8 કે 9 એપ્રિલ ક્યારે છે રામનવમી, જાણો તારીખ, શ્રી રામના પૂજનનું ઉત્તમ મુહુર્ત અને વિધિ.

0
604

જાણો રામનવમી ક્યારે છે, તેનું મહત્વ શું છે અને કઈ રીતે કરવી ભગવાન રામની પૂજા.

ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી (નોમ) તિથિએ રામનવમી ઉજવવામાં આવે છે. રામનવમીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ આ દિવસે રાજા દશરથના ઘરે થયો હતો. આ દિવસે ભગવાન શ્રી રામની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી 2 એપ્રિલથી શરૂ થઈ રહી છે. જાણો રામનવમી કયા દિવસે ઉજવવામાં આવશે અને ભગવાન શ્રી રામની પૂજાનું મુહૂર્ત કર્યું છે?

રામનવમી 2022 તારીખ અને શુભ મુહૂર્ત : આ વર્ષે રામનવમી 10 મી એપ્રિલ 2022, રવિવારના રોજ ઉજવવામાં આવશે. નવમી તિથિ 10 મી એપ્રિલે સવારે 01:32 કલાકે શરૂ થશે અને 11 મી એપ્રિલે સવારે 03:15 કલાકે સમાપ્ત થશે. ભગવાન શ્રી રામની પૂજાનો શુભ સમય 10 એપ્રિલ 2022 ના રોજ સવારે 11:10 થી લઈને બપોરે 01:32 સુધીનો રહેશે.

રામનવમી પૂજા વિધિ : રામનવમીના દિવસે સૌ પ્રથમ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરો. એ પછી ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણજીની મૂર્તિઓને કંકુથી તિલક કરો. પછી ભગવાન શ્રી રામને ચોખા, ફૂલ, ઘંટડી અને શંખ અર્પણ કરીને ભગવાન શ્રી રામની વિધિવત પૂજા કરો. શ્રી રામના મંત્રોનો જાપ કરો, રામાયણ વાંચો અને રામચરિતમાનસનો પણ પાઠ કરો. અંતે, દરેકની આરતી ઉતારો. આ દિવસે ભગવાન શ્રી રામને પારણું પણ ઝુલાવવું જોઈએ, અને કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને ઘઉં અને બાજરીનું દાન કરવું જોઈએ.

રામનવમીનું મહત્વ : ભગવાન રામે પોતાના પિતાની આજ્ઞા પાળવા માટે ચૌદ વર્ષનો વનવાસ કર્યો હતો. અને તે દરમિયાન તેમણે રાવણનો વ-ધ કરીને ધર્મની સ્થાપના કરી હતી. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઉપવાસ કરવાથી જીવનમાં દરેક પ્રકારની સુખ-સમૃદ્ધિ આવે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.