શું જણાવે છે શિવનું સ્વરૂપ, આ છે શિવજીના સ્વરૂપ વિશેની જાણવા જેવી વાતો

0
871

ભગવાન શિવે ધારણ કરેલી દરેક વસ્તુઓનું છે એક અલગ મહત્વ, આ છે તેના અર્થ. વિશાળ જટાઓમાં ચંદ્ર ધારણ કરવાવાળા, ત્રણે નેત્રોથી બ્રહ્માંડ જોવાવાળા ભગવાન શિવ શંકરને ભોળાનાથ, ત્રિલોચન, નીલકંઠ ન જાણે કેટલાય નામોથી ઓળખવામાં આવે છે. આ ભોલેબાબાનું સ્વરૂપ ઘણું આકર્ષક લાગે છે. શ્રાવણનો પવિત્ર મહિનો શિવની આરાધના માટે હોય છે. પરંતુ શું તમે જાણો છો? ભગવાન શિવના આ વિચિત્ર સ્વરૂપનું પણ અલગ મહત્વ છે. આવો તમને જણાવીએ ભગવાન શિવના સ્વરૂપ સાથે જોડાયેલા રહસ્યો વિષે.

ભગવાન શિવનું સ્વરૂપ : ભગવાન શિવનું જે સ્વરૂપ આપણને ચિત્રકળાઓ કે મૂર્તિના નમુનામાં જોવા મળે છે, ભગવાન શિવ એવા જ હતા એવો દાવો તો નથી કરી શકાતો. કારણ કે શિવ તો કણ કણમાં વસેલો છે, એટલા માટે સાકાર અને નિરાકાર બંને જ રૂપોમાં તે દ્રષ્ટિમાન છે, તેથી રૂપ વિશેષમાં બાંધવા તેમને સીમિત કરી દે છે. પરંતુ જે રૂપમાં તેમની પૂજા કરવામાં આવે છે તે નિરાધાર હોય એવું પણ નથી.

હકીકતમાં શિવજીના આ સ્વરૂપની રચના કલાકારોએ પૌરાણીક કથાઓમાં કરવામાં આવેલા ભગવાન શિવના ચરિત્ર ચિત્રણના આધારે કરી છે. એટલા માટે ભગવાન શિવશંકરના એ પૌરાણીક સ્વરૂપની જે છબી આપણે ચિત્રો કે મૂર્તિઓના માધ્યમથી જોઈએ છીએ, પૂજીએ છીએ તે તેમનું એક રૂપ માની શકાય છે.

તેમના સ્વરૂપની વાત કરીએ તો દેખાવથી આપણને ખબર પડે છે કે, તેમની જટાઓમાંથી ગંગા નીકળે છે, મસ્તક ઉપર ચંદ્ર ધારણ કર્યો છે. તેમનો કંઠ લીલો પડી ગયો છે, તેમના ગળામાં મુન્ડમાળા અને સાંપ રહે છે, તે ત્રિનેત્ર છે અને શરીર ઉપર વસ્ત્ર ધારણ કરે છે, બળદ તેમનું વાહન છે, હાથમાં ત્રિશુળ અને ડમરું છે. ભગવાન શિવનું આ સ્વરૂપ તેમને આકર્ષક અને દૈવીય તો દર્શાવે છે, પરંતુ સાથે જ શિવ દ્વારા ધારણ કરવામાં આવેલા દરેક અસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર વગેરેનો વિશેષ અર્થ છે. ભગવાન શિવશંકરના આ સ્વરૂપમાંથી એક વિશેષ શિક્ષણ મળે છે.

શિવના સ્વરૂપનું મહત્વ :

જટાઓ – ભગવાન શિવની જટાઓમાં ચંદ્રથી અને ગંગા સમાયેલા છે. તેમને જટાધારી પણ કહેવામાં આવે છે. જે રીતે બ્રહ્માંડમાં આકાશ ગંગાઓ, તારા, ચંદ્ર હોય છે, તે રીતે શિવની જટાઓમાંથી ગંગા નીકળે છે. ચંદ્ર તેમની શોભા વધારે છે. એટલે કે ભગવાન શિવની જટાઓ અવકાશનું પણ પ્રતિક છે.

ચંદ્ર – બાબા ભોલેનાથની જટાઓમાં મસ્તકની બરોબર ઉપર ચંદ્ર દેખાય છે. સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા રત્નોમાં એક ચંદ્ર પણ હતો, જેને ભગવાન શિવે ધારણ કરી લીધો. આમ તો ચંદ્રને જ્યોતિષમાં મનનો કારક માનવામાં આવે છે. તે સંકેત આપે છે કે ભગવાન શિવ જેને આપણે ભોલેબાબા પણ કહીએ છીએ તેમનું મન ચંદ્ર જેવું ઉજ્વળ અને જાગૃત છે, ચંચળતા અને ભોળપણ વાળા છે.

ત્રિનેત્ર – ભગવાન શિવના ત્રણે નેત્ર તેમને ત્રિલોકી, ત્રિગુણી અને ત્રિકાળદર્શી બતાવે છે. ત્રણ લોકોમાં સ્વર્ગ લોક, મૃત્યુ લોક કે કહીએ ભૂ લોક અને પાતાળ લોક આવે છે, તો સત્વ, રજ અને તમ ત્રણ ગુણ માનવામાં આવે છે. ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણ કાળ છે. ત્રિનેત્ર હોવાને કારણે જ ભગવાન શિવ ત્રિલોચન કહેવાય છે.

સાપ – સાપ કે કહીએ સર્પ તમોગુણી પ્રવુત્તિનું પ્રતિક છે. ભગવાન શિવના ગળામાં હોવાને કારણે એ સંદેશ મળે છે કે, તમોગુણી પ્રવુત્તિઓ ભગવાન શિવના વશમાં છે. તેને આધીન છે.

મુન્ડમાળા – તેમના ગળામાં એક મુન્ડમાળા પણ જોવા મળે છે. પૌરાણીક કથાઓ મુજબ તે બધા મુન્ડ દેવી શક્તિણા છે. ભગવાન શિવ માટે તેમણે 108 વખત જન્મ લીધો, તેમની સાથે લગ્ન કર્યા અને દરેક વખતે પોતાના પ્રાણ ત્યાગવા પડ્યા. દરેક જન્મ સાથે આ માળામાં એક મુન્ડ જોડાયું ગયું. આમ તો મૃત્યુનું જ પ્રતિક છે. શિવ જે વિધ્વસંકની ભૂમિકા ભજવે છે, તે સંદેશ આપે છે કે મૃત્યુને તેમણે વશમાં કરી લીધુ છે.

ત્રિશુળ – શિવ સાથે ત્રિશુળ પણ જોવા મળે છે. માન્યતા છે કે તે ત્રણ પ્રકારના તાપોનો નાશ કરનારું છે. તે દૈવિક, દૈહિક અને ભૌતિક તાપો માટે એક મારક શસ્ત્ર છે. એટલે કે કોઈ પણ પ્રકારના કષ્ટને ભગવાન શિવ તેમના ત્રિશુળથી નષ્ટ કરી દે છે.

ડમરું – જયારે શિવનું ડમરું વાગવા લાગે છે, તો તાંડવ શરુ થઇ જાય છે અને તાંડવથી જ વિધ્વંશ પણ થવા લાગે છે. એટલા માટે શિવને નિમંત્રિત કરવા માટે શક્તિ એટલે માતા પાર્વતી પણ તેમની સાથે નૃત્ય કરે છે, જેથી શિવ અને શક્તિથી સંતુલન જળવાઈ રહે છે. ભગવાન શિવના ડમરુંનું રહસ્ય એ છે કે, ડમરુંના નાદને જ બ્રહ્માનું રૂપ માનવામાં આવે છે. આમ તો જયારે વિધ્વંશ થાય છે ત્યારે બ્રહ્મા નિર્માણ કરે છે. અને વિધ્વંશ ત્યારે થાય છે જયારે શિવનુ ડમરું વાગે છે અને તાંડવ થવા લાગે છે.

અંગ વસ્ત્ર – ભગવાન શિવે તેમના શરીરને ચ ર મ વસ્ત્રથી ઢાંકી રાખ્યું છે. તેમણે વાઘનું જ આસન પણ ધારણ કર્યું છે. અહિયાં વાઘ હિ ન સ આત્મક અને અહંકારી પ્રવુત્તિનું પ્રતિક છે. શિવ આ બનેનું દમન કરે છે અને જરૂર મુજબ જ તેનો ઉપયોગ કરવાનો સંકેત કરે છે. ભગવાન શિવે વસ્ત્રથી તે અંગોને ઢાંકી દીધા છે જેને ઢાંકવા જરૂરી હોય છે, એટલે શિવ સંદેશ આપે છે સ્વાભિમાન જરૂરી છે પરંતુ અહંકારનું દમન કરવું જોઈએ.

ભસ્મ – ભગવાન શિવ તેમના શરીર ઉપર ભસ્મ પણ ઘસે છે. તેનાથી શિવ એ સંદેશ આપે છે તે સંસાર નશ્વર છે, બધાને એક દિવસ રાખમાં ભળી જવાનું છે. જયારે નાશ જશે ત્યારે સર્જન થશે. અહિયાં ભસ્મ શિવના વિધ્વંસનું પ્રતિક પણ છે, ત્યાર પછી બ્રહ્માજી પુનઃનિર્માણ કરે છે.

બળદ – નંદી ભગવાન શિવનું વાહન માનવામાં આવે છે. નંદી વૃષભ એટલે કે બળદ છે. બળદ ગૌવંશ હોય છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ બળદનું ઘણું મહત્વ માનવામાં આવે છે. પૌરાણીક ગ્રંથોમાં તો બળદ એટલે વૃષભને ધર્મનું પ્રતિક પણ માનવામાં આવે છે. ધર્મ રૂપી આ બળદના ચાર પગ ચાર પુરુષાર્થો તરફ ઈશારો કરે છે જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. એટલે તેની પ્રાપ્તિ શિવની કૃપાથી જ થાય છે. બળદ આમ તો ભગવાન શિવનું વાહન છે, એટલા માટે ગૌવંશનું રક્ષણ કરવાનું ધાર્મિક મહત્વ પણ છે.

એકંદરે કહેવાનું એ છે કે ભગવાનનો આકાર કેવો છે તે કોઈ નથી જાણતા, કેમ કે જેણે તેમના રૂપના દર્શન કરી લીધા તેનામાં એટલું સામર્થ્ય નથી રહેતું કે, તે તેમના રૂપના વખાણ કરી શકે. એટલા માટે ધાર્મિક ગ્રંથોમાં ઋષિ મુનીઓએ ભગવાન શિવના તે રૂપના દર્શન માટે પ્રતીકાત્મક ઉપાય અપનાવ્યા છે. જેમાંથી દેવ સ્વરૂપોની વ્યાખ્યા પણ એક પ્રતીકાત્મક અર્થ ધરાવે છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.