જ્યોતિષ પાસેથી જાણો શું હશે વર્ષ 2022 માં ખાસ, દેશ અને તમારા પર કેવી રહેશે અસર.

0
710

ભારતીય જ્યોતિષ અને અંક જ્યોતિષના આધારે 2022 અત્યંત ઉથલ પાથલથી ભરેલું રહેવાના સંકેત છે, જાણો વિસ્તારથી.

નવા વર્ષની શરુઆત શનિવારથી થઇ ગઈ છે અને તેની પુર્ણાહુતી પણ 31 ડીસેમ્બર, 2022 ના શનિવારના દિવસે જ થશે. પહેલી જાન્યુઆરીની કુંડળી મુજબ વર્ષની શરુઆત આંશિક કાલસર્પ યોગ, કન્યા લગ્ન, ગુંડમુળ નક્ષત્ર અને ગંડ યોગમાં થઈ છે જેના આખા વિશ્વમાં અલગ અલગ પ્રભાવ રહેશે.

ગ્રહણ : એ પણ ખાસ વાત છે કે 2022 માં પૃથ્વી ઉપર 4 ગ્રહણ જોવા મળશે. પહેલું સૂર્યગ્રહણ 1 મે, પહેલું ચંદ્રગ્રહણ 16 મે, બીજું સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર અને અંતિમ ચંદ્રગ્રહણ 8 નવેમ્બરના રોજ જોવા મળશે.

શુક્ર ગ્રહનું પ્રતિક : અંક શાસ્ત્ર મુજબ 2022 ના અંકોનો યોગ (સરવાળો) 6 છે જે શુક્ર ગ્રહનું પ્રતિક છે.

વિક્રમ સંવત : પહેલી એપ્રિલથી નવું વિક્રમ સંવત 2079 શરુ થશે (હિન્દી પંચાંગ અનુસાર), જે મુજબ આ વર્ષના રાજા શનિ અને મંત્રી ગુરુ રહેશે. ગુરુ મીન રાશિમાં 13 એપ્રિલ 2022 થી 24 એપ્રિલ 2023 સુધી રહેશે જયારે શનિ 29 એપ્રિલના રોજ મકર રાશી માંથી કુંભમાં જશે.

કો-રો-ના અને બીજી અસર : કો-રો-નાની અસર એપ્રિલ 2022 પછી ઓછી થવાનું શરુ થઇ જશે પણ એપ્રિલ 2023 પહેલા સમાપ્ત નહિ થાય. કો-વી-ડની ત્રીજી લહેરનો અનુભવ જાન્યુઆરીમાં જ થઇ જશે અને ઘણા રાજ્યોમાં લોકડાઉન કે લોકડાઉનના પ્રતિબંધ લાગી શકે છે. ખેડૂત પણ કોઈ ને કોઈ મુદ્દાને લઈને આંદોલન કરતા રહેશે.

મે માં કોઈ જનહિત અને અભૂતપૂર્વ કાયદો બનાવવામાં આવી શકે છે. દેશ ઘણા પરિવર્તન માંથી પસાર થશે. ઓક્ટોબર 2022 થી દેશમાં રાજકીય વાતાવરણ ડહોળાતું જોવા મળશે તથા આરોપ પ્રતિઆરોપ થતા રહેશે.

ઉથલ પાથલના સંકેત : ભારતીય જ્યોતિષ અને અંક જ્યોતિષના આધારે આગામી વર્ષ 2022 અત્યંત ઉથલ પાથલથી ભરેલું રહેવાના સંકેત છે. શાસન પ્રશાસનને લઈને જનજીવન માટે શુભ સંકેત નથી.

વર્ષ 2022 ના સ્પર્શની રાશી કન્યા અને વૃશ્ચિક છે. ચંદ્ર, મંગળ અને કેતુ સાથે તૃતીય સ્થાનમાં રહેવાના કારણે ભારતવર્ષનું પરાક્રમ તો વધશે પણ રાજકારણમાં અસ્થિરતાના પણ યોગ ઉભા થશે. બુધ લગ્નેશ છે, એટલે બુધ શનિની જોડી તેના પોતાનામાં સ્વત્રંત ભાવ રાખે છે, જે સમાજમાં અને પ્રવૃત્તિમાં નિરંકુશતા વધારશે. શનિ, બુદ્ધને કારણે દુર્ઘટના, દૈવીય અને કુદરતી હોનારત આવશે, અને શાસન સ્તર ઉપર વ્યાજબી ન્યાયની સ્થાપના થશે.

આર્થિક ક્ષેત્રમાં ભારતની વિદેશી મૂડીનો વધારો થશે. લોખંડ અને ખાદ્ય અખાદ્ય તેલોની કિંમતમાં વધારો થશે. દેશમાં વિવિધ પ્રકારના રોગોમાં વધારો થશે. તેમ છતાં અંક જ્યોતિષના આધારે કહી શકાય છે કે વર્ષ 2022 નો પૂર્ણાંક 6 છે, જે શુક્ર ગ્રહનો પ્રતિક છે. એટલે શનિ, શુક્ર અને લગ્નેશ બુધની પરસ્પર મિત્રતાને કારણે ભારતવર્ષ આર્થીક દ્રષ્ટિએ વિશ્વના સફળ અને આર્થિક સમૃદ્ધ દેશની યાદીમાં જોરદાર છલાંગ લગાવશે.

આ વર્ષ માટે રાશી મુજબ ઉપાય :

મેષ : હનુમત આરાધના નિયમિત રીતે કરો.

વૃષભ : ચાંદીના કોઈ ઘરેણા ધારણ કરીને રાખો.

મિથુન : ગણેશજીની આરાધના કરો.

કર્ક : ભગવાન શિવની આરાધના કરો.

સિંહ : સૂર્યોદેવની આરાધના કરો.

કન્યા : ગણપતિની આરાધના કરો.

તુલા : ગરીબોને અનાજનું દાન કરતા રહો.

વૃશ્ચિક : હનુમાનજીની આરાધના કરો. મંદિરમાં લાલ ત્રીકોણી ધજા લગાવો.

ધનુ : માતા પિતાની સેવાથી સંકટોમાંથી મુક્તિ મળશે.

મકર : શનિદેવ અને હનુમાનજીની આરાધના કરતા રહો.

કુંભ : ભગવાન શિવના અભિષેક દર સોમવારે કરો.

મીન : દર ગુરુવારે પીળા ફળ, પીળું અનાજ ગરીબોને દાન કરો.

આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.