જય શ્રી કૃષ્ણ
મોસાળ :
બા – દાદા તરફથી મળતો નિઃસ્વાર્થ પ્રેમ એ મોસાળ…
જ્યાં આપણે આપણું ધાર્યું કરી શકીએ એ મોસાળ…
મામાનો ભાણેજ પ્રત્યેનો લગાવ એ મોસાળ…
માં જેવો જ મીઠો શબ્દ ‘મામા’ એ મોસાળ…
માં સમાન તે માસી, માસીનું વ્હાલ તે મોસાળ…
જ્યાં ભાણેજના તમામ મનોરથ પુરા થાય એ મોસાળ…
ભાણેજના સૌ શુભચિંતક બની રહે એ મોસાળ…
પોતાના બાળક સમજી મળતા મીઠા હેત એ છે મોસાળ…
મામાના ઘરનું નામ સાંભળતાંજ બાળક પણ હરખાઈ જાય એ મોસાળ…
મામાના ઘરે જવાથી સ્વર્ગ જેવી અનૂભુતી થાય એ મોસાળ…
‘મોસાળ’ ની એક વાત બહુ ગૌરવ લેવા જેવી હોય છે,
ત્યાં બધા આપણાંને આપણી ‘માં’ ના નામથી ઓળખતા હોય છે…
– સાભાર સંજય પટેલ (અમર કથાઓ ગ્રુપ)