આ ત્રણ કામોને સવારમાં ઉઠીને કરવાની ન કરશો ભૂલ, નહીંતર મુશ્કેલીઓનું આવશે પુર.
વૈદિક શાસ્ત્રોમાં એવા 3 કામ જણાવવામાં આવ્યા છે, જે સવારે ઉઠ્યા પછી ક્યારેય ન કરવા જોઈએ. જો આવું ન કરવામાં આવે તો ઘરમાં દુષ્ટ શક્તિઓ પ્રવેશ કરશે અને આર્થિક સંકટનું વાતાવરણ સર્જાવામાં સમય લાગશે નહીં.
સૂર્યોદય પહેલા જાગવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન ઉઠવાથી વ્યક્તિના શરીર અને મન બંનેને શક્તિ મળે છે. સવારે વહેલા ઉઠીને કેટલાક ખાસ કામ કરવાથી દિવસ સારો પસાર થાય છે. તેમજ એવા 3 કાર્યો છે, જે સવારે કરવાની હંમેશા ના પાડવામાં આવેએ છે. તે 3 કાર્યો કયા છે અને શા માટે સવારમાં તેને કરવા પર પ્રતિબંધ છે, તેના વિશે અહીં વિગતવાર જણાવીશું.
અરીસામાં જોવું :
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને અરીસામાં પોતાનો ચહેરો ન જોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે અને નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે. જો તમારા બેડરૂમમાં અરીસો છે, તો તેનું સ્થાન બદલો.
પડછાયો જોવો :
જ્યારે તમે સવારે વહેલા ઉઠો ત્યારે તમારે ક્યારેય તમારો પડછાયો ન જોવો જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી જીવનમાં નકારાત્મકતાનું પ્રમાણ વધવા લાગે છે અને માનસિક તણાવ વધે છે. તેની આડઅસરને કારણે ઘરમાં કજિયા-કંકાસનું વાતાવરણ પણ સર્જાય છે. તેથી સવારના સમયે તમારા પડછાયાને જોવાનું ટાળો.
એઠા વાસણો જોવા :
સવારે પથારીમાંથી ઉઠ્યા પછી એઠા વાસણો જોવાનું યોગ્ય નથી માનવામાં આવતું. આમ કરવાથી આખો દિવસ બગડે છે અને શરીર આખો દિવસ ભારે રહે છે. આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેમજ ઘરના મહત્વપૂર્ણ કામ અટકવા લાગે છે. એટલા માટે વહેલી સવારે તમારી નજર તેના પર ન પાડવી જોઈએ. રાત્રે વાસણો ધોઈને સુઈ જાવ તે વધારે સારું રહે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.