વૃષભ રાશિ માટે આવનારું વર્ષ લઈને આવ્યું છે સારા પરિણામ, આવક વધારાની સાથે જીવનની અડચણ થશે દુર.

0
2451

વૃષભ રાશિફળ 2022 :

વર્ષ 2022 તમને સામાન્ય ફળ આપવાનારું રહેશે. 16 જાન્યુઆરીના રોજ મંગળનું ધનુ રાશિમાં થનારું ગોચર આઠમાં ભાવને અસર કરશે. આ ભાવને આયુષ્ય ભાવ પણ કહે છે. મંગળનું આ ગોચર ભાગ્યને સાથ આપવા વાળું છે. વર્ષ 2022 માં તમે જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકો છો.

જાન્યુઆરીથી જુન દરમિયાન વિદ્યાર્થી તેમના શિક્ષણમાં શુભ ફળ પ્રાપ્ત કરશે. મંગળ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની તક ઉભી કરશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમને અનુકુળ પરિણામ મળવાની શક્યતા છે. આરોગ્યમાં પણ યોગ્ય સુધારો આવશે અને તમે ઉત્તમ આરોગ્યનો આનંદ લેતા જોવા મળશો.

વર્ષ 2022 માં કારકિર્દીના ક્ષેત્રમાં અનુકુળ પરિણામ મળશે, તમે પ્રગતિ કરી શકશો. શનિ તમારી રાશિ માંથી નવમાં ભાવ એટલે ભાગ્ય ભાવમાં ઉપસ્થિત રહેશે, તે સ્થિતિ તમારી આવકમાં વધારો કરશે. એપ્રિલમાં ઘણા ગ્રહોનું રાશિ પરિવર્તન પણ થશે. ધન અને સંપત્તિ એકઠી કરવામાં આવતી અડચણ દુર થશે.

ઓગસ્ટમાં સૂર્ય અને બુધ ગ્રહનું સિંહ રાશિમાં એક સાથે હોવું સારા સંયોગ ઉભા કરશે. તે તમારી રાશિના ચતુર્થ ભાવમાં બુધાદીત્ય યોગનું નિર્માણ કરશે, જેથી આર્થિક તંગી દુર થઇ શકશે. તે દરમિયાન મંગળ ગ્રહ વૃષભમાં પોતાનું ગોચર કરશે જેની અસરથી કાર્યક્ષેત્રમાં પગાર વધારો થવાના યોગ ઉભા થશે.

વર્ષ 2022 ના નવેમ્બર મહિનામાં બૃહસ્પતિ (ગુરુ) રાશિથી અગિયારમાં ભાવમાં બિરાજમાન થશે, તે સ્થિતિ ઈચ્છાઓની પૂર્તિ માટે ખર્ચ વધારશે. વર્ષ 2022 માં મે મહિનાની મધ્યમાં ત્રણ ગ્રહો (મંગળ, શુક્ર અને ગૃરુ) એક સાથે જોડી બનાવશે જે જીવનમાં સારા ફળની સંભાવના દર્શાવી રહ્યા છે. ખાસ કરીને ઓગસ્ટથી લઈને ઓક્ટોબર સુધીના સમયગાળામાં તમારા ઘરમાં આનંદનું આગમન થશે.

આ વર્ષના અંતિમ મહિનાઓ એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડીસેમ્બરમાં સંતાન સુખ મળી શકે છે. બુધનું નવમાં ભાવમાં એટલે ભાગ્ય ભાવમાં ગોચર તમારા સંબંધોમાં પ્રેમ અને રોમાન્સમાં વધારો કરનારું રહેશે.