વિક્રમ વેતાળ ભાગ 19 : પિંડદાનનો સાચો હકદાર કોણ, ચોર, બ્રાહ્મણ કે રાજા, સ્ટોરી વાંચી જવાબ આપો.

0
1048

દર વખતની જેમ આ વખતે પણ રાજા વિક્રમાદિત્ય વેતાળને ખભા પર લઈને આગળ વધવા લાગ્યા. મુસાફરી લાંબી હતી, તેથી વેતાળે ફરીથી રાજાને નવી વાર્તા કહી. વેતાળ કહે છે…

આ વાર્તા છે વિધવા ભાગવતી અને તેની પુત્રી ધનવંતીની. ભાગવતી વિધવા થયા પછી તેના પતિના સંબંધીઓ તેના બધા પૈસા લઈ લે છે અને ભાગવતી અને તેની પુત્રીને ઘરની બહાર કાઢી મૂકે છે. આ પછી માં-દીકરી બંને બીજા શહેરમાં ચાલ્યા જાય છે. રસ્તામાં જ્યારે બંને એક જગ્યાએ આરામ કરવા માટે રોકાય છે, ત્યાં એક સૈનિકે એક ચોરને બાંધીને રાખ્યો હોય છે. ચોરને તરસ લાગે છે અને તે ભાગવતી અને તેની પુત્રી ધનવંતીને પાણી આપવા વિનંતી કરે છે. તેઓ તેને પાણી આપે છે.

પાણી પીધા પછી, તે માતા અને પુત્રીને તેમની સાથે શું થયું તે વિશે બધું પૂછે છે. બધું સાંભળ્યા પછી ચોર ધનવંતી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ સાંભળીને ભાગવતી ગુસ્સે થઈ જાય છે અને સૈનિકને ચોર વિશે જણાવે છે. સૈનિક પણ ચોર પર ગુસ્સો વ્યક્ત કરે છે અને કહે છે, “થોડા દિવસોમાં તને ફાં-સી આપવામાં આવશે અને તું લગ્ન કરવાની વાત કરે છે.”

આ સાંભળીને ચોર કહે છે, “મેં ઘણા પાપ કર્યા છે, હવે એવું લાગે છે કે કોઈ એવું હોવું જોઈએ જે મ-રૂ-ત્યુ પછી મને પાણી આપી શકે. મારે કોઈ બાળક નથી, હું શાંતિથી મ-રી પણ શકતો નથી, હું ભૂત બનીને ભટકીશ.

થોડા સમય પછી સૈનિક આરામ કરવા ગયો. સૈનિકના ગયા પછી ચોરે ભાગવતી અને તેની પુત્રી ધનવંતીને તેની છુપાયેલી સંપત્તિ વિશે કહેવાનું શરૂ કર્યું, તેણે કહ્યું, “જો તમે તમારી પુત્રી ધનવંતીના લગ્ન મારી સાથે કરશો, હું તમને મારી છુપાવેલી સંપત્તિ વિશે કહીશ, હું મ-રી જઈશ તે પછી તમે બંને તે પૈસાથી તમારું આખું જીવન આરામથી પસાર કરી શકશો. તેની વાત સાંભળીને બંને વિચારમાં પડી ગયા.

ધનવંતીની માતા ભાગવતીએ ચોરને પૂછ્યું, “તમે આ કેમ કરવા માંગો છો?” તો ચોરે કહ્યું, “લગ્ન પછી મને જે બાળક થશે તે મારા મ-રૂ-ત્યુ પછી પિંડ દાન કરશે, જેથી હું મુક્ત થઈશ અને મારે ભૂત નહિ બનવું પડે.” આ બધું સાંભળ્યા પછી ભાગવતી પોતાની દીકરીના લગ્ન ચોર સાથે કરાવવા માટે સંમત થાય છે.

બંનેના લગ્ન થઈ જાય છે અને ટૂંક સમયમાં બંનેને એક બાળક પણ થાય છે. પછી ચોરને ફાં-સી આપવામાં આવે છે. ભાગવતી અને ધનવંતી ખૂબ દુઃખી થાય છે. થોડા દિવસો પછી ભાગવતીને યાદ આવે છે કે ચોરે મૂર્તિની સામે જમીનની નીચે એક ગુફામાં ખજાનો છુપાવ્યો હતો. માં-દીકરી બંને ત્યાં જોવા જાય છે અને જમીન ખોદવાનું શરૂ કરે છે, પછી તેમને ત્યાં સોનું, ચાંદી અને પૈસા મળે છે.

ધનવંતી હજી પણ ઉદાસ રહે છે અને કહે છે, “જો મને પૈસા ન મળ્યા હોત, પણ જો તે જીવતો હોત તો મને બધું મળી ગયું હોત.” ભાગવતી દીકરીને સમજાવે છે કે, “પૈસા હશે તો બધાં સુખ મળશે.”

તે પછી માં-દીકરી બંને નવા નગરમાં જાય છે અને પોતાનું જીવન ખુશીથી જીવવા લાગે છે. થોડા સમય પછી, ભાગવતીની બહેનપણીઓ ધનવંતીના લગ્ન વિશે પૂછવા લાગે છે. ભાગવતી કહે છે, “હું મારી દીકરીના લગ્ન કરાવવા માંગુ છું, પરંતુ છોકરો એવો હોવો જોઈએ કે તે ઘર-જમાઈ બનીને રહે.” પછી થોડા સમય પછી એક પંડિતનો છોકરો તેમના ઘરે આવે છે, જેની સામે ભાગવતી તેની પુત્રી ધનવંતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. તેનું મોટું ઘર અને પૈસા જોઈને તે છોકરો લાલચમાં આવી જાય છે અને લગ્ન માટે રાજી થઈ જાય છે.

તે થોડો સમય તેમની સાથે રહે છે અને તેમનો વિશ્વાસ જીતીને એક રાત્રે તે ઘરના તમામ દાગીના અને પૈસા લઈને ભાગી જાય છે. આ દુઃખથી ધનવંતીની માતા ભાગવતીનું અ-વ-સા-ન થયા છે અને ધનવંતી ગરીબ અને એકલી બની ગઈ. તે પછી તે તેના બાળક સાથે તે નગર છોડીને બીજા નગરમાં જતી રહે છે. સમય વીતતો ગયો અને ધનવંતીએ કોઈક રીતે આજીવિકા કરવા માંડી. ધીરે ધીરે ધનવંતીનું બાળક પણ મોટું થવા લાગ્યું.

એક દિવસ માતા અને પુત્ર બંને રસ્તા પર ચાલતા હતા, ત્યારે બંનેએ એક રાજકુમારને જોયો, જેની ગરદનને એક અજગરે જકડી રાખી હતી. ધનવંતીના પુત્રએ ઘણી મુશ્કેલીઓ પછી તે અજગરને રાજકુમારના ગળામાંથી બહાર કાઢ્યો, પરંતુ અફસોસ એ વાતનો હતો કે ત્યાં સુધીમાં રાજકુમાર મ-રી-ગ-યો હતો. દરમિયાન, રાજકુમારના પિતા જે તે રાજ્યના રાજા હતા તે ત્યાં પહોંચી ગયા. પુત્રના મ-રૂ-ત્યુ-થી-તે-ને ખૂબ જ દુઃખ થયું, પરંતુ ધનવંતીના પુત્રની હિંમત જોઈને રાજાએ ધનવંતીના પુત્રને દત્તક લેવાનું નક્કી કર્યું. ધનવંતી અને તેનો પુત્ર મહારાજ સાથે રહેવા લાગ્યા.

ધનવંતીના પુત્રએ જોત જોતામાં જ મહેલ અને રાજાના તમામ કામ શીખી લીધા અને રાજાના પુત્રની જગ્યા લીધી. રાજાની ઉંમર ઘણી વધુ થઈ ગઈ હતી અને થોડા સમય પછી રાજાનું અ-વ-સા-ન થયું. મ-ર-તા પહેલા રાજાએ આખું રાજ્ય ધનવંતીના પુત્રને સોંપી દીધું અને તેને રાજા બનાવ્યો. ત્યારપછી ધનવંતીએ પોતાના પુત્રને કહ્યું કે, પિતાના મ-રૂ-ત્યુ પછી પુત્રએ પિતાની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને પિંડદાન કરવા પડે છે. આ સાંભળીને તેનો પુત્ર તેની માતા ધનવંતી સાથે પિંડદાન કરવા નીકળ્યો. જ્યારે તે નદીના કિનારે પહોંચ્યો ત્યારે તેને ત્રણ હાથ દેખાયા.

આટલી વાર્તા કહ્યા પછી વેતાળ અટકી ગયો અને દર વખતની જેમ આ વખતે પણ તેણે રાજા વિક્રમાદિત્યને પ્રશ્ન પૂછ્યો, “રાજન કહો, તે છોકરાના પિતા કોણ છે? ધનવંતીનો દીકરો કયા હાથમાં પિંડ આપશે? આમાં એક હાથ એ ચોરનો છે, જેની સાથે શરૂઆતમાં ધનવંતીના લગ્ન થયા હતા. બીજો હાથ એ માણસનો છે જેણે પૈસાના લોભમાં ધનવંતી સાથે લગ્ન કર્યા હતા અને ત્રીજો હાથ એ રાજાનો છે, જેણે ધનવંતીના પુત્રને પોતાના પુત્ર તરીકે દત્તક લીધો હતો.

વિક્રમાદિત્યએ જવાબ આપ્યો, “તે છોકરાના પિતા ચોર છે, જેમણે ધનવંતી સાથે બધા રીત રિવાજ સાથે લગ્ન કર્યા હતા. બીજા માણસે લાલચથી ધનવંતી સાથે લગ્ન કર્યા હતા અને રાજાએ બસ પોતાનું કામ કર્યું હતું. ચોર ધનવંતીનો સાચો પતિ અને તેના પુત્રનો પિતા છે, કારણ કે તે કોઈ પણ સ્વાર્થ વગર મ-ર-તા પહેલા ધનવંતી માટે પૈસા મૂકી ગયો હતો, જેથી તે આરામથી જીવન જીવી શકે.

આ સાંભળીને વેતાળ ખૂબ જ ખુશ થઈ ગયો અને ગાઢ જંગલમાં તે જ ઝાડ પર જઈને ઊંધો લટકી ગયો.

વાર્તામાંથી બોધ : જે વ્યક્તિ કોઈ પણ સ્વાર્થ વગર કોઈ કામ કરે છે, તેને કોઈ ને કોઈ સમયે સારું પરિણામ ચોક્કસ મળે છે.