વૃંદાવનના કણ-કણમાં છે રાધે શ્યામ, અહીં રાધાની સાથે શ્રીકૃષ્ણના આ રૂપની થાય છે પૂજા

0
452

વાંચો બાંકે બિહારીની પૌરાણિક કથાની સાથે વૃંદાવનના દર્શનીય સ્થળો વિષે. મથુરાથી લગભગ 15 કી.મી. દુર આવેલુ વૃંદાવન એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થાન છે. આ સ્થાન ઉપર ગીરધરે રાધા સાથે રાચ રચ્યો હતો. આ નગરની શેરીઓ ગોપાલની ઘણી લીલાઓની સાક્ષી રહ્યું છે. વૃંદાવનની રજ માથા ઉપર લગાવવાથી વ્યક્તિનું જીવન ધન્ય બની જાય છે. વૃંદાવનને મથુરાનું જોડિયા શહેર કહેવામાં આવે છે. કેમ કે બંને જ સ્થળોમાં શ્રી કૃષ્ણ કણ કણમાં રહેલા છે. વૃંદાવનમાં લગભગ 5000 મંદિર છે. બધા મંદિરોને બિહારીના સંબંધમાં એક પ્રચલિત કથા વિષે જાણીએ.

બાંકે બિહારીની કથા : આમ તો નંદના ગોપાલની ઘણી કથાઓ પ્રચલિત છે, તેનાથી એક અમે અહિયાં રજુ કરી રહ્યા છીએ. એક સમયે ઠાકુર ભુપેન્દ્ર સિંહ નામના એક રાજા હતા. જેનું ભરતપુર પાસે એક શાસન હતું. ઠાકુરે તેનું આખું જીવન ભોગ વિલાસમાં પસાર કર્યું. ધર્મના નામ ઉપર તે ક્યારેક રામાયણની કથા તો ક્યારેક ભાગવત કથા કરાવતા અને તેને તે ધર્મ સમજતા હતા. ખોટી ઠાઠ અને દેખાડો કરવા વાળા ઠાકુર ભુપેન્દ્ર સિંહની પત્ની ભગવાન શ્રી કૃષ્ણમાં વિશ્વાસ ધરાવતી હતી અને દર વર્ષે વૃંદાવન જઈને શ્રી બાંકે બિહારીની પૂજા કરતી હતી.

એક વખત ઠાકુરની પત્નીએ બાંકે બિહારી માટે સુંદર વસ્ત્રોનું નિર્માણ કરાવ્યું, જેના વિષે ઠાકુરને ખબર પડી ગઈ. ઠાકુરે વસ્ત્ર ગુમ કરાવવા માંગતા હતા, એક દિવસ સમય શોધી ઠાકુરે ગીરધર માટે બનેલા વસ્ત્રો ગુમ કરાવી દીધા. જેના વિષે ઠાકુરની પત્નીને ખબર ન પડી અને તે વૃંદાવનમાં તે વસ્ત્રની રાહ જોવા લાગી. ઠાકુરે એ સમાચાર તેની પત્નીને વૃંદાવન જઈને આપવા માંગતા હતા. જયારે ઠાકુર વૃંદાવન પહોચ્યા, તો તેની પત્ની તેનો હાથ પકડીને તેને બાંકે બિહારી સામે લઇ ગઈ. ઠાકુર જેવા જ બાંકે બિહારી સામે પહોચ્યા, જોવે છે કે બાંકે બિહારીએ તે વસ્ત્ર પહેર્યા છે. જેને ઠાકુરે ગુમ કરાવ્યા હતા.

તે જોઈને ઠાકુર હેરાન પરેશાન થઇ જાય છે. ઠાકુરની પત્નીએ જણાવ્યું કે આ વસ્ત્ર ગઈ રાત્રે તેનો પુત્ર અહિયાં લઈને આવ્યો હતો અને જોઇને પાછો ફરી ગયો. તે સાંભળીને ઠાકુરનું મગજ ખરાબ થઇ ગયું. રાત્રે બાંકે બિહારી ઠાકુરના સપનામાં આવ્યા અને ઠાકુરને કહે છે, કેમ ચકિત થઇ ગયા કે વસ્ત્ર મારા સુધી કેવી રીતે પહોચ્યા. ગીરધર બોલ્યા કે આ દુનિયામાં જેને મારા સુધી આવવું છે, તેને દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી. વસ્ત્રનો વિચાર છોડ તું પોતાને જો, તુ પણ વૃંદાવન આવી ગયો. તે વાત સાંભળીને ઠાકુરની ઊંઘ ઉડી જાય છે. તે ક્ષણથી ઠાકુર બાંકે બિહારીની ભક્તિમાં લીન થઇ જાય છે.

વૃંદાવનના દર્શનીય સ્થળ : વૃંદાવનના દર્શનીય સ્થળોમાં બાંકે બિહારી મંદિર, શ્રી રાધા રમણ મંદિર, રંગાજી મંદિર અને ગોવિંદદેવ મંદિર મુખ્ય છે. જેના વિષે અમે આગળ જાણકારી આપી રહ્યા છીએ.

બાંકે બિહારી મંદિર : બાંકે બિહારી મંદિર વૃંદાવનના લોકપ્રિય મંદિરો માંથી એક છે. બાંકેનો અર્થ થાય છે ત્રણ ખૂણા ઉપર વળેલા, જે વાસ્તવમાં વાંસળી વગાડતા ભગવાન શ્રી કૃષ્ણની જ એક મુદ્રા છે. આ મુદ્રામાં મુરલીધર મંદિરમાં ઉપસ્થિત છે. મંદિરનું નિર્માણ ઈ.સ. 1860માં થયું હતું. મંદિરની વાસ્તુકળા રાજસ્થાની છે. જે જોવા જેવી છે. માનવામાં આવે છે કે બાંકે બિહારીની આ છબીને સ્વામી હરિદાસજીએ નિધિ વનમાં શોધી હતી. સ્વામી હરિદાસજી ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત હતા અને તેનો સંબંધ નીમ્બર્ક પંથ સાથે હતો. તે મંદિરનું 1921માં સ્વામી હરિદાસજીના અનુયાયીઓ દ્વારા પુનઃનિર્માણ કરાવવામાં આવ્યું.

શ્રી રાધા મંદિર : શ્રી રાધા રમણ મંદિર નિધિ વનની પાસે છે. મંદિરનું નિર્માણ ગોપાલ ભટ્ટ ગોસ્વામીના નિવેદન ઉપર ઈ.સ. 1542માં કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિ ઉપરાંત શિલ્પકળાની ગણતરીએ પણ આ મંદિર વૃંદાવનના ઉત્કૃષ્ટ મંદિરો માંથી એક છે. શ્રી રાધા રમણ મંદિરના ગૌડીયા વૈષ્ણવ પંથમાં વિશેષ મહત્વ છે. આ મંદિરમાં રાધા સાથે સૌથી નાના રૂપમાં શ્રી કૃષ્ણની પૂજા થાય છે.

રંગાજી મંદિર : આ મંદિર ભગવાન રંગનાથ કે રંગાજીને સમર્પિત છે. જે ઈ.સ. 1851માં બનીને તૈયાર થયું હતું. આ મંદિરના પ્રવેશ દ્વારા રાજપુત શૈલીનું છે. આ મંદિર શેષનાગની શૈયા ઉપર આરામ કરતા ભગવાન વિષ્ણુના સ્વરૂપને સામે લાવે છે. મંદિરના પ્રાંગણમાં તળાવ અને નયનાનિરામ બગીચો છે. આ મંદિર માર્ચ અને એપ્રિલ મહિનામાં થતા બ્રહ્મોત્સવ માટે પણ પ્રસિદ્ધ છે. સ્થાનિક લોકોમાં તેને રથ મેળાના નામથી ઓળખવામાં આવે છે. આ મેળો દસ દિવસ સુધી ચાલે છે.

ગોવિંદ દેવ મંદિર : ગોવિંદ દેવ મંદિર વૃંદાવનના પવિત્ર સ્થળો માંથી એક અલગ મહત્વ ધરાવે છે. તેનું નિર્માણ આમેરના રાજા માન સિંહે 1590માં કરાવ્યું હતું. આ મંદિર તેની અનોખી વાસ્તુકળા માટે પ્રસિદ્ધ છે. આ મંદિરની વાસ્તુકળા પારંપરિક મંદિરોથી અલગ છે. આ મંદિર એક ઊંચા ચબુતરા ઉપર બનેલું છે. જેના કારણે મુખ્ય કક્ષમાં પ્રવેશ કરવા માટે સીડીઓનો ઉપયોગ કરવો પડે છે. કહેવામાં આવે છે કે ઓરંગઝેબના સાશનકાળમાં આ મંદિર લુટી લેવામાં આવ્યું હતું.

કેવી રીતે પહોચવું વૃંદાવન? અહિયાં પહોચવા માટે તમે આવવાના તમે ત્રણે માધ્યમોનો ઉપયોગ કરી શકો છો.

વિમાન માર્ગ : મથુરાથી સૌથી નજીક વિમાનઘર આગ્રાનું છે. આગ્રાથી વૃંદાવનનું અંતર 65 કી.મી. છે. તે ઉપરાંત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનઘર નવી દિલ્હી છે. જ્યાંથી મથુરા જવા માટે સરળતાથી સાધન મળી રહે છે. અહિયાંથી વૃંદાવનનું અંતર 150 કી.મી. છે.

રેલ રસ્તે : વૃંદાવનમાં કોઈ રેલ્વે સ્ટેશન નથી. અહિયાંના નજીકના રેલ્વે સ્ટેશન મથુરામાં છે. જે વૃંદાવનથી 10 કી.મી.ના અંતરે આવેલું છે. મથુરા કેટ અને મથુરા જંક્શન માટે નિયમિત ટ્રેન ચાલે છે. સ્ટેશન પહોચ્યા પછી તમે ટેક્સી કે મોટર રીક્ષાથી વૃંદાવન ધામ પહોચી શકો છો.

રોડ રસ્તે : વૃંદાવન તમે દેશના કોઈ પણ શહેરથી રોડ રસ્તે આરામથી પહોચી શકો છો. તે ઉપરાંત રાજ્ય પરિવહન દ્વારા અહિયાં માટે ઘણી બસો ચલાવવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.