તમારી સાથે જે પણ રહે છે, ભલે પછી કોઈ સાથી હોય કે તમારો જીવનસાથી, તેમની ઈચ્છા પૂરી કરવાનો પ્રયાસ જરૂર કરો.

0
671

મહાભારતમાં વનવાસ દરમિયાન એકવાર દ્રૌપદીએ ભીમ પાસે એક અનોખું કમળનું ફૂલ માંગ્યું. દ્રૌપદીએ તે ફૂલને એક તળાવમાં વહેતા જોયું હતું, ભીમે તે કમળના ફૂલ વિષે તપાસ કરી લીધી હતી. તે ફૂલ કૈલાસ પર્વત પર કુબેરના તળાવમાં જોવા મળતું હતું.

ભીમે ફૂલ કુબેરના તળાવમાંથી દ્રૌપદી માટે લાવ્યા. આ માટે યુદ્ધ પણ થયું. પણ, ભીમે દ્રૌપદીની એ ઈચ્છા પૂરી કરી.

આવી જ એક ઘટના રામાયણની પણ છે. પંચવટીમાં સોનાનું હરણ જોઈ સીતાએ રામને કહ્યું કે તેને આ હરણ જોઈએ છે. રામ એ હરણની પાછળ ગયા. જો કે, તે હરણ નહીં, પરંતુ હરણના રૂપમાં મારીચ નામનો રાક્ષસ હતો.

બોધપાઠ : જો જીવન સાથી કોઈ માંગ કરે, તો તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ આપણી જવાબદારી પણ છે અને તેમાં સ્નેહ અને પ્રેમ પણ છુપાયેલો છે. જીવનસાથી એટલે કે પતિની પત્ની અને પત્નીના પતિને એકબીજા પાસેથી કંઈક માંગવાનો અધિકાર છે. પતિ કે પત્નીની કોઈ પણ માંગ હોય, જીવન સાથીનું કર્તવ્ય છે કે તે તેની સ્થિતિ અનુસાર તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.