આ રાશિના લોકો માટે આ અઠવાડિયું શુભ સાબિત થવાનું છે, કારકિર્દી-વેપારમાં ભાગ્યનો પૂરો સાથ મળશે.

0
1996

મેષ : મેષ રાશિના લોકોએ આ અઠવાડિયે પરિસ્થિતિઓ સાથે તાલમેલ જાળવીને ચાલવાની જરૂર છે. જો તમે ઈચ્છો છો કે તમારા કાર્યમાં જલ્દી સફળતા મળે, તો તમારો ઈગો છોડીને તમારાથી મોટા અને નાના પાસેથી પણ સહકાર લેવામાં સંકોચ ન કરો. કાર્યક્ષેત્રમાં કોઈની સામે તમારી નબળાઈઓ જાહેર ન થવા દો, નહિ તો લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. અઠવાડિયાના ઉત્તરાર્ધમાં અચાનક જ ઘરનું રીપેરીંગ કે બીજી જરૂરિયાતોમાં ગણતરી બહાર ખર્ચ થઇ શકે છે.

વૃષભ : વૃષભ રાશિના લોકો માટે આ અઠવાડિયું મિશ્ર સાબિત થશે. અઠવાડિયાની શરુઆતમાં જીવન થોડું ધીમું કે પછી અટકી અટકીને ચાલતું જોવા મળશે, પણ અઠવાડિયાના ઉત્તરાર્ધમાં ઇષ્ટ મિત્રો કે પછી શુભચિંતકોની મદદથી તમારા અટકેલા કામ પુરા થવા લાગશે. રોજગાર માટે કાર્યરત લોકોએ હજુ થોડી રાહ જોવી પડશે. નોકરી ધંધા વાળા લોકો ઉપર કામનું થોડું વધુ દબાણ રહેશે. તે દરમિયાન તમે તમારા છુપા દુશ્મનોથી ખાસ કરીને સાવચેત રહો.

મિથુન : મિથુન રાશિના લોકો માટે આ અઠવાડિયું સુખ અને સૌભાગ્ય લઈને આવ્યું છે. અઠવાડિયાની શરુઆતમાં જ તમારા કારકિર્દી – વેપારની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નમાં ધારેલી સફળતા મળી શકે છે. ઇષ્ટ-મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને મનપસંદ પદ કે જવાબદારી મળવાથી મન પ્રફુલ્લિત રહેશે. સમાજમાં તમારું માન વધશે. આ અઠવાડિયે સંતાન તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે. જેથી ઘરમાં આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે.

કર્ક : કર્ક રાશિના લોકોએ આ અઠવાડિયાની શરુઆતમાં કોઈ પણ મોટા નિર્ણય ગુસ્સા કે પછી લાગણીઓમાં આવીને ન લેવા. નહિ તો પાછળથી મોટું નુકશાન વેઠવું પડશે. મુશ્કેલ પરિસ્થિતિઓથી ભાગવાને બદલે તાલમેલ જાળવવાનો પ્રયત્ન કરો. સમસ્યા ભલે કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી હોય કે પછી કુટુંબની, તેને ઉકેલવા માટે ઇષ્ટ મિત્રો અને કુટુંબીજનોની મદદ માંગવામાં સંકોચ ન કરો. અઠવાડિયાના પૂર્વાર્ધમાં આવતી મુશ્કેલીઓની સરખામણીમાં ઉત્તરાર્ધ તમારા માટે શુભતા અને સૌભાગ્યથી ભરેલું રહેશે.

સિંહ : સિંહ રાશિના લોકો માટે જીવન આ અઠવાડિયે નવી તકો ઉભી કરતું જોવા મળશે. કોઈ મોટા ધ્યેયની પ્રાપ્તિ માટે તમારે આ અઠવાડિયે નાની મોટી તકલીફોથી ડગ્યા વગર તમારા કાર્યપથ ઉપર ટકી રહેવું પડશે. ધીરજ અને વિવેક સાથે જયારે તમે આગળ વધશો તો તમને ખબર પડશે કે તમે કેટલી સરળતાથી તમારા દરેક પડકારોને ઉકેલી લીધા. આ અઠવાડિયે કોઈ પ્રભાવી વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે, જેની મદદથી ભવિષ્યમાં લાભની યોજનાઓ ઉભી થશે.

કન્યા : કન્યા રાશિના લોકો માટે આ અઠવાડિયું શુભ સાબિત થવા જઈ રહ્યું છે. કારકિર્દી, વેપારમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. અઠવાડિયાની શરુઆતમાં તમને કોઈ શુભ સમાચાર સાંભળવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સીનીયર તમારા કામની પ્રસંશા કરશે. વિદેશ સાથે જોડાયેલા કાર્ય કરવા વાળાને કાર્ય વિશેષમાં મોટી સફળતા હાથ લાગશે. ધંધામાં તમને મનપસંદ લાભ પ્રાપ્ત થશે. બજારમાં ફસાયેલા નાણા પણ અચાનક જ નીકળી શકે છે.

તુલા : તુલા રાશિના લોકોએ આ અઠવાડિયે પોતાના આરોગ્ય અને સંબંધ બંનેનું વિશેષ ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા તમારા આરોગ્યની વાત કરીએ તો તમારે આ અઠવાડિયે એ વાતની પુરતી કાળજી રાખવી પડશે કે તંદુરસ્તી સારી રહે. જો તમે સ્વસ્થ રહેશો ત્યારે તમે બીજા પડકારોનો સારી રીતે સામનો કરી શકશો. તેથી આરોગ્યની પૂરતી કાળજી રાખો અને આરોગ્ય સંબંધી નાની મોટી તકલીફોને ધ્યાન બહાર કરવાની જરાપણ ભૂલ ન કરો, નહિ તો તમારે હોસ્પિટલના ધક્કા ખાવા પડશે.

વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકો માટે આ અઠવાડિયું સુખ અને સમૃદ્ધી વાળું રહેવાનું છે. અઠવાડિયાની શરુઆતમાં તમારી બુદ્ધી અને વિવેકનો ઉપયોગ કરીને યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી આર્થિક તકલીફો દુર થશે અને મનપસંદ ધન લાભ મળશે. નોકરી ધંધા વાળા લોકોની કોઈ સીનીયરની મદદથી તકલીફો દુર થશે. આ અઠવાડિયે તમે તમારી તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણું ધન ખર્ચ પણ કરશો.

ધનુ : ધનુ રાશિના લોકો માટે આ અઠવાડિયું સુખ સમૃદ્ધી અને સૌભાગ્યથી ભરેલું રહેશે. અઠવાડિયાની શરુઆતમાં જ તમને કોઈ કાર્યમાં સફળતા મળવાથી મન ખુશ રહેશે. ઇષ્ટ મિત્રની મદદથી લાંબા સમયથી અટકેલા કામ પુરા થશે. આવકની નવી તકો ઉભી થશે. તમારે તમારી સિદ્ધીઓના વખાણ કરવાથી બચવું જોઈએ, નહિ તો તમારા વિરોધી લોકોની ખરાબ નજર લાગવાનું જોખમ ઉભું થશે.

મકર : જો તમે લાંબા સમયથી કોઈ મોટી મુશ્કેલીથી ઘેરાયેલા હતા, તો આ અઠવાડિયે તેમાંથી છુટકારો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં ન માત્ર જુનીયર પણ તમારા સીનીયર પણ તમારી મદદ કરતા જોવા મળશે. જેથી તમે રાહત અને શાંતિ અનુભવશો. વેપારની બાબતમાં લાંબા કે નાના અંતરનો પ્રવાસ શક્ય છે. પ્રવાસ સુખદ અને લાભદાયક સાબિત થશે. તમે ધારો છો કે તમારા કરવામાં આવતા કામ ન બગડે અને તમને તમારી મહેનત અને પ્રયત્નનું પૂરું ફળ મળે તો તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો અને લાગણીઓમાં વહીને કોઈ પણ નિર્ણય ન લેશો.

કુંભ : ગયા અઠવાડિયાની સરખામણીમાં કુંભ રાશિના લોકો માટે આ અઠવાડિયું રાહત અને શાંતિ વાળું રહેશે. કારકિર્દી અને વેપાર વધારવા માટે કોઈ મિત્રની મદદ કે સલાહ ઘણી અસરકારક સાબિત થશે. તેમ છતાં પણ તમે નજીકના ફાયદામાં દુરનું નુકશાન ન થાય તેનું ધ્યાન રાખશો. સાથે સાથે ધનની લેવડ દેવડમાં વધુ સાવચેતી રાખવી. અઠવાડિયાની મધ્યમાં સુખ સુવિધાની વસ્તુ ઉપર જરૂર કરતા વધુ ખર્ચ કરી શકો છો.

મીન : મીન રાશિના લોકોને આ અઠવાડિયે સૌભાગ્યનો પૂરો સાથ મળશે. અટકેલા મહત્વના કામ પુરા થશે. દુશ્મન પક્ષ નબળો પડીને પોતે સમાધાનની પહેલ કરશે. નોકરી ધંધા વાળા લોકોનું કાર્યક્ષેત્રમાં સન્માન વધશે. સીનીયર તમારા કામની પ્રશંસા કરશે, પણ ધ્યાન રાખશો કે તમે કોઈ પણ સ્થિતિમાં જોશમાં આવીને હોંશ ન ગુમાવશો. તમારા દરેક પગલાને સાચવીને આગળ વધારવાથી તમને અચાનક સફળતા મળી શકે છે. નવી સંપત્તિની લેવડ દેવડ માટે આ સમય શુભ છે.