વૃષભ રાશિવાળા એટલે કે બ, વ, ઉ શબ્દવાળા લોકો ખૂબ ઝડપથી કરે છે પ્રગતિ, જાણો તેમના વિશે A to Z માહિતી.

0
908

ચાર્મિંગ હોવાની સાથે જબરજસ્ત પ્રબળ ઈચ્છાશક્તિ હોય છે વૃષભ રાશિના લોકોની, પ્રેમની બાબતમાં છે એકદમ સુરક્ષિત. વૃષભ જાતકો જબરજસ્ત ઈચ્છાશક્તિ ધરાવતા હોય છે. : ધ્યેય પર ધ્યાન આપવાનું તેમનામાં રહેલું સામર્થ્ય તેમને તેમની લક્ષ્યાંક સિધ્ધિ સુધી પહોચાડે છે. જીવનમાં સ્થિરતા અને સાદાઈ ભલે બીજાને કંટાળાજનક લાગતી હોય તેમ છતા તમે તમારા જીવનમાં આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમારી જીવનશૈલીને વ્યવહારુ અને કાર્યરત કરવા પ્રયત્નશીલ રહેશો. આપની અદભુત પ્રતિષ્ઠાને જોખમમાં મૂકે તેવા કોઈપણ બિનજરૂરી જોખમોને તમે હંમેશા ફગાવો છો. વૃષભ જાતકો બીજા લોકોની સંવેદનાઓને સમજે છે અને તેની કાળજી લે છે, જેના લીધે બીજું બધું જ સચવાઈ જાય છે.

શક્ય છે કે તમે સુખસુવિધાઓ અને ભૌતિક બાબતો પ્રત્યે વધુ પ્રમાણમાં આકર્ષાયેલા રહો અને લક્ષ્ય તરફ તમારું ઓછું ધ્યાન હોય. વૃષભ જાતકો ઘર અને કામકાજના સ્થળે વધુ આનંદપ્રદ અને આરામદાયક વાતાવરણ મળી રહે તેની ખાસ કાળજી રાખતા હોય છે. આપ સારા સંગીત, વસ્ત્રો, ભોજન અને સુંદર પડદા અને ગાલીચા જેવી ચીજો સાથે આપની આસપાસના વાતાવરણને વધુ જીવંત અને સુંદર બનાવવા માંગો છો. સૌથી વ્યવહારુ ગણાતી આ રાશિના જાતકોનો વિવેકી અને વ્યવહારિક દ્રષ્ટિકોણ તેમની એક શ્રેષ્ઠ ઓળખ છે. તમારા મતે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી ચીજો અંગે આપ માનો છો કે સાધન સંપત્તિની ભૌતિક દુનિયાથી પણ આગળ સાચી સુંદરતા રહેલી છે.

નામાક્ષર : બ, વ, ઉ

સ્વભાવ : સ્થિર

સારા ગુણ : ધૈર્યવાન, વિશ્વાસપાત્ર, ઉદાર, વ્યવહારુ, કલાત્મક, કલાપ્રેમી, માનવતાવાદી અને વફાદાર

નકારાત્મક ગુણ : સંકુચિત દ્રષ્ટિકોણ, આળસુ, જીદ્દી, સ્વચ્છંદી, પૂર્વગ્રહવાળા, આધિપત્યની ભાવનાવાળા તેમ જ ઉત્પાતિયા

વિશેષતાઓ : ઉદાર, દયાળુ, વફાદાર, સ્વચ્છંદી, આળસુ, હઠીલા, વ્યવહારુ, કલાપ્રેમી, ધૈર્યવાન, વિશ્વાસુ, પૂર્વગ્રહી, મર્યાદિત દ્રષ્ટિકોણ, ,અધીરા અને માલિકીભાવ ધરાવનારા.

વૃષભ ચિહ્ન : બળદ

ગ્રહ સ્વામીનો શુક્ર : પૃથ્વીની સૌથી નજીકનો બીજા ક્રમનો ગ્રહ શુક્ર છે, જે પ્રેમ અને કામેચ્છાનું ચિન્હ છે. શુક્ર રોમાન્સ અને સૌંદર્ય સાથે સંબંધ રાખે છે. જો કે શુક્ર માત્ર શારીરિક પ્રેમ જ નહીં પરંતુ શાશ્વત અને આદર્શ પ્રેમનું પણ ચિન્હ છે. આ ગ્રહ આપણામાં પ્રિયજન પ્રત્યે આકર્ષણ ભાવના ઉત્પન્ન કરે છે. શુક્ર ખૂબ વિલાસી અને સરળ ગ્રહ છે.

બીજું સ્થાનનો માલિકી : કુંડળીમાં બીજું સ્થાન આપણા માટે જે વસ્તુ કીમતી હોય છે, તેના પર આધિપત્ય દર્શાવે છે. તેના પ્રભાવમાં અંગત માલિકીપણું આવે છે. કોઈપણ વસ્તુ કે જે આપણા માટે અંગત રીતે કીમતી હોય છે તે તમામ બીજા સ્થાન સાથે સંબંધ ધરાવે છે. ઘણી વખત ખરેખર સામાન્ય પરંતુ આપણા માટે મહત્વની હોય તેવી બાબતોમાં આ સ્થાન બળવાન હોય છે.

વૃષભ રાશિનું તત્વ પૃથ્વી : પૃથ્વી તત્વ સ્વાભાવિક પણે વ્યવહારુ ગુણ બતાવે છે. તે પ્રમાણે વૃષભ જાતકોનું જીવન કલ્પનાઓના બદલે વાસ્તવિકતા ઉપર આધાર રાખે છે. તેમના જીવનમાં લાગણીઓ કે વિચારોની જગ્યાએ સંવેદના વધારે અગત્યના હોય છે. આ જાતકો હંમેશા જમીન પર પગ રાખીને ચાલનારા હોય છે. તેમની સમજણશક્તિને કારણે લોકો તેમની પાસે સલાહ સુચન માંગવા આવે છે. આ જાતકો હંમેશા જે કંઈ પણ નજરે જુએ છે, તેને જ સાચું માને છે.

વૃષભ જાતકોની શક્તિ : વૃષભ જાતકો માટે જીંદગી પ્રત્યે બુધ્ધિગમ્ય અને સમજદારીભર્યો દ્રષ્ટિકોણ તેમનામાં રહેલું સૌથી મહત્વનું પાસું છે.

વૃષભ જાતકોની નબળાઈ : વૃષભ જાતકોની સૌથી મોટી નબળાઈ એ છે કે તેમને જો તેમની લાયકાત કરતાં ઓછું મળે છતાં પણ તે તેને સ્વીકારી લે છે.

વૃષભ જાતકો મિત્ર તરીકે : તમારી મિત્રતા લાંબો સમય રહેનારી અને હંમેશા જળવાઇ રહે તેવી હોય છે. તમે તમારા મિત્રોને સમય, રૂપિયા અને વ્યવહારૂ સલાહ ચોક્કસ આપો છો. મિત્રને છોડવો તમને સહેજ પણ ગમતું નથી. મિત્રતા જાળવી રાખવા માટે તમે કોઈ પણ હદ સુધી જઈ શકો છો.

વૃષભ જાતકો માતા તરીકે : માતા તરીકે વૃષભ રાશિના જાતકો તેમના બાળકોને સંગીતમાં રસ લેવા પ્રોત્સાહન આપે છે. તેઓ ઘણાં માલિકીભાવ ધરાવનારા પણ હોય છે.

વૃષભ જાતકો પિતા તરીકે : પિતા તરીકે, વૃષભ જાતકો તેમના બાળકો પર ગર્વ અનુભવતા હોય છે. જો કે નવી પેઢી શું વિચારે છે? તે અંગે તમે દરકાર રાખવી જોઇએ કારણ કે તમે અને તમારા બાળકો વચ્ચે જનરેશન ગેપ વધારે હોઇ શકે છે.

વૃષભ જાતકોના પ્રણય સંબંધો : વૃષભ જાતકો પ્રેમ અને રોમાંસ બન્નેમાં ખુબ સંવેદનશીલ હોય છે. તમે અચાનક અને ટૂંક સમય માટે ઉદભવેલા પ્રેમના આવેગ બાદ સ્થિર પ્રેમ તરફ આગળ વધો છો. તમે સંબંધમાં સુરક્ષા ઇચ્છો છો. તમારી પ્રામાણિકતા અને સમર્પણ સામે ક્યારેય સવાલ નથી ઉઠતા. તમારો ક્રોધ ઘણો ઉગ્ર હોય છે પણ તમે તમારા જીવનસાથીની સરાહના કરો છો. તમારું લગ્નજીવન શાંતિપૂર્ણ અને ટકાઉ હોય છે. વૃષભ જાતકો છૂટાછેડાના છૂટાછેડા કરે છે.

શારીરિક બાંધો : વૃષભ રાશિના જાતકોની ઊંચાઇ સામાન્ય હોય છે. તેમના વાળ મોટેભાગે વાંકડિયા અને ભાલ પર સુંદર લટના આકારમાં ગોઠવાયેલા હોય છે. ચહેરો ભરાવદાર અને માંસલ હોય છે. હોઠ આકર્ષક અને અવાજ ઘેરો અને રણકારભર્યો હોય છે. ગરદન ટૂંકી હોય છે. હાથ સુડોળ અને આંગળીઓ થોડી શંકુ આકારની હોય છે. ત્વચા સુંવાળી હોય છે અને તેઓની હિલચાલ ઝડપી તથા લયબદ્ધ હોય છે.

સ્વાસ્થ્ય : વૃષભ જાતકોમાં શક્તિનો ભંડાર હોય છે પણ તેમણે ખાવા પીવામાં અતિરેક ચોક્કસ ટાળવો જોઇએ. વજનની સમસ્યા ટેન્સન ઉભું કરે છે. વૃષભ જાતકોનું ગળું ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમને ગળામાં ખરાશ કે બળતરાની સમસ્યા હંમેશા પજવતી હોય છે.

સૌદર્ય ટીપ્સ : વૃષભ જાતકોએ બ્લુ કલર પહેરવો જોઇએ, સૌમ્ય ચામડી સાથે તે ઘણો સારો લાગે છે. શક્ય હોય તો ગળામાં નીલમ પહેરો. ઘેરા રંગની લિપસ્ટિક લગાવવી જોઇએ. તેઓ હાથમાં બ્રેસલેટ અને આંગળીઓમાં વીંટી ચોક્કસ પહેરે છે. નખ પર ઘેરા રંગનું નેઈલપૉલિશ પણ સારું લાગે છે.

મનગમતી ખાદ્યસામગ્રી : વૃષભ જાતકોનો મનગમતો ખોરાક કાકડી, વટાણા, બદામ, કોળું, ફ્લાવર છે. આપે કડક કે ગળ્યા પદાર્થો વધુ ન ખાવા જોઇએ.

આદતો : વૃષભ જાતકો સરળતાથી ખરાબ આદતોમાં આવી જતાહોય છે અને તેઓ પોતાની જાતની આળપંપાળ કરનારા તેમ જ મોટાભાગે આળસુ હોય છે.

કૃતિકા નક્ષત્ર : આ રાશિના દેવ અગ્નિ અને સ્વામી સૂર્ય છે આથી તેમનામાં ઉત્સાહ અને ઉમંગનું પ્રમાણ જોવા મળે છે. તેમનામાં સ્વાર્થ વૃત્તિ ઓછી છે. મહત્વાકાંક્ષા વધારે હોય છે. તેમને સત્તાના શોખીન પણ હોય છે.

રોહિણી નક્ષત્ર : દેવ બ્રહ્મા અને સ્વામી ચંદ્ર છે. આથી આ જાતકો મમત્વ, લાગણી શીલતા, સ્વાર્થવૃત્તિ વધારે ધરાવે છે. કલ્પના શીલતા અને મૌલિકતાનું પ્રમાણ પણ તેમનામાં ખુબ વિશેષ હોય છે. તેઓ રીસાય છે ખરા પણ ચહેરા પર રીસ જોવા મળતી નથી.

મૃગશીર્ષ નક્ષત્ર : આ જાતકોનો દેવ ચંદ્ર અને સ્વામી મંગળ હોય છે. આથી કૃતિકા નક્ષત્ર કરતા પણ આ જાતકોમાં સ્વાર્થ વૃત્તિ ઓછી જોવા મળે છે. તેમનામાં ઉત્સાહ અને ધગશ ખુબ વધારે હોય છે. જે કામ હાથ પર લે છે તે ખૂબ સારી રીતે પાર પાડે છે. બીજા પર તેમનો પ્રભાવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યાં સ્વાભાવિક રીતે નેતૃત્વ મળે, સત્તા મળે, વડીલપણું મળે, અથવા પોતે નાના હોવા છતા વડીલપણું દર્શાવી શકે તેમ હોય તેવા કાર્યોમાં આ જાતકો વધારે રસ લેતા હોય છે. તેમનામાં ઉત્સાહ વધે તેના પ્રત્યાઘાત રૂપે હતાશા પણ જોવા મળે છે.