જાણો ગ્રહનું ‘ગોચર’ એટલે શું, તે ક્યારે અને કેવી રીતે થાય છે અને તે કેવા પરિણામ આપે છે.

0
822

શું છે ગોચર, જાણો શનિ, સૂર્ય વગેરે ગ્રહ તમારી કુંડળીના કયા ઘરમાં ગોચર કરે ત્યારે શુભ ફળ મળે છે.

ગોચર શબ્દ મૂળ ‘ગમ’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘ચાલનાર’. ‘ચર’ શબ્દનો અર્થ છે ‘ગતિમાં હોવું’. આ પ્રમાણે ગોચરનો અર્થ થાય છે ‘સતત ચાલતું રહેતું’. બ્રહ્માંડના તમામ ગ્રહો પોતાની ધરી ઉપર પોતાની ગતિથી સતત ફરતા હોય છે. આ ભ્રમણ દરમિયાન તેઓ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહો આ રીતે થતા રાશિ પરિવર્તનને તેમજ બીજી રાશિમાં તેમની સ્થિતિને ‘ગોચર’ કહેવાય છે. દરેક ગ્રહનું વ્યક્તિની જન્મ રાશિથી અલગ-અલગ ઘરમાં ગોચર થવા પર ગ્રહ તે ઘર અનુસાર શુભ – અશુભ ફળ આપે છે.

ભ્રમણ સમય – સૂર્ય, શુક્ર, બુધનો ભ્રમણ કાળ 1 મહિનો, ચંદ્રનો સાવ બે દિવસ, મંગળનો 57 દિવસ, ગુરુનો 1 વર્ષ, રાહુ-કેતુનો દોઢ વર્ષ અને શનિનો અઢી વર્ષનો હોય છે. એટલે કે, આ ગ્રહો આટલા લાંબા સમય સુધી એક જ રાશિમાં રહે છે. ત્યાર બાદ તેઓ તેમની રાશિ બદલી નાખે છે.

જુદા જુદા ગ્રહોના ગોચર પ્રમાણે ફળ :

સૂર્ય – સૂર્ય જન્મ રાશિથી ત્રીજા, છઠ્ઠા, દસમા અને અગિયારમા ભાવમાં શુભ ફળ આપે છે. બાકીના ઘરોમાં સૂર્ય અશુભ ફળ આપે છે.

ચંદ્ર – ચંદ્ર જન્મ રાશિથી પહેલા, ત્રીજા, છઠ્ઠા, સાતમાં, દસમા અને અગિયારમા ભાવમાં શુભ અને ચોથા, આઠમા, બારમા ભાવમાં અશુભ ફળ આપે છે.

મંગળ – મંગળ જન્મ રાશિથી ત્રીજા, છઠ્ઠા, અગિયારમા ઘરમાં શુભ ફળ આપે છે. બાકીના ઘરોમાં અશુભ પરિણામ આપે છે.

બુધ – બુધ જન્મ રાશિથી બીજા, ચોથા, છઠ્ઠા, આઠમા, દસમા અને અગિયારમા ભાવમાં શુભ ફળ આપે છે. બાકીના ઘરોમાં અશુભ પરિણામ આપે છે.

ગુરુ – ગુરુ જન્મ રાશિથી બીજા, પાંચમા, સાતમા, નવમા અને અગિયારમા ઘરમાં શુભ ફળ આપે છે. બાકીના ઘરોમાં અશુભ પરિણામ આપે છે.

શુક્ર – શુક્ર જન્મ રાશિથી પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા, નવમા, અગિયારમા અને બારમા ભાવમાં શુભ ફળ આપે છે. બાકીના ઘરોમાં અશુભ પરિણામ આપે છે.

શનિ – શનિ જન્મ રાશિથી ત્રીજા, છઠ્ઠા, અગિયારમા ઘરોમાં શુભ ફળ આપે છે. બાકીના ઘરોમાં અશુભ પરિણામ આપે છે.

રાહુ – રાહુ જન્મ રાશિથી ત્રીજા, છઠ્ઠા, અગિયારમા ભાવમાં શુભ ફળ આપે છે. બાકીના ઘરોમાં અશુભ પરિણામ આપે છે.

કેતુ – કેતુ જન્મ રાશિથી પહેલા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, સાતમા, નવમા, અને અગિયારમા ભાવમાં શુભ ફળ આપે છે. બાકીના ઘરોમાં અશુભ પરિણામ આપે છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.