વિશ્વકર્માએ બનાવેલ દૈવીય ધનુષ્ય-બાણ છોડીને શ્રીરામે વાનરોના ધનુષ્ય-બાણ કેમ પસંદ કર્યા, વાંચો ખાસ પ્રસંગ.

0
532

મહાઋષિ અગત્સ્યે પોતાની પાસે રહેલા અમોધ શ-સ્ત્રો ભગવાન રામ પાસે ખુલ્લા મુક્યા.

શ-સ્ત્રોની ઓળખ આપવાનું શરુ કર્યું.

પહેલું બાણ હીરા જડેલું હતું.

પ્રભુ આ બાણ વિશ્વકર્માએ બનાવેલું છે. ઇન્દ્ર પાસેથી મને મળ્યું છે.

આ તીરો જોવો સોના જેવા ચમકે છે. તે બ્રહ્માએ આપેલા છે.

આ બાણના ભાથો જોવો છોને, તેની ખૂબી એ છે કે તેમાંથી ગમે તેટલા બાણ કાઢો ક્યારેય ખૂટતા નથી.

આ બાણો તેના ફણા ઉપર જેનું નામ તમે ઉચ્ચારો તેનું નિશાન તે જાતે લે છે.

અગત્સ્ય વાત કરતા હતા ત્યાં વાનર સેના આવી. ભગવાને એક ઝાડ પાસે લઇ ગઈ. ત્યાં પડેલું ધનુષ્ય ભગવાનને દેખાડ્યું.

દક્ષિણની પદ્ધતિથી બનાવેલું બાણ સાદું હતું. તેની દોરી મૃગના ચા-મ-ડાની હતી.

તેનો જથ્થો સાગરના એક કિનારેથી બીજા કિનારે ફેરવવો સહેલો પડે તેવો હતો.

તે માત્ર માનવજ નહિ પણ વાનર અને રીંછ જાતિના યોદ્ધાઓ પણ કુશળતાથી ચલાવી શકે તેવા હતા.

તેના ઉપર વાનરોએ થોડા ફૂલો મુક્યા હતા. વાનરો પણ રામને શ-સ્ત્ર આપવા માંગતા હતા.

રામે તે બાણ પણ ઉઠાવ્યું. હાથમાં થોડું ઝુલાવી સમયને તોળાતા હોઈ તેમ તેની હળવાશ માપી.

પછી રામે દરેક વાનરોને પ્રેમથી પંપાળ્યા. ધનુષ્ય હાથમાં લઇ અને ફરી પાછા અગત્સ્યના આશ્રમ તરફ ચાલવા લાગ્યા.

વાનરો પણ રામ સાથે ચાલતા હતા. રામના પગ સાથે વાનરના ચાર પગોનું તાલમેલ એ હકીકત દર્શવાતું હતું કે રાજીવનેત્ર રામ વાનરોને નેતૃત્વ આપશે, વાલીનો વ-ધ કરશે અને સુગ્રીવને ક્રિષ્કીન્ધાનો રાજા બનાવશે.

આર્યો દક્ષિણ તરફ આગળ વધી રહ્યા હતા. માત્ર ઋષીઓનું જ નહિ પરંતુ વાનર, ગીધ, રીંછ અને હરણ જાતિઓનું પણ સન્નમાન મેળવી રહ્યા હતા.

– સાભાર અતુલ રાવ.