કોઈ સારા કારણ માટે બોલવામાં આવેલું જુઠ, પુણ્ય કહેવાય કે પાપ

0
507

ખોટું બોલવું પાપ છે, તો કોઈના સારા માટે બોલવામાં આવેલું ખોટું તે પાપ કહેવાય કે પુણ્ય

ઉપનીષદ્દથી લઈને દર્શન શાસ્ત્ર સુધીમાં કર્મોને લઈને વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તે મુજબ આત્મા જયારે શરીર છોડે છે, તો તેના ભવિષ્યનો નિર્ણય આ આધાર ઉપર થાય છે કે તેના કર્મ કેવા રહે છે. જો વ્યક્તિના કર્માશયમાં 50% થી વધુ પુણ્ય કર્મ હોય તો તેને ફરીથી મનુષ્ય શરીર મળે છે. અને 100% નિષ્કામ પુણ્ય કર્મ હોય તો મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલા માટે લોકો વધુમાં વધુ પુણ્ય કરે છે. જેથી મૃત્યુ પછી પણ તેને કષ્ટ ભોગવવું ન પડે. શાસ્ત્રોમાં ખોટું બોલવું મોટું પાપ માનવામાં આવે છે.

નાનું એવું જુઠ પણ અપાવે છે મોટી સજા

જ્યોતિષાચાર્ય વેદાશ્વપતિ આલોક કહે છે કે વ્યક્તિએ દરેક સ્થિતિમાં જુઠ બોલવાથી દુર રહેવું જોઈએ કેમ કે દરેક જુઠ આપણા પાપ કર્મો વધારી જાય છે. ત્યાં સુધી કે સારા કામ કે કારણ માટે બોલવામાં આવેલું જુઠ પણ પાપની શ્રેણીમાં જ આવે છે. ઉદાહરણ માટે જો કોઈ ગાય કસાઈથી બચીને ભાગતી ભાગતી આપણી પાસે આવી જાય અને આપણે તેને છુપાવી લઈએ. પાછળથી કસાઈના પૂછવાથી આપણે ખોટું બોલી દઈએ તો આપણે ખોટું બોલવાનું પાપ તો ભોગવવું જ પડશે. એવા કર્મ મિશ્રિત કર્મ કહેવાય છે એટલે કે તે આપણેને પુણ્ય અને પાપ બંનેના ભાગીદાર બનાવે છે.

ગરુડ પુરાણમાં પણ છે ઉલ્લેખ

ગરુડ પુરાણમાં પણ ખોટું બોલવાને પાપની શ્રેણીમાં મુકવામાં આવે છે અને એવા લોકોને નર્કમાં મળતી યાતનાઓ વિષે પણ જણાવવામાં આવે છે. જયારે આજના સમયમાં લોકો વાત વાતમાં ખોટું બોલે છે અને એવી સ્થિતિ તેમની હાલના જીવન અને મર્યા પછીની સ્થિતિ માટે પણ સારું નથી. ચોરી કરવી, ખોટું બોલવું વ્યક્તિના જીવનમાં પણ સજા અને મુશ્કેલીઓ અપાવે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી ઉપર આધારિત છે. ઝી ન્યુઝ તેની પુષ્ટિ નથી કરતું.)