જે વસ્ત્ર આભૂષણ ને પ્રસાદી સમજીને પહેરે કે વ્યક્તિ પોતાના વસ્ત્ર તથા આભૂષણો એટલે કે પોતાની વેશભૂષા અને રંગભૂષા બંને ઈશ્ચર ની પ્રસાદી ધારણ કરે અથવા ઈશ્ચર ને દેખાડવા અને રાજી રાખવા માટે ધારણ કરે તેવા ભક્ત ના હદહ્ય મા ભગવાન તમે હર હંમેશ રહેજો.
આજે આપણે માણસો ના સદગુણો વિષે વાત કરીએ. હે દેવ બંધુઓ માણસ શુ હોવો જોઈએ? માણસ સજ્જન હોય તો કેવો હોવો જોઈએ? અહીં સાતમા લક્ષણમા તેનામા શુ ન હોવુ જોઈએ?
જે માણસ મા આઠ પ્રકારના દોષ ન હોય તેના હદહ્ય મા શિવ નો નિવાસ થાય છે. આ આઠ પ્રકારના દોષ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, ક્ષોભ, અને દ્રોહ, જે માણસ કામ અને કામના બંને થી મુક્ત હોય મોહથી સ્મૃતિઓ નો ભ્રમ થાય છે અને સ્મૃતિ નો ભ્રમ થવાથી બુધ્ધિ નો નાશ થાય છે અને બુધ્ધિ ગુમાવવા થી મનુષ્ય નો નાશ થાય છે.
માટે ક્રોધ ન હોય જે લોભી ન હોય જે મોહમાયા ના બંધનોમા બંધાયેલ ન હોય, જેને પદ પૈસો કે પ્રતિષ્ઠા નો મદ ન હોય, જે માનનો મોહતાજ ન હોય, જે પોતાના કૃત્ય થી ક્ષોભ પામેલો ન હોય અને જે ક્યારેય કોઈને દ્રોહ ન કરે એવા આઠ પ્રકારના દોષ થી જે મુક્ત છે એવા સજ્જન માણસ ના હદહ્ય મા હે શિવ તમે અચૂક નિવાસ કરજો.
આમ જોવા જાવી તો સજ્જન અને દુરજન બંને સમાજ ને દુ:ખ આપે છે, પરંતુ એ બંને મા ફર્ક એટલો કે સજ્જન જ્યારે જાય ત્યારે દુ:ખ થાય છે અને દુરજન જ્યારે આવે ત્યારે દુ:ખ થતુ હોય છે.
એકજ વ્યક્તિ મા ત્રણ લક્ષણો જોવા મળતા નથી.
(1) લોકપ્રિય (2) લોકપૂજ્ય (3) લોકપ્રાપ્ય
જે માણસ લોકપ્રિય હોય તે લોકપૂજ્ય ન હોય એવુ બને છે. દાખલા તરીકે નેતા લોકપ્રિય હોય પરંતુ લોકપૂજ્ય ન હોય. અને કદાચ લોકપ્રિય અને લોકપૂજ્ય બંને હોય તો લોકપ્રાપ્ય ન હોય એવુ બને છે. માટે જે વ્યક્તિ લોકપ્રિય લોકપૂજ્ય અને લોકપ્રાપ્ય ત્રણેય હોય તો માનવુ કે એ ભલે આપણા જેવોજ લાગે પણ આપણા કરતા જુદો છે વિશિષ્ટ છે. અને એવા વિશિષ્ટ માણસની વાત આ આઠમા લક્ષણ મા અવશ્ય છે. જે માણસ ક્યારેય કોઈનુ અહિત ન કરે અને સદા સૌનુ હિત ઇચ્છે, તે ઈશ્ચરની ખુબ નજીક હોય અથવા ઈશ્શ્ચર હોય છે જે સૌનો હિતકારી તથા સૌનૌ પ્રિય હોય છે.
નળસરોવર.
વિક્રમ ભાઈ રાવળદેવ ના ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મહાદેવ હર. (અમર કથાઓ ગ્રુપ)