છપ્પન ભોગ એટલે શું, તેનો કમળ સાથે શું સંબંધ છે, તેમાં કઈ વાનગીઓનો સમાવેશ થાય છે, જાણો તમામ વિગતો.

0
831

છપ્પન ભોગ એટલે શું?

સમગ્ર વિશ્વમાં માત્ર અને માત્ર એક ‘કમળ’ જ એવું ફૂલ છે જે સાતે સાત રંગોમાં ખીલે છે. લક્ષ્મીજીનું આસન જ કમળ છે. વિષ્ણુ ભગવાનને એટલે જ તો ‘કમળાપતિ’ પણ કહેવાય છે. દ્વારકાધીશ શ્રીકૃષ્ણ ભગવાન એ વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર છે. દ્વારકાધીશ અને રણડછોડરાય (ડાકોર) ને ૫૬ – છપ્પનભોગ ધરાવવામાં આવે છે, એમાં કમળનું ફૂલ નિમિત છે. કઈ રીતે? આવો… જાણીએ.

કમળના ફૂલમાં સામાન્ય રીતે ત્રણ પડ હોય છે. સૌથી પહેલા પડમાં આઠ, બીજા પડમાં એનાથી ડબલ સોળ અને ત્રીજા પડમાં એનાથી ડબલ બત્રીસ એમ કુલ મળી છપ્પન પાંખડીઓ હોય છે. આ છપ્પન પાંખડીઓ ખુલી જાય તેની મધ્યમાં ભગવાન બિરાજે છે. પછી દરેક પાંખડીઓ એક એક ગોપી (રાધા સહિત) ભગવાનને છપ્પન વાનગીઓ ખવરાવે છે તે મુજબ જે છપ્પન અલગ અલગ વાનગીઓ ધરાવવામાં આવે છે તેને જ છપ્પન ભોગ કહેવામાં આવે છે.

કમળ – એ બ્રહ્મનું પ્રતીક છે. ત્રણ પડ એ ત્રણ લોકનું પ્રતીક છે. આઠ પાંખડી શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓનું, સોળ પાંખડી એ સોળ શણગાર અને સોળ કળાનું અને બત્રીસ પાંખડી એ શરીરના બત્રીસ કોઠાનું પ્રતીક છે. છપ્પનભોગની વાનગીઓ સગવડ-અગવડ મુજબ સ્થળ અને સમયને ધ્યાનમાં રાખીને કંઈક અંશે ફેરફારને આધીન રહેતી હોય છે.

સામાન્ય રીતે ૫૬ (છપ્પન) ભોગ માટે ૭૦ (સિત્તેર) ડબા શુદ્ધ ઘી, ૨૫૦ (બસો પચાસ) કિલો મેંદો, ૫૦ (પચાસ) ગુણી ખાંડ, અન્ય સૂકામેવા અને પૂરક સામગ્રી વપરાય છે. છપ્પન પ્રકારની મીઠાઈ બનતી હોઈ તેને ૫૬ (છપ્પન) ભોગ કહેવાય છે. વાનગીઓ નીચે મુજબ હોય છે.

૧) બુંદી-છૂટી

૨) મોતીચૂર

૩) અડદિયા

૪) ચોખાના લાડું

૫) મગનો શીરો

૬) મોહનથાળ

૭) મૈસૂરઘેબર

૮) બરફીચૂરમું

૯) પેડાં-સાદા

૧૦) શીખંડ

૧૧) રબડી

૧૨) કાજુકાતરી

૧૩) પકવાન

૧૪) બાસૂદી

૧૫) દૂધપાક

૧૬) ચણાલોટશીરો

૧૭) રવાનો શીરો

૧૮) લાપસી

૧૯) સક્કરગુંજા

૨૦) બિરંજ

૨૧) ચંદ્રકળા

૨૨) ગુલાબજાંબુ

૨૩) કેસરપેંડા

૨૪) કંસાર

૨૫) ખાજલી

૨૬) માલપુઆ

૨૭) ગગન

૨૮) સેવ

૨૯) સક્કરપારા

૩૦) છાશ

૩૧) દહીં

૩૨) ઘી

૩૩) માખણ

૩૪) પૂરી

૩૫) રોટલી

૩૬) રોટલા

૩૭) ભાખરી

૩૮) પાપડ

૩૯) ચણાદાળ

૪૦) મગદાળ

૪૧) તુવેર દાળ

૪૨) ખીચડી

૪૩) ભાત

૪૪) તમામ કઠોળ

૪૫) બટાટાવડાં

૪૬) ગાંઠિયા

૪૭) ભજિયાં

૪૮) કચોરી

૪૯) પેટીસ

૫૦) દહીંવડાં

૫૧) રાયતું

૫૨) જલેબી

૫૩) પાતરાં

૫૪) ખાંડવી

૫૫) ખમણ

૫૬) તમામ લીલાં શાકભાજી

– સાભાર સંસ્કૃતિ.