અપરા એકાદશી ક્યારે છે, જાણો તેની તારીખ, તેનું મહત્વ અને પૂજન વિધિ.

0
1633

આ અપરા એકાદશી પર આ રીતે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરીને તેમને રાજી કરો, મળશે આવા ફળ.

વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પર અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ-વિધાન પ્રમાણે કરવાથી ઈચ્છિત ફળ મળે છે. અપરા એકાદશીના દિવસે ‘વિષ્ણુસહસ્રનામ’ નો પાઠ કરવાથી પણ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થાય છે. આ વખતે અપરા એકાદશીનું વ્રત 26 મે ને ગુરુવારે રાખવામાં આવશે. આવો અમે તમને આ વ્રતની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત જણાવીએ.

અપરા એકાદશીનું મહત્વ :

અજાણતા થયેલી ભૂલો અને પાપોનો નાશ કરવા માટે અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ એકાદશી વ્રત રાખવાથી વ્યક્તિના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અપરા એકાદશી પર વિષ્ણુ યંત્રની પૂજા કરવાનું પણ મહત્વ છે.

આ એકાદશી પર, ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. અપરા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા વિધિ-વિધાન સાથે કરવાથી અપાર આશીર્વાદ મળે છે.

પૂજા વિધિ :

અપરા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા એક દિવસ પહેલા દશમ તિથિની રાત્રિથી શરૂ થાય છે. દશમના દિવસે સૂર્યાસ્ત પછી ભોજન લેવાની મનાઈ છે. સવારે સૂર્યોદય પહેલા ઉઠો અને નહાવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરો. પૂર્વ દિશામાં પીળું કપડું પાથરીને ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરો. આ પછી દીવો પ્રગટાવો અને કળશ સ્થાપિત કરો.

ભગવાન વિષ્ણુને ફળ-ફૂલ, પાન, સોપારી, નારિયેળ, લવિંગ વગેરે અર્પણ કરો. આખો દિવસ ઉપવાસ કરીને સાંજે અપરા એકાદશીની વ્રત કથા સાંભળો અને ફળાહાર કરો. સાંજે ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે ઘી નો દીવો પ્રગટાવો અને તેમની પૂજા કરો.

અપરા એકાદશી શુભ મુહૂર્ત :

એકાદશી તિથિ 25 મે, બુધવારે સવારે 10:32 વાગ્યાથી 26 મે, ગુરુવારના રોજ સવારે 10:54 વાગ્યા સુધી રહેશે. ઉપવાસના પારણાંનો સમય 27 મે, શુક્રવારે સવારે 5:25 થી 8:10 સુધીનો રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.