પોતાનું કામ ઈમાનદારીથી કરતા. જો એક વ્યક્તિએ પણ પોતાનું કામ ઈમાનદારીથી કર્યું હોત, તો મને પકડવામાં આટલી મુશ્કેલી ના પડત. એક ચોર રાજાની આખી સેના પર ભારે પડી રહ્યો છે. ત્યાં કોઈ યોદ્ધા જ નથી.” આ સાંભળીને રાજાએ પોતાની ત-લ-વા-ર કાઢી અને ચોર સાથે યુદ્ધ કરીને તેને કેદ કરી લીધો.

ચોર ચોંકી ગયો. થોડા સમય પછી તેને સમજાયું કે રાજા આટલા લાંબા સમય સુધી વેશ બદલીને તેની સાથે હતા. રાજા વીરકેતુ તેને પોતાની સાથે મહેલમાં લઈ જાય છે અને તેને મ-રૂ-ત્યુ-દંડની સજા આપે છે. ચોર પકડાઈ ગયો છે અને તેને ફાં-સી પર લટકાવવાનો છે એવી જાહેરાત થતાં જ રત્નાવતી પરેશાન થઈ જાય છે. તેને ખબર પડી ગઈ હતી કે રાજ્યમાં જે વ્યક્તિ ચોરી કરતો હતો, તે જ તેને કેરીઓ ચોરતા શીખવતો હતો.

પરેશાન થઈને, રત્નાવતી તેના પિતા રત્નદત્તને કહે છે, “પિતાજી, જે વ્યક્તિને મેં મનોમન મારા પતિ તરીકે સ્વીકારી લીધો છે, તેને રાજાએ પકડી લીધો છે અને તેને ફાં-સી ઉપર લ-ટ-કા-વ-વા જઈ રહ્યા છે. તમે કંઈક કરો.” રત્નદત્ત પોતાની દીકરીની વાત સમજી શકતા નથી. તે પછી તે પોતાના પિતાને ચોર અને તેની સાથેની થયેલ મુલાકાત વિશે વિગતવાર જણાવે છે અને કહે છે કે તે તેના વિના જીવી શકશે નહીં.

રત્નદત્ત તેની પુત્રીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે પુત્રી નથી માનતી ત્યારે તે મજબુર થઈને રાજા પાસે ચાલ્યા જાય છે. તે રાજાને કહે છે કે તેની પુત્રી રત્નાવતી ચોરને ખૂબ પ્રેમ કરે છે. જો તેને ફાં-સી આ-પ-વા-માં આવશે, તો તે પોતાનો જીવ પણ આપી દેશે.

વેપારી તેની પુત્રીને માટે રાજાને સોનાના સિક્કા અને ચોર દ્વારા ચોરી કરેલા તમામ પૈસા આપવાનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ રાજા કોઈનું સંભળાતો નથી. થોડા સમય પછી રત્નાવતી મહેલમાં પહોંચે જાય છે. તે પણ રાજાને આગ્રહ કરે છે, પરંતુ રાજા કોઈની વાત સાંભળતો નથી અને જલ્લાદને ચોરને ઝડપથી ફાં-સી આ-પ-વા-નું કહે છે.

જ્યારે ચોરને ફાં-સી આપવામાં આવી રહી હોય છે, તે પહેલા રડે છે અને પછી મોટેથી હસવા લાગે છે. ચોરને ફાંસી આપતા જ ​​છોકરી પણ પોતાનો જીવ આપવાનો પ્રયત્ન કરે છે. તે જ સમયે આકાશવાણી થાય છે. ભગવાન રત્નાવતીને કહે છે, “હે દીકરી! તારો પ્રેમ ખૂબ જ પ્રવિત્ર છે. તારો આ પ્રેમ જોઈને અમે ખૂબ જ ખુશ થયા છીએ. તું જે પણ માંગવા ઈચ્છે છે તે માંગ.”

આ સાંભળીને રત્નાવતી કહે છે, “મારા પિતાને કોઈ પુત્ર નથી, તમે તેમને આશીર્વાદ આપો કે તેમને સો પુત્રો થાય.” ફરી એકવાર, આકાશવાણી થાય છે, “એવું જ થશે, પરંતુ તું કોઈ બીજું વરદાન પણ માંગી શકે છે.” ત્યારે રત્નાવતી કહે છે, “હું તે ચોરને ખૂબ પ્રેમ કરું છું, જો તમે તેને જીવિત કરી શકતા હોય તો તેને જીવતો કરી દો.” રત્નાવતીના વરદાન માંગતાની સાથે જ ચોર ફરીથી જીવતો થઈ જાય છે.

અહીં, રાજા આ બધું જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે. બીજી તરફ, ચોર જીવતો થયા પછી ફરી રડે છે અને પછી મોટેથી હસવા લાગે છે. આ દરમિયાન, રાજા ચોરને કહે છે, “જો તું સાચા માર્ગ પર ચાલવાનું વચન આપે, તો હું તમને રાજ્યનો સેનાપતિ જાહેર કરવા તૈયાર છું”. ચોર ખુશીથી હા કહે છે.

આ વાર્તા સંભળાવતા જ વેતાળ મૌન થઈ જાય છે. પછી વિક્રમાદિત્યને પૂછે છે, “હે રાજન! મને કહે કે ચોર ફાં-સી પર લટકતી વખતે અને જીવતા થયા પછી કેમ પહેલા રડ્યો અને પછી હસવા લાગ્યો. રાજાએ જવાબ આપ્યો, “સાંભળ વેતાળ, ચોરને દુઃખ એ વાતનું હતું કે તેણે જીવનમાં માત્ર ચોરી જ કરી, છતાં પણ આટલી સુંદર છોકરી તેના માટે મ-ર-વા તૈયાર છે. પછી તે હસ્યો કારણ કે તેણે વિચાર્યું કે, એક છોકરી જેની સાથે રાજકુમાર પણ લગ્ન કરવા માંગતો હોય, તે છોકરીને પ્રેમ થયો તે પણ એક ચોર સાથે.

અને ફરીથી જીવિત થયા પછી, તેને નવું જીવન મળ્યું એટલા માટે તે રડ્યો અને ભગવાનની રમત જોઈને તે ખુશ થતા હસ્યો. ફરી એકવાર, સાચો જવાબ મળ્યા પછી વેતાળ ઉડી ગયો અને ઝાડ પર લટકી ગયો.

સત્ય અને પરિશ્રમનો માર્ગ અપનાવીને વ્યક્તિ પોતાના ભૂતકાળના ખરાબ કર્મોને હરાવી શકે છે.

વાર્તામાંથી બોધ : પ્રથમ બોધ એ મળે છે કે પ્રેમમાં મોટી શક્તિ હોય છે. બીજો બોધ એ છે કે જીવનમાં યોગ્ય વ્યક્તિની પસંદગી કરીને ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે.