“વિરહી વેરાગણની વેદના” શંકરસિંહ સિંધવ દ્વારા રચિત વેદનાનું આ ગીત આંખો ભીની કરી દેશે.

0
389

વિરહી વેરાગણની વેદના…

રચના : શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર, વઢિયાર)

વાટડી નિહાળુ હુ વ્હાલમની વાટયે , મીટ ઘડી ઘડી કેડીએ હુ દેતી,

વિરહની વેદના વણસી છે હાડ મહી શ્વાસ સાજનનુ નામ લઈને લેતી,

અષાઢે આવવાનો દીધો’તો કોલ એને, શ્રાવણીયો છટકીને હેંડ્યો,

એક એક દન સખી સહયો ના જાતો મે માંડ માંડ એને છે વેંઢયો,

પૂછે છે આંખ લાલ જોઈ ભાભલડી તો અવળો જવાબ એને દેતી,

વિરહની વેદના વણસી છે હાડ મહી શ્વાસ સાજનનુ નામ લઈને લેતી,

ઉમટયા છે પુર એવા નેહની આ નદીયુમાં ઓરતા તણાઈને જાતા,

મધરાત્યુ માંડ માંડ કાઢુ વિજોગણી ત્યાં વાયરા પરોઢના વાતા,

બસુરા લાગે છે વાંસળીના સુર હાડ ચી રીને યમુના હો વહેતી,

વિરહની વેદના વણસી છે હાડ મહી શ્વાસ સાજનનુ નામ લઈને લેતી,

પનઘટની પાર પર બોલે કોયલડી એના ટહુકા ભોંકાતા મારા ઉરે,

વ્હાલા વાહોલિયા વાલમને કે’જે વિરહી વૈરાગણ તને ઝુરે,

“શંકર” બચ્યા છે શ્વાસ થોડેરા કાયામાં વાત ઝાઝેરી કાંઈ નથી કે’તી,

વિરહની વેદના વણસી છે હાડ મહી શ્વાસ સાજનનુ નામ લઈને લેતી.

રચના : શંકરસિંહ સિંધવ (લોકસાહિત્યકાર, વઢિયાર)