લગ્ન માટે છોકરી પસંદ કરતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો કઈ વાતોનું ધ્યાન રાખવું.

0
618

જે છોકરીમાં હોય આવા ગુણ તેમની સાથે લગ્ન કરવાની જીવન રહે સંતોષ ભરેલું અને સુખી, જાણો વિસ્તારથી.

આચાર્ય ચાણક્ય પોતાની નીતિઓ માટે જાણીતા છે. તે ચાણક્ય જ હતા જેમણે પોતાની નીતિઓના આધારે એક સાધારણ બાળક ચંદ્રગુપ્ત મૌર્યને મગધના સમ્રાટ બનાવ્યા હતા. આચાર્ય ચાણક્યએ નીતિઓને લગતી પોતાની સમજણના આધારે નીતિશાસ્ત્રની રચના કરી હતી.

નીતિશાસ્ત્રની વાતો લોકોને ભલે કડવી લાગે, પરંતુ તે જીવનની સત્યતા જણાવે છે. ચાણક્ય દ્વારા લખાયેલ નીતિશાસ્ત્રમાં જીવનના દરેક ક્ષેત્ર સાથે સંબંધિત મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ છે. જો વ્યક્તિ આ બાબતોનું ધ્યાન રાખે તો તે વ્યક્તિ સમસ્યાઓથી બચવા ઉપરાંત સંતોષ ભરેલું અને સફળ જીવન પણ જીવી શકે છે.

આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં લગ્ન, ઘર, સંબંધો વગેરે જેવા મુદ્દાઓ પર ઘણી ઉપયોગી વાતો કહી છે. લગ્ન માટે સારા, સંસ્કારી જીવનસાથી મળવા એ ખૂબ જ ભાગ્યની વાત છે. ખાસ કરીને સર્વગુણ સંપન્ન છોકરી સાથે લગ્ન કરવાથી માત્ર છોકરાનું જ નહીં પરંતુ સમગ્ર પરિવારનું ભાગ્ય બદલાઈ જાય છે. ચાણક્ય નીતિ અનુસાર કોઈપણ પુરૂષે એ જ છોકરી સાથે લગ્ન કરવા જોઈએ જેમાં કેટલાક ખાસ ગુણ હોય. સૌંદર્યના આધારે લેવાયેલા નિર્ણયથી આજીવન પસ્તાવો થઈ શકે છે. આવો જાણીએ ચાણક્ય નીતિ આ વિષયમાં શું કહે છે.

વરયેત્ કુલજાં પ્રાજ્ઞા વિરુપામપિ કન્યકામ્ ।

રુપશીલાં ન નીચસ્ય વિવાહઃ સદશે કુલે ।।

આ શ્લોકમાં ચાણક્યના જણાવ્યા અનુસાર, જ્ઞાની પુરુષ લગ્ન માટે સ્ત્રીના ચહેરાની સુંદરતા જોતો નથી, પરંતુ તેના ગુણો જુએ છે.

ચાણક્ય નીતિ અનુસાર, જો સ્ત્રીની સુંદરતાના પ્રેમમાં પડીને લગ્નનો નિર્ણય લેવામાં આવે છે, તો તે વ્યક્તિની મોટી ભૂલ સાબિત થઈ શકે છે. લગ્ન માટે, બાહ્ય સુંદરતા કરતાં વધુ મહત્વપૂર્ણ અંદર રહેલા ગુણો હોવા જોઈએ. આચાર્ય ચાણક્યના મતે સ્ત્રીના સંસ્કાર અને શિક્ષણને વધુ મહત્વ આપવું જોઈએ.

આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, પુરુષની સાથે સાથે સ્ત્રીએ પણ ધર્મ-કર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવી જરૂરી છે. તેમનું કહેવું છે કે, તમે જે સ્ત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો તેમાં એ જોવું જોઈએ કે તે સ્ત્રી ધર્મ કર્મમાં શ્રદ્ધા રાખે છે કે નહિ.

આચાર્ય ચાણક્યના મતે એવી સ્ત્રી સાથે ક્યારેય લગ્ન ન કરવા જોઈએ જે પોતાની મરજીથી લગ્ન ન કરી રહી હોય. જે સ્ત્રીના તેની મરજી વિરુદ્ધ થઈ રહ્યા હોય છે તે તમને ક્યારેય ખુશ રાખી શકતી નથી કે માન-સન્માન આપી શકતી નથી.

આચાર્ય ચાણક્ય અનુસાર, એવી સ્ત્રીઓ સાથે લગ્ન કરો જે તમારામાં તેમના પિતાનું પ્રતિબિંબ જુએ. હકીકતમાં, સ્ત્રીના મનમાં એવી લાગણી હોય છે કે તેનો પતિ તેના પિતાની જેમ તેનું ધ્યાન રાખે. આવી સ્ત્રીઓ તમને ભવિષ્યમાં ક્યારેય છેતરશે નહીં.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.