જ્યારે પણ પરિવારમાં ચર્ચા કરો તો દરેકની સલાહ પર ધ્યાન આપો, વાંચો તેની સાથે જોડાયેલો મહાભારતનો પ્રસંગ
પાંડવોના લગ્ન દ્રૌપદી સાથે થયા હતા. દ્રૌપદીના પિતા દ્રુપદ પાંડવોને દરેક મદદ કરવા તૈયાર હતા. બીજી તરફ કૌરવોમાં ચર્ચા ચાલી રહી હતી કે, આપણે પાંડવોને ખતમ કરવા માંગીએ છીએ અને તેમનું તો સારું થતું રહે છે.
એક દિવસ કૌરવોની સભામાં શકુનીએ પોતાની કૂટનીતિનું વર્ણન કર્યું. શકુનીએ કહ્યું, ‘જ્યારે પણ આપણને તક મળે ત્યારે આપણે આપણા દુશ્મનોને નબળા બનાવી દેવા જોઈએ. આપણે પાંડવોને મૂળમાંથી ખતમ કરવાના છે. નહિ તો એક દિવસ તે આપણા પર ભારે પડશે. જ્યાં સુધી કૃષ્ણ અને બલરામ તેમની સાથે છે ત્યાં સુધી આપણે તેમને સામેથી હરાવી શકીશું નહીં. કૃષ્ણ અને બલરામની ગેરહાજરીમાં આપણે પાંડવોને મા-ર-વા જોઈએ.’
તે સભામાં સોમદત્તનો પુત્ર ભુરીશ્રવા પણ હાજર હતો. ભુરીશ્રવા ખૂબ જ બળવાન હતો. (આગળ જતા મહાભારતના યુદ્ધમાં ભીષ્મે તેને પોતાના 11 સેનાપતિઓમાંના એક બનાવ્યો હતો. ચૌદમા દિવસે અર્જુને તેનો વ-ધક-ર્યો હતો.)
કૌરવોની તે સભામાં, ભુરીશ્રવાએ કહ્યું, ‘પોતાના અને શત્રુ પક્ષની સાત પ્રકુતિઓ અને છ ગુણો જાણ્યા વિના, યુદ્ધ ન કરવું જોઈએ. સાત અંગોને સાત પ્રકૃતિ કહેવામાં આવે છે, આ છે – સ્વામી, અમાત્ય, સુહ્યત, કોષ, રાષ્ટ્ર, દુર્ગ અને સેના. તેવી જ રીતે, છ ગુણો છે – સંધિ એટલે દુશ્મનો સાથે શાંતિ રાખવી. વિક્રહ એટલે લડાઈ શરુ કરવી. યાન એટલે આ-ક્ર-મ-ણ કરવું. આસન્ન એટલે કે તકની રાહ જોઈને બેસી રહેવું. દ્વૈદીભાવ એટલે દૂરગામી નીતિ અપનાવવી. સમાશ્રય એટલે પોતાના કરતાં બળવાન રાજાનો આશ્રય લેવો.
ભુરીશ્રવાએ આગળ કહ્યું, ‘હું જોઉં છું કે પાંડવો પાસે મિત્રો અને ખજાનો બંને છે. એટલા માટે શકુની તમે ખોટી સલાહ ના આપો.’
પણ કૌરવોએ ભુરીશ્રવાની સલાહ ન સાંભળી અને શકુનીની વાતને માની લીધી. પરિણામે કૌરવોએ પાંડવોના હાથે હારવું પડ્યું.
શીખ – આપણે જયારે પણ ઘર પરિવારમાં ચર્ચા-વિચારણા કરીએ છીએ, ત્યારે કેટલીક સલાહ ભલેને અણગમતી હોય છે, પરંતુ તે યોગ્ય હોય તો તેને સ્વીકારવી જોઈએ. નહિ તો પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.