જાણો ક્યારે છે આમલકી એકાદશી, અહીં જાણો તેની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત.

0
645

ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ રીતે કરો તેમની પૂજા.

હિન્દુ ધર્મમાં એકાદશીનું ઘણું મહત્વ છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. એકાદશી દર મહિનામાં બે વાર આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી 14 માર્ચ, 2022 ના રોજ આવી રહી છે. ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીને આમલકી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે તેમની કઈ રીતે પૂજા કરો.

આમલકી એકાદશી મુહૂર્ત :

એકાદશી તિથિ શરૂ થાય છે – 13 માર્ચ, 2022 સવારે 10:21 વાગ્યે

એકાદશી તિથિ સમાપ્ત થાય છે – 14 માર્ચ, 2022 બપોરે 12:05 વાગ્યે

પારણા સમય :

પારણાનો (ઉપવાસ તોડવાનો) સમય – 15 માર્ચે સવારે 06:31 થી 08:55 સુધી

પારણા તિથિ પર બારસ સમાપ્ત થવાનો સમય – 01:12 PM

આમલકી એકાદશી પૂજા-વિધિ :

સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થવું.

ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો.

ભગવાન વિષ્ણુનો ગંગા જળથી અભિષેક કરો.

ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસીના પાન અર્પણ કરો.

જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખો.

ભગવાન વિષ્ણુની આરતી કરો.

ભગવાનને ભોજન અર્પણ કરો. ધ્યાન રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના ભોજનમાં તુલસીનો સમાવેશ જરૂર કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે, તુલસી વિના ભગવાન વિષ્ણુ ભોગ સ્વીકારતા નથી.

આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો.

આ દિવસે ભગવાનનું વધુ ને વધુ ધ્યાન કરો.

એકાદશી વ્રત પૂજા સામગ્રીની યાદી :

શ્રી વિષ્ણુનો ફોટો અથવા મૂર્તિ

ફૂલ

નાળિયેર

સોપારી

ફળ

ધૂપ

દીવો

ઘી

પંચામૃત

ચોખા

તુલસીના પાન

ચંદન

મીઠાઈ

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.