ગામડાની સવાર : આ નાનકડા લેખ દ્વારા તમને પણ યાદ આવી જશે, તમે વિતાવેલી ગામની સવાર.

0
493

આમ તોહ રોજ દિવસ આથમે છે અને રાત થઈ જાય છે અને પાછું સવાર પડી જાય છે અલગ અલગ લોકો અને પોત પોતાની અલગ અલગ સવરે હોઈ છે જેમાં ,

શહેર સવારે કેટલા વાગે પડે એ નથી ખબર પડતી કારણ કે આપણે રાતે સુઈ અને પછી જ્યારે ઉઠીએ એને સવાર કહેવાય છે માટે શહેરમાં ઉઠવામાં મોડું હોય માટે ક્યારે સવાર પડે એ કઈ ખબર નથી હો…..

બાકી ગામળાની સવાર વિષે આજે આપણે વાત કરીશુ ..!

વાત મારા ગામ નિજ કરવાની છે મારા ગામ નો અનુભવ અને અનુભવીઓ પાસેથી સાંભળેલી વાતો છે.

સામન્ય રીતે ગામળાઓમાં ઠાકર ભગવાન એટલે કે ગામનો ચોરો જેમાં રામ અને ઠાકરજીની આરતી ઝાલર સાંજે સાતેક વાગે થાય છે અને ત્યારે પછી ગાય અને ભેંસ ડોવા મા આવે અને ત્યાર બાદ વારુ કરવામાં આવે છે સાંજનું ખાવાનું પછી ગામમાં એક ચકર મારી અને નવક વાગે સુય જાય.

પછી વહેલા સવરે ચારેક વાગે એટકે ઉઠી જાય, અને ઠાકરની આરતી થાય બાદમાં શંકર ભગવાનના મંદિર એ દર્શન કરવા જવાનું બાદમાં ઘરે પાસા આવુંને શિરામણ કરવાનું પાચક વાગે ત્યાં નવરા થઈને ખેતર વાય જાય.

ખેતર નું વહમૂ કામ હોય એ સવારમાં સાતેક વાગ્યા સુધીમાં કરીને પાછા ઘરે આવીને પાછા બધા ઢોરાને ખેતરે લયને પાછું જવાનું તેને નીળ પૂરો નાંખીને કામે લાગી જવાનું હોઈ છે.

જ્યાં સવારના દહેક વાગે ત્યાં ખેતરેજ ચા બનાવી ને પિ નાખે અને બાર વાગે ત્યાં ઘરે થી ગરમાં ગરમ ભાત પણ આવી જાય. અને ભાત ખાય ને પછી એકાદ કલાક આરામ કરી ને પાછું કામે લાગી જવાનું હોય.

આમ સાંજ ના ચાર-છાળા ચાર થાય એટકે બળદ ગાડું અને ઢોરા ને લય ને ઘરે આવી જવાનું થાય અને ત્યાર બાદ ની આપણે આગળ વાત કરી તેમ ચાલ્યા કરે છે…..!!!

“આમ તોહ ગામડાની સવાર એ વહેલી સવાર

બાકી શહેરમાં સવાર એ મોટો એક તહેવાર”

લી. જીતેન્દ્ર ચાવડા(જીવાપર) (અમરકથા)