માન-પ્રતિષ્ઠા, યશ અને બળ છીનવી લે છે નબળો બુધ, મજબુત કરવા માટે કરો આ ઉપાય.

0
1238

જો કુંડળીમાં બુધ નબળો હોય તો આવે છે ઘણી સમસ્યાઓ, જાણો નબળા બુધના લક્ષણ અને તેને મજબુત કરવાની રીત.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી માનવામાં આવે છે. બુધ વાણી, હોર્મોન્સ અને બુદ્ધિ વધારવા વાળો ગ્રહ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં બુધ બળવાન હોય તેઓ વેપાર, શિક્ષણ અને કરિયરના ક્ષેત્રમાં નામ કમાય છે. બીજી તરફ જો કુંડળીમાં બુધ નબળો હોય તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જાણો નબળા બુધના સંકેતો અને તેને કેવી રીતે મજબૂત કરવો.

બુધ ગ્રહ નબળો હોવાના લક્ષણ : જ્યારે બુધ તમારી કુંડળીમાં નબળો અથવા કમજોર હોય છે ત્યારે તે જીવનમાં કોઈને કોઈ રીતે સંકેત આપવા લાગે છે. તેને ઓળખીને તમે જ્યોતિષની મદદ લઈ શકો છો.

જો તમે સતત દેવાના બોજ હેઠળ દબાતા જઈ રહ્યા છો, તો તે નબળા બુધનું લક્ષણ છે.

તમારા પદ, ખ્યાતિ અને પ્રતિષ્ઠામાં સતત ઘટાડો થવો,

તમારા મુખ પરથી તેજ અદૃશ્ય થઈ જવું,

ત્વચા સંબંધી રોગ થવા,

નબળા બુધને કારણે તમારા અભ્યાસ પર ખરાબ અસર પડવી,

કંઈ પણ યાદ કર્યા પછી ભૂલી જવું,

વધુ અભિમાની થઈ જવું,

મોટે ભાગે ભ્રમમાં રહેવું અથવા દરેક વાત પર શંકા કરવી,

નકામા સપનાં આવવા,

વાણીમાં કોઈને કોઈ પ્રકારે દોષ આવવો,

ડા-રુનું સેવન કરવું,

તમારી વાણી પ્રભાવહીન થવી,

નોકરી અને ધંધામાં કોઈને કોઈ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો, આ બધા નબળા બુધના સંકેત છે.

બુધને મજબૂત કરવાના ઉપાય :

ભગવાન ગણેશની પૂજા કરવાથી બુધ બળવાન થશે. તેથી દર બુધવારે વિધિ-વિધાનથી ગણેશજીની પૂજા કરો.

દરરોજ બુધ ગ્રહના મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે – ૐ બ્રાં બ્રીં બ્રૌં સ: બુધાય નમ:

બુધ ગ્રહને બળવાન કરવા માટે પન્ના રત્ન ધારણ કરવો શુભ બની શકે છે.

જો પન્ના રત્ન પહેરી શકતા નથી, તો તેનો ઉપ-રત્ન મરગજ અથવા જબરજંદ પહેરી શકાય છે.

બુધવારે લીલા મગની દાળ અથવા અન્ય કોઈપણ લીલા શાકભાજીનું દાન કરો. તેનાથી લાભ મળી શકે છે.

દર બુધવારે નાની છોકરીઓને લીલા રંગના કપડાં, ભોજન અને તે જ રંગની બંગડીઓ દાન કરી શકાય. તે બુધ ગ્રહને મજબૂત બનાવવામાં પણ મદદ કરી શકે છે.

દરરોજ બુધ સ્તોત્રનો પાઠ કરો. તેનાથી લાભ થઈ શકે છે.

બુધવારે ભગવાન ગણેશને 11 મોદક અર્પણ કરો. બાદમાં તેને પ્રસાદ તરીકે બાળકોમાં વહેંચો.

ડિસ્ક્લેમર : આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સુચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. આનો અમલ કરતા પહેલા સંબંધિત પંડિત જ્યોતિષનો સંપર્ક કરો.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.