તમને ભગવાન પાસેથી શું “જોઈએ?” દરેક ભક્તે ભગવાન પાસે આ માંગણી કરવી જોઈએ.

0
421

ના રાર જોઈએ, ના તકરાર જોઈએ,

મારે તો માત્ર દિલ નો, કરાર જોઈએ.

ઝાંઝવા -મરુથલ -પતઝડ, ને જોઈ લીધાં,

હવે તો મારે લીલી, બહાર જોઈએ.

આ શોરગૂલ થી મન ને, નિરાંત નહીં મળે,

નિરાંત માટે, શાંતિ ની સિતાર જોઈએ.

યજ્ઞો-કથા ને યાત્રા -તીર્થો ભલે કરો,

મન માંહી પ્રભુ માટેનો, પોકાર જોઈએ.

દુનિયા એ દીધું, એથી પાછું વધું દીધું છે,

આખર તો રહેવો ચોખ્ખો, વહેવાર જોઈએ.

વરસે જ નહીં, એવા વાદળ ને શું કરું?

વાદળ માં મેઘ- વીજ નો ચમકાર જોઈએ.

કેવળ હલેસા માર્યે થી, ખેડાય નહિ સફર,

પ્રવાહ ને પવન નો સથવાર જોઈએ.

મળી જાય એમ ક્યાંથી ‘એ’ આજ જન્મ માં?

પ્રાપ્તિ સુધી, જન્મો ય, વારંવાર જોઈએ.

– ઓમપ્રકાશ વોરા, ચાંદખેડા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)