વૃશ્ચિક રાશિફળ 2022 : ભાગ્યનો મળશે સાથ, અલગ અલગ સ્ત્રોતોમાંથી સારો ધન લાભ કમાવામાં સફળ રહેશો.

0
1290

નવા વર્ષમાં વૃશ્ચિક રાશિના લોકોને કારકિર્દી, આર્થિક જીવનની સાથે કૌટુંબિક જીવનમાં આશાજનક પરિણામ મળશે.

વૃશ્ચિક રાશિફળ 2022 :

વર્ષ 2022 ની શરુઆતથી લઈને એપ્રિલ સુધી ઘણા બિનજરૂરી ખર્ચામાં વધારો થવાના સંકેત છે. આ વર્ષે કારકિર્દી, આર્થિક જીવનની સાથે સાથે કૌટુંબિક જીવનમાં પણ આશાજનક પરિણામ પ્રાપ્ત થશે. તમારા જીવનમાં થોડી સકારાત્મકતા આવશે. આ વર્ષ તમારા આર્થિક જીવનને સમૃદ્ધ બનાવશે.

આરોગ્ય સારું રહેશે અને શારીરિક સમસ્યાઓમાંથી પણ રાહત મળશે. શનિદેવની સ્થિતિ તમને માનસિક તણાવ આપતી રહેશે. જેની સૌથી વધુ તમારા અંગત જીવન પર અસર થશે. વર્ષ 2022 માં મે થી સપ્ટેમ્બર વચ્ચે ઘણા શુભ ગ્રહોનું ગોચર થશે.

જીવનમાં અનુકુળતા આવશે અને વધારે ધન એકઠું કરવામાં સફળ થશો. ઓગસ્ટમાં તમારા પિતાએ કોઈ પ્રકારની શારીરિક સમસ્યાનો સામનો કરવો પડશે. તેમના ખાવા પીવા અને જીવનશૈલી પ્રત્યે સાવચેતી રાખવી.

સપ્ટેમ્બર મહિના દરમિયાન, શુક્ર ફરીથી પોતાનું ગોચર તમારી રાશિના લાભ ગૃહમાં કરશે. ભાગ્યનો સાથ મળશે અને તમે અલગ અલગ સ્ત્રોતો માંથી સારો ધન લાભ કમાવામાં સફળ રહેશો.

એપ્રિલમાં શનિદેવનું ગોચર તમારા અને પ્રિયતમ વચ્ચેના ઝગડા અને ગેરસમજણનું કારણ બની શકે છે. દરેક વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરો. કન્યા રાશિમાં શુક્રનું ગોચર તમારા અગિયારમાં ગૃહમાં બિરાજમાન રહેશે જે શુક્રને તમારી રાશિમાં નબળો બનાવશે. તમે બંનેએ થોડા સમય માટે એક બીજાથી દુર પણ જવું પડશે.

પરણિત છો તો આ વર્ષની શરુઆત દાંપત્ય જીવન માટે સૌથી વધુ સારી રહેશે. પછી એપ્રિલના અંતિમ ચરણમાં શનિદેવનું સ્થાન પરિવર્તન થશે. ત્યારે થોડી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.