સ્ત્રી એટલે શું? દરેક વ્યક્તિ એક વખત આ લેખ જરૂર વાંચજો, તમને જીવનમાં તેનું મહત્વ સમજાશે.

0
1171

સ્ત્રી એટલે?

દરેક પુરુષના ઉછેરમાં સ્ત્રીનો હાથ અને સ્ત્રીનું બલીદાન હંમેશા મોટુ હોય છે. સરેરાશ જોઈએ તો ત્રણ સ્ત્રી નું સ્થાન અચૂક હોય છે.

એક સ્ત્રી એનામાં સંસ્કારનું સિંચન કરે છે. બીજી સ્ત્રી એના જીવન નું ઘટડતર કરે છે અને ત્રીજી સ્ત્રી એના જીવન ને હર્યું ભર્યું કરી દે છે.

પહેલી સ્ત્રી : જન્મ પહેલાંથી જોડાયેલી…” માં ”

ખાલી મહેસુસ કર્યો અને જીવન ભરનો અતૂટ સબંધ બધાઈ ગયો. તે સંતાન ના આગમન પહેલા તેને તંદુરસ્તી થી લઇ તેના ઘડતર સુધીનું વિચારી પોતાની આખી જીવન શૈલી બદલી નાખે તે માં.

જન્મથી કોરી હાર્ડ ડિસ્ક જેવા મનમાં માં હૂંફ અને સ્નેહથી તેમાં સંસ્કાર સિંચન કરે છે. એના જન્મજાત ગુણ જોઈ એના મનોસ્થિત ભાવો વાંચી એનું ઘડતર કરે છે.

બીજી સ્ત્રી તે તેની પત્ની :

હસ્ત મેળાપ પછી પોતાની સઘળી દુનિયા છોડી ને એક અંજાણના વિશ્વાસે તેની સંગ ચાલી નીકળે છે. તે સ્ત્રી તેના ઘડતરમાં ખંભે ખંભા મિલાવી તેને તન મન ધન થી સહાય કરે છે અને એક સફળ કામયાબ પુરુષ બનાવે છે.

તેનો ઘર વહેવાર સંતાનો નું સંસ્કાર સિંચન કરે છે. તે તેના ગૃહસ્થ જીવનમાં સેટ થાય ત્યાં સુધી ની જવાબદારી નિભાવે છે. અને પોતાના સાસુ સસરા તેમજ દેર નણંદ વગેરે ની સર-સંભાળ રાખે છે. ત્યારે સમજો પુરુષ વટ વૃક્ષ બની બહાર આવે છે, તેની છત્ર છાયામાં બધાજ સુખ રૂપ જીવન બસર કરે છે.

ત્રીજી સ્ત્રી એ દીકરીનો અવતાર છે :

એક માં તરીકે ની બધીજ ફરજ બેખૂબી રીતે પિતાની નિભાવે છે, તે પિતાની વધુ નજીક હોય છે. પિતાના ચેહરાની લકીર થી પિતાના મનમાં ચાલતા વિચારો ને બેખૂબી થી વાંચી લે છે. તે પિતાના જીવન પર્યત સંભાળ અને હૂંફ આપે છે.

શબ્દ કેવળ નથી, આજ ખુમારી‌ છે

જાત આખી કાગળ ઉપર ઉતારી છે

વેદનાને છે એટલી અંતરમાં ઢબૂરી છે

જિંદગી કળચલી વાળી, પણ ગમાડી છે

એનું નામ જીવન …

દરેક સ્ત્રી મિત્રોને ખૂબ ખૂબ આદર સાથે નમસ્કાર.

– સાભાર રાજેશ ડોડીયા (અમર કથાઓ ગ્રુપ)