શનિ દેવની કૃપાથી વૃષભ રાશિના આ લોકોને મળશે શુભ પરિણામ અને સફળતા, વાંચો વાર્ષિક શનિ રાશિફળ.

0
1977

વૃષભ રાશિ વાળા માટે વર્ષ 2022 શનિ ગ્રહ અનુસાર કેવું રહેશે, કેટલો થશે લાભ, અહીં જાણો તેના વિષે.

શાસ્ત્રો અનુસાર શનિદેવનો જન્મ સૂર્યની પત્ની સંધ્યાના ગર્ભમાંથી થયો હતો. શનિદેવે તેમની આધ્યાત્મિક તપસ્યાથી શિવને પ્રસન્ન કર્યા અને તેમના પિતા સૂર્યની જેમ શક્તિ પ્રાપ્ત કરી અને શિવે શનિદેવને વરદાન માંગવા કહ્યું.

શનિદેવે શિવને પ્રાર્થના કરી કે યુગો-યુગોથી મારી માતા છાયાનો પરાજય થયો રહ્યો છે, મારા પિતા સૂર્ય દ્વારા અનેકવાર તેમનું અપમાન થયું છે. તેથી માતાની ઈચ્છા છે કે, મારો પુત્ર તેના પિતા પાસેથી મારા અપમાનનો બદલો લે અને તેમના કરતા પણ વધુ શક્તિશાળી બને. ત્યારે ભગવાન શંકરે વરદાન આપ્યું અને કહ્યું કે, નવગ્રહોમાં તમારું સ્થાન શ્રેષ્ઠ હશે. તમારા નામથી મનુષ્ય પણ ડરશે. આવો જાણીએ વર્ષ 2022 માં શનિની વૃષભ રાશિ પર કેવી અસર રહેશે.

વૃષભ રાશિ : આ વર્ષે શનિ તમારી રાશિથી નવમા સ્થાનમાં રહેશે. શનિની ચાલ તમારા ભાગ્યોદય તરફ સંકેત આપી રહી છે, પરંતુ તમારે પૈસા સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવી પડશે. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો તમારા માટે ભારે પડી શકે છે. વ્યવસાયમાં નાણાંનું રોકાણ કરતા પહેલા તમારું સંશોધન સારી રીતે કરો. 29 એપ્રિલથી 12 જુલાઈની વચ્ચે શનિ દસમા ભાવમાં હોવાથી કામનો બોજ વધી શકે છે.

વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડી સાવચેતી રાખવાની જરૂર છે. પ્રેમ પ્રકરણ સંબંધિત બાબતો જાહેર થઈ શકે છે. આ વર્ષે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતાઓ પણ બની રહી છે. લગ્ન સંબંધોમાં મધુરતા રહેશે. નવી વસ્તુઓ પર પૈસા ખર્ચ થશે, પરંતુ સાથે જ તમારે આવક પર ધ્યાન આપવાની જરૂર છે. બાળક તમારા આદેશોનું પાલન કરશે.

ઉપાય – ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શ્નૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરો.

જુલાઇ 2022 માં થશે વક્રી : ગ્રહો ઘણી વખત માર્ગથી વક્રી અને વક્રીથી માર્ગી થતા રહે છે. અને 12 મી જુલાઈ 2022 ના રોજ શનિ ફરી એક વખત વક્રી ચાલ ચાલવા લાગશે. જેના કારણે મકર રાશિ પર ફરી વખત શનિની સાડાસાતી આવી જશે. એવી સ્થિતિ 17 જાન્યુઆરી, 2023 સુધી રહેશે, ત્યારબાદ તે માર્ગી થઈને કુંભ રાશિમાં ગોચર શરૂ કરશે.