આ દિવસે વાળ ધોવાનું માનવામાં આવે છે શુભ, દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય બદલાઈ જશે.

0
286

વાળ ધોવાના નિયમો : જાણો કયા દિવસે વાળ ધોવા અને કયા દિવસે નહિ? ઉપવાસ દરમિયાન ના કરવી આ ભૂલ.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે વાળ ધોવા, નખ કાપવા અને કપડા ધોવા માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષોએ પણ વાળ ધોવા માટે દિવસ જોવો જોઈએ. દિવસ પ્રમાણે વાળ ધોવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેનાથી સંબંધિત નિયમોનું પાલન ન કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થઈ જાય છે અને ઘરની છોડીને જતા રહે છે. વાળ ધોવા અંગે જ્યોતિષમાં કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જો કોઈ મહિલા આ નિયમોનું પાલન ન કરે તો તેની અસર વ્યક્તિની આર્થિક સ્થિતિ પર પડે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં મહિલાઓના વાળ ધોવા માટે એક નિશ્ચિત દિવસ નક્કી કરવામાં આવ્યો છે. માન્યતા પ્રમાણે મહિલાઓએ શુક્રવારે વાળ ધોવા જોઈએ. શુક્રવાર માઁ લક્ષ્મીનો દિવસ છે. આ દિવસે મહિલાઓએ પોતાના વાળ સાફ કરવા જોઈએ. આ દિવસે વાળ ધોવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવે છે. વળી, એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે પુત્રની માતા છો અથવા પુત્રની ઇચ્છા રાખો છો, તો તમારે શુક્રવારે તમારા વાળ ધોવા જોઈએ. શુક્રવારે વાળ કાપવા પણ શુભ માનવામાં આવે છે.

વાળ ધોવા સાથે જોડાયેલા નિયમો :

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અવિવાહિત છોકરીઓએ બુધવારે વાળ ન ધોવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે જે છોકરીઓને નાના ભાઈઓ હોય તેમણે બુધવારે વાળ ધોવાથી દૂર રહેવું જોઈએ. ધાર્મિક માન્યતા છે કે જે લોકો બુધવારે વાળ ધોવે છે, તેમને અનેક પ્રકારના દુઃખોનો સામનો કરવો પડે છે. એટલા માટે બુધવારે ભૂલથી પણ વાળ ન ધોવા.

શુભ મુહુર્તમાં વાળ બિલકુલ કપાવસો નહી :

ઘણીવાર એવું જોવા મળે છે કે મહિલાઓ કોઈપણ શુભ પ્રસંગ કે તહેવાર પહેલા વાળની ​​ટ્રીટમેન્ટ કરાવે છે. આવી સ્થિતિમાં વાળ કપાવીને ધોવા પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, કોઈપણ શુભ સમય અને શુભ તહેવાર પર, ખાસ કરીને પૂર્ણિમાના દિવસે, એકાદશી અને અમાસે વાળ ન ધોવા જોઈએ. આ બધા કામો શુભ તિથિ પહેલા કરી લો.

ઉપવાસ દરમિયાન વાળ ન ધોવા :

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈપણ દિવસે વ્રત / ઉપવાસ રાખો છો, તો ભૂલથી પણ વાળ ન ધોવા જોઈએ. ઉપવાસના એક દિવસ પહેલા તમારા વાળ ધોઈ લો અને સાફ કરો. બીજી તરફ જો કોઈ કારણસર ઉપવાસના દિવસે વાળ ધોવા પડે, તો કાચું દૂધ વાળમાં લગાવીને વાળ ધોઈ શકાય છે.

વળી, જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, માત્ર સ્ત્રીઓ જ નહીં, પરંતુ પુરુષોએ પણ ગુરુવારે તેમના વાળ ધોવાથી બચવું જોઈએ. ગુરુવારે વાળ ધોવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી પડે છે. આ સાથે શનિદેવને શનિવાર પ્રિય છે, તેથી આ દિવસે તમારા વાળમાં તેલ ન લગાવો કે તમારા વાળ સાફ ન કરો.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.