પુરાણો અનુસાર શું છે રામેશ્વર જ્યોતિર્લિંગનું રહસ્ય.

0
766

જાણો 12 જ્યોતિર્લિંગોમાંથી એક રામેશ્વર જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી પૌરાણિક કથા અને તેની સ્થાપના વિષે.

ધાર્મિક અને પૌરાણિક દૃષ્ટિથી સૃષ્ટિના આરંભમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. દરેક સિદ્ધિઓ આપનારા મહાદેવની આરાધના ફક્ત મનુષ્ય અને દેવતા જ નહિ, પણ વાનર, દૈત્ય, ગંધર્વ, અસુર તથા કિન્નર પણ કરે છે. શિવ પુરાણની કોટીરુદ્ર સંહિતા અંતર્ગત મહાદેવના 12 જ્યોતિર્લિંગોનું મહત્વ જણાવવામાં આવ્યું છે, જે ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા છે.

આ લેખમાં આપણે જાણીશું કે છેવટે શું છે આ જ્યોતિર્લિંગની સ્થાપનાની કથા, સાથે જ એ પણ જાણીશું કે તેનું આટલું મહત્વ કેમ છે? આ લેખના માધ્યમથી અમે રામેશ્વર જ્યોતિર્લિંગની કથાને વિધિપૂર્વક જણાવવાનો પ્રયત્ન કરીશું.

રામેશ્વર જ્યોતિર્લિંગની કથા : શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતા અંતર્ગત આ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ મળે છે. આ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમ નામના સ્થળ પર આવેલું છે. તેના સંદર્ભમાં જે કથા પુરાણોમાં ઉલ્લેખિત છે તે રામાયણ કાળની છે. જ્યારે રાવણ, માતા સીતાનું હરણ કરીને લંકા લઇ ગયા હતા અને ભગવાન રામ લંકા પહોંચવા માટે પોતાની દરેક વાનર સેના સાથે સમુદ્ર તટ પર પહોંચ્યા હતા.

ભગવાન રામ ત્યાં પહોંચીને સમુદ્ર પાર કરવાનું વિચારી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને તીવ્ર તરસ લાગી. એક વાનરે તેમને પીવા માટે મીઠું પાણી આપ્યું. ભગવાન રામ દરરોજ પોતાના આરાધ્ય દેવની પૂજા કરતા હતા, પણ તે દિવસે તે પૂજા કરવાનું ભૂલી ગયા હતા.

અને જેવું જ તે પાણી પીવા ગયા તો તેમને યાદ આવ્યું કે, આજે તેમણે પોતાના આરાધ્ય દેવ ભગવાન શિવની પૂજા કરી નથી. અને પછી તેમણે ત્યાં સમુદ્ર કિનારે જ ભગવાન શિવના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કર્યું અને તેમની આરાધનામાં લીન થઈ ગયા. ત્યારે શિવજીએ તેમને પોતાના દિવસ દર્શન આપ્યા.

પછી ભગવાન રામે શિવજીને કહ્યું કે, હે મહાદેવ, તમારા વરદાનને કારણે જ તે દુષ્ટ રાવણ અભિમાની થતો જઈ રહ્યો છે, એટલા માટે તેના અભિમાનનો અંત કરવા માટે મારી જીત સુનિશ્ચિત કરો, અને લોક કલ્યાણ માટે અહીં નિવાસ કરો. તેના પર મહાદેવે તથાસ્તુ કહ્યું અને હંમેશ માટે ત્યાં રામેશ્વરમના કિનારા પર લિંગ રૂપમાં સ્થાપિત થઈ ગયા. અને આ જગતમાં રામેશ્વર જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત થયા.

આ લેખમાં અમે તમિલનાડુમાં આવેલા રામેશ્વર જ્યોતિર્લિંગની કથાનો સાર વિધિપૂર્વક જણાવ્યો છે. અન્ય જ્યોતિર્લિંગની સ્થાપના સંબંધિત કથાઓ તમને આગળના લેખમાં જાણવા મળશે.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.