પીઝઝાના એ આઠ ટુકડા જે જીવનનો અર્થ સમજાવી ગયા, જરુરથી એકવાર તો વાંચજો.

0
1326

પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે.

પતિ : કેમ?

પત્ની : ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા બોનસ આપું?

પતિ : કેમ? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું.

પત્ની : અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસાથી એ શું તહેવાર ઉજવશે?

પતિ : તું પણ જરૂરથી વધારે દયાળુ થઇ જા છો.

પત્ની : ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે.

પતિ : વાહ… અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં?

ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે પૂછ્યું,

પતિ : કેમ રહી રજા?

કામવાળી : બહુ સારી રહી સાહેબ… દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને… તહેવાર નું બોનસ.

પતિ : તો જઈ આવી જમાઈને ત્યાં? મળી લીધું દીકરી અને છોકરાઓને?

કામવાળી : હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચી નાખ્યા.

પતિ : એમ? શું કર્યું 500 રૂપિયાનું?

કામવાળી : દીકરી ના છોકરા માટે ૧૫૦ રૂપિયા નો શર્ટ લીધો,

બેબી માટે 40 રૂપિયા ની ઢીંગલી,

દીકરી ને 50 રૂપિયા આપ્યા મીઠાઈ ના,

50 રૂપિયા નો મંદિર માં પ્રસાદ ચઢાવ્યો,

60 રૂપિયા તો આવવા જવા નું ભાડું થયું,

25 રૂપિયા ની બંગડી દીકરી ને આપી,

50 રૂપિયા નો બેલ્ટ જમાઈ ને આપ્યો

અને વધેલા 75 રૂપિયા દીકરી ના છોકરાઓ ને આપ્યા બુક અને પેન્સિલ લેવા માટે. કચરા પોતા કરતી વખતે પુરેપુરો હિસાબ એના મોઢે હતો.

પતિ : 500 રૂપિયા માં આટલું બધું? મન માં જ વિચાર આવવા લાગ્યા.

તેની સામે 8 ટુકડા કરેલા પીઝઝા ફરી રહ્યા હતા અને દરેક ટુકડો જાણે ઝેર લાગી રહ્યો હતો.

પોતાના એ એક પીઝઝા ના ખર્ચ ની બરાબરી તે કામવાળી બાઈ ના તહેવાર ના ખર્ચ સાથે કરી રહ્યો હતો.

પહેલો ટુકડો છોકરાના શર્ટનો,

બીજો ટુકડો દીકરીની મીઠાઈનો,

ત્રીજો મંદિરમાં પ્રસાદનો,

ચોથો ભાડાનો,

પાંચમો ઢીંગલીનો,

છઠ્ઠો બંગડીનો,

સાતમો જમાઈના બેલ્ટનો

અને આઠમો બુક-પેન્સિલનો.

આજ સુધી તેણે હમેશા પીઝઝા ની એક બાજુ જ જોઈ હતી ક્યારેય પણ પીઝઝા પાછળ થી કેવો દેખાય છે એ જોવાનો પ્રયત્ન નહોતો કર્યો. પરંતુ આજે આ કામવાળી બાઈ એ પીઝઝા ની બીજી બાજુ દેખાડી હતી.

પીઝઝા ના એ આઠ ટુકડા આજે તેને જીવનનો અર્થ સમજાવી ગયા હતા.

“જીવન માટે ખર્ચ” કે “ખર્ચ માટે જીવન” એને એક ઝાટકે સમજાય ગયું હતું.

વાંચવા જેવું છે આ એવા લોકોને જેને રૂપિયાની કિંમત નથી.

– સાભાર ભગવાન મેર (અમર કથાઓ ગ્રુપ)