કોના હાથે મ-ર્યો હતો એકલવ્ય, તેના પુત્રએ કુરુક્ષેત્રના યુદ્ધમાં કોનો સાથ આપ્યો હતો, જાણો તેની અજાણી વાતો.

0
2504

દ્રોણાચાર્યને અંગુઠો આપ્યા પછી એકલવ્યનું શું થયું હતું, એ પછી તે બાણ ચલાવી શકયો કે નહિ, જાણો.

મહાભારતની સ્ટોરી જેટલી રસપ્રદ છે એટલી જ રહસ્યમય પણ છે. મહાભારતમાં એવા ઘણા મહત્વપૂર્ણ પાત્રો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એકલવ્ય પણ તેમાંથી એક છે. એ તો બધા જાણે છે કે એકલવ્ય નિષાદ જાતિનો હતો, તેથી દ્રોણાચાર્યએ તેને પોતાનો શિષ્ય બનાવ્યો ન હતો.

એ પછી એકલવ્યએ દ્રોણાચાર્યની મૂર્તિને પોતાના ગુરુ તરીકે ગણીને ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો. સતત પ્રેક્ટિસ કરીને તે ધનુર્વિદ્યા પણ શીખી ગયો હતો. એ પછી શું થયું એ પણ આપણે જાણીએ છીએ. પરંતુ આ સિવાય મહાભારતમાં ઘણી વખત એકલવ્યનું વર્ણન જોવા મળે છે. આજે અમે તમને એકલવ્ય સાથે જોડાયેલી બીજી કેટલીક એવી ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જે બહુ ઓછા લોકો જાણે છે.

જ્યારે ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો માંગ્યો – એક દિવસ પાંડવો અને કૌરવો ગુરુ દ્રોણ સાથે શિ-કા-ર કરવા પહોંચ્યા. રાજકુમારનો કૂતરો એકલવ્યની ઝૂંપડી પાસે પહોંચ્યો અને ભસવા લાગ્યો. કૂતરાના ભસવાના કારણે એકલવ્યને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. તેથી તેણે તીર વડે કૂતરાનું મોં બંધ કરી દીધું. એકલવ્યએ એટલી કુશળતાથી તીર મા-ર-યા-કે તીરથી કૂતરાને કોઈ પણ રીતે ઈજા ન થઈ.

જ્યારે ગુરુ દ્રોણે કૂતરાને જોયો ત્યારે તે ધનુર્વિદ્યાનું આ કૌશલ્ય જોઈને દંગ રહી ગયા. પછી તીર ચલાવનારને શોધતા શોધતા તે એકલવ્ય પાસે પહોંચ્યા. ગુરુ દ્રોણને લાગ્યું કે એકલવ્ય અર્જુન કરતાં ચડિયાતો બની શકે છે. પછી તેમણે ગુરુ દક્ષિણામાં તેનો અંગૂઠો માંગ્યો અને એકલવ્યએ પોતાનો અંગૂઠો કા-પી-ને ગુરુને આપ્યો. એકલવ્ય અંગૂઠા વિના પણ ધનુર્વિદ્યામાં નિપુણ બની ગયો હતો.

શ્રીકૃષ્ણએ એકલવ્યનો વ-ધ-ક-ર્યો : એકલવ્ય હિરણ્ય ધનુ નામના નિષાદનો પુત્ર હતો. તે શ્રુંગવેર રાજ્યના રાજા હતા, તેમના મ-રુ ત્યુ પછી એકલવ્ય રાજા બન્યો. તેણે નિષાદ ભીલોની સેના બનાવી અને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. એક લોકપ્રિય દંતકથા અનુસાર, એકલવ્ય જરાસંધ સાથે જોડાઈ ગયો હતો, જેઓ શ્રી કૃષ્ણને પોતાના શત્રુ માનતા હતા. તેણે જરાસંધની સેના વતી મથુરા પર પણ હુ-મ-લો કર્યો. એકલવ્યએ યાદવ સેનાના મોટાભાગના યોદ્ધાઓને મા-રી-ના-ખ્યા.

શ્રી કૃષ્ણ જાણતા હતા કે જો એકલવ્યને મા-ર-વા-માં નહીં આવે, તો તે મહાભારતના યુદ્ધમાં કૌરવોની તરફથી લડશે અને પાંડવોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. શ્રી કૃષ્ણ અને એકલવ્ય વચ્ચે યુદ્ધ થયું, જેમાં એકલવ્ય મા-ર્યો-ગ-યો. એકલવ્ય પછી તેનો પુત્ર કેતુમાન રાજા બન્યો. મહાભારતના યુદ્ધમાં કેતુમાન પાંડવો સામે કૌરવ સેના વતી લડ્યો હતો. તેને ભીમે મા-ર્યો-હ-તો.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.